હારને પણ હરાવતી લક્ષ્મીની રીયલ સ્ટૉરી, સપના તૂટી ગયા હતા હિમ્મત નહીં

News18 Gujarati
Updated: January 12, 2020, 5:06 PM IST
હારને પણ હરાવતી લક્ષ્મીની રીયલ સ્ટૉરી, સપના તૂટી ગયા હતા હિમ્મત નહીં
લક્ષ્મીના સપના તૂટી ગયા હતા પણ હિમ્મત નહીં,

'જે સમયે હું હોસ્પિટલમાં દાખલ હતી, ત્યારે મારા રૂમમાં એક પણ અરીસો નહોતો. રોજ સવારે ચહેરો ધોવા માટે નર્સ એક વાટકીમાં પાણી આપતા હતા, જેમાં પોતાની જાતને શોધવાનો પ્રયત્ન કરતી હતી. પરંતુ દર વખતે નિષ્ફળ રહેતી. મને મારા ચહેરા પર ફક્ત પાટ્ટા અને બેન્ડેજ જ નજર આવતા.'

  • Share this:
લક્ષ્મીના સપના તૂટી ગયા હતા પણ હિમ્મત નહીં, જાણો હારને પણ હરાવતી કહાણી..

દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક મોટા પડદે ધમાલ મચાવી રહી છે. એક એસિડ સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત આ ફિલ્મે લોકોના મન અને મગજ પર અસર કરી ગઈ છે. આ ફિલ્મમાં દીપિકાનું પાત્ર સામાન્ય લોકોને જેટલું પસંદ આવી રહ્યું છે, તેનાથી ઘણું વધારે હિંમત આપનાર છે ઍસિડ સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલનો અખૂટ આત્મવિશ્વાસ, જેની સામે હારે પણ ઘૂંટણ ટેકી દીધા. લક્ષ્મી અગ્રવાલે નસીબના દરવાજાઓ ખખડાવ્યા નહીં પરંતુ તેને તોડીને આગળ વધી.

જે ઉંમરે મગજને સાચા ખોટાની પરખ નથી હોતી, તે ઉંમરમાં એક છોકરીએ પોતાના પર થયેલા હુમલામાંથી બહાર નીકાળી. દોષિયોને સજા આપવાનું નક્કી કરી લીધું.

સપનામાં ખોવાયેલી હતી હું...
15 વર્ષની ઉંમરે જ્યારે લક્ષ્મી પોતાને એક મોટા મંચ પર એક સિંગર બનવાના સપના જોઈ રહી હતી. પરંતુ કોને ખબર હતી કે તેના સપનાને એક રાક્ષસની નજર લાગવાની છે. 15 વર્ષની ઉંમરમાં એક માસૂમને એક 32 વર્ષનો નદીમ પ્રેમ કરી બેઠો હતો. નદીમના માથે બસ એક જૂનૂન હતો કે તે લક્ષ્મીને પોતાની બનાવી લે. નદીમે લક્ષ્મીને લગ્ન માટે પ્રપોઝ કરી, પરંતુ તે પોતાના સપના તરફ આગળ વધવા ઈચ્છતી હતી. લક્ષ્મીને આ સંબંધ સહેજ પણ મંજૂર નહોતો. તેનો બદલો લેવા માટે નદીમે લક્ષ્મી પર ઍસિડ અટેક કર્યો. ઍસિડના આ હુમલાએ તેની હાલત અસહનીય હતી. ઍસિડ અટેકનો એ દુખાવો ના તો કોઈ અનુભવી શકે છે કે ના તો કોઈ તેને શબ્દોથી સમજાવી શકે છે.

શરીર પર કોઈએ આગ લગાવી...પોતાની સાથે થયેલી આ ઘટનામાંથી પોતાને બહાર લાવ્યા બાદ લક્ષ્મી દરેકની સામે આવી અને પોતાના માટે લડી. દુનિયાની સામે આવ્યા બાદ લક્ષ્મીએ ન્યૂઝ ચેનલો અને છાપામાં અપાયેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જે સમયે મારા શરીર પર ઍસિડ ફેંકાયું હતું, તે સમયે મારી ખાલ નીકળીને અલગ થઈ ગઈ હતી. પોતાની જાતને સાજી કરવા અને પરિવાર જોડે પાછા જવા માટે મને 3 મહિના હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું. આ દરમિયાન મારી ઘણી સર્જરી થઈ.

આંખોમાં ભીનાશ અને અતુટ વિશ્વાસની સાથે લક્ષ્મીએ આગળ કહ્યું કે, 'જે સમયે હું હોસ્પિટલમાં દાખલ હતી, ત્યારે મારા રૂમમાં એક પણ અરીસો નહોતો. રોજ સવારે ચહેરો ધોવા માટે નર્સ એક વાટકીમાં પાણી આપતા હતા, જેમાં પોતાની જાતને શોધવાનો પ્રયત્ન કરતી હતી. પરંતુ દર વખતે નિષ્ફળ રહેતી. મને મારા ચહેરા પર ફક્ત પાટ્ટા અને બેન્ડેજ જ નજર આવતા.'

બધું જ બરબાદ થઈ ગયું...
દુર્ઘટના બાદ જ્યારે લક્ષ્મીએ પોતાની જાતને અરીસામાં જોઈ તો તેને બધું જ બરબાદ થઈ ગયું હોય તેમ લાગ્યું. તેમનું તો બધું જ ઍસિડ સાથે વહી ગયું છે. ચહેરાને આ રીતે નષ્ટ થયેલું જોઈને મારું મન થોડું નબળું જરૂર પડ્યું, પરંતુ હિંમત ન હારી. તે બાદ લક્ષ્મીને 2006માં એક પીઆઈએલ નાખી સુપ્રીમ કોર્ટ પાસે ઍસિડ બંધ કરવાની માંગ કરી. તે બાદ લક્ષ્મીએ ઘણા કેમ્પેન ચલાવ્યા, જેથી દેશના કોઈ પણ ખૂણામાં તેજાબ એટલે કે ઍસિડનું વેચાણ ન થાય. આ કેમ્પેનમાં આલોક દીક્ષિત અને આશીષ શુક્લાએ સંપૂર્ણ સાથ આપ્યો. તે બાદ લક્ષ્મીને હજારો ઍસિડ અટેક પીડિતાઓનો અવાજ બની ગઈ, જે પોતાના માટે ન્યાયની માંગ કરી રહી હતી. એ સમયે લક્ષ્મીને અમેરિકાની પહલી મહિલા મિશેલ ઓબામાએ "સાહસ માટે આંતરરાય્ટ્રીય મહિલા પુરસ્કાર" થી સન્માનિત કરી.

સમાજના કઠીન પડકારો ઝીલવાનું નક્કી કર્યું
કેમ્પેન ચલાવતી વખતે લક્ષ્મીને તેના ફાઉન્ડર આલોક સાથે પ્રેમ થઈ ગયો. આ કપલે લગ્ન પહેલા લિવ-ઈનમાં રહેવાનો નિર્ણય કર્યો. તેની ઉપર લક્ષ્મીનું કહેવું હતું કે "આપણે લગ્ન ન કરીને સમાજને પડકાર આપવા ઈચ્છતી હતી. અમે નહોતા ઈચ્છતા કે અમારા લગ્નમાં લોકો આવે અને મારો ચહેરો જોઈને ટોણાં મારે." તેમણે એક દીકરીને જન્મ આપ્યો, જેનું નામ તેમણે પીહૂ રાખ્યું. દીકરીના જન્મ બાદ લક્ષ્મી અને આલોકમાં મનમોટાવ થવાના કારણે બંને અલગ પણ થઈ ગયા. દીકરીને મોટી કરવા લક્ષ્મીએ એક સારી નોકરીની જરૂરત હતી. સાથે જ તેમને એક ઘર પણ જોઈતું હતું. તે માટે લક્ષ્મી લાંબા સમયથી સ્ટ્રગલ કરતી રહી.

ન્યૂઝ ઈન્ડસ્ટ્રીને પણ કહ્યો હતો આભાર
વર્ષ 2018માં લક્ષ્મીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "ઘણા લોકોએ મને કામ આપ્યું. ઘણાએ ન્યૂઝ વાંચવાની પણ ઑફર આપી. હું એ દરેકની આભારી છું. પરંતુ હું ઈચ્છું છું કે સરકાર મને નોકરી આપે. જેનાથી હું મારી દીકરી અને મા ને સપોર્ટ કરી શકું. હું પોતાની મહેનતે તેમને ઉછેરવા ઈચ્છું છું." બસ આ રીતે ધીમે ધીમે આગળ વધતી ગઈ અને તેમણે પોતાનો રસ્તો જાતે બનાવ્યો. લક્ષ્મીના આત્મવિશ્વાસને અમે સલામ કરીએ છે. ત્યાં જ એ ઘમી મહિલાઓને પ્રેરણા આપી રહી છે.

હારને પણ હરાવતી લક્ષ્મીની રીયલ સ્ટૉરી, સપના તૂટી ગયા હતા હિમ્મત નહીં

અહીં દીકરી સાથે લગ્ન કરી શકે છે પિતા, ઈરાનમાં છે આવા 5 વિચિત્ર નિયમો

આ રીતે બનાવો 'સુરતી ઊંઘિયું', આ રીતે તૈયાર કરો તેની સ્વાદિષ્ટ ગ્રેવી #Recipe

શરીર માટે ખૂબ લાભકારી છે 'ગુંદર ની પેંદ', જે શિયાળામાં ખાસ ખાવી જોઈએ
First published: January 12, 2020, 3:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading