પોસ્ટ ઓફિસમાં નોકરી માટે કરો રઝિસ્ટ્રેશન, તુરંત મળી જશે Job!

News18 Gujarati
Updated: December 17, 2018, 7:51 PM IST
પોસ્ટ ઓફિસમાં નોકરી માટે કરો રઝિસ્ટ્રેશન, તુરંત મળી જશે Job!
પોસ્ટ ઓફિસની ફાઇલ તસવીર

  • Share this:
જો તમે નોકરીની તલાશ કરી રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર છે. તમે પોતાની નજીકની પોસ્ટ ઓફિસમાં જઇને નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ પર પોતાનું રઝિસ્ટ્રેશન કરી શકો છો. નેશનલ કેરિયર સર્વિસ પરિયોજના નોકરીદાતાઓ, શિક્ષિત અને બેરોજગારોને એક મંચ પર લાવે છે.

અહીં ક્લિક કરી વાંચો મહંતના એક-બે નહીં 9 અશ્લિલ વીડિયો વાયરલ!

શ્રમ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 31,11,2018 પ્રમાણે આ પોર્ટલ પર 98,92,350 સક્રિય રૂપથી રોજગારી મેળવવા ઇચ્છુક ઉમેદવારો અને 9822 સક્રિય નોકરી આપનારા લોકો જોડાયેલા છે. એનસીએસના ડાક વિભાગની સાથે પોસ્ટ ઓફિસના માધ્યમથી નોકરી મેળવવા ઇચ્છતા લોકોના રઝિસ્ટ્રેશન માટે ભાગીદારી કરી છે. યુવકોને રોજગારીના અવસરો સુધી પહોંચાડવા અને જાણકારી ઉપલબ્ધ કરાવવા માટે મુખ્ય નોકરી પોર્ટલ, પ્લેસમેન્ટ ગ્રૂપ અને પ્રસિદ્ધ સંસ્થાઓની સાથે કરાર કરવામાં આવ્યા છે. ભારત સરકારે હાલમાં જ સરકારી નોકરીઓની જાહેરાત એનસીએસ પોર્ટલ પર મૂકવી ફરજિયાત કરી દીધું છે.

રિપોર્ટ પ્રમાણે એનસીએસ રોજગાર મેચિંગ, કેરિયર સલાહ અને કૌશલ વિકાસ પાઠ્યક્રમો, એપ્રેન્ટિસશિપ અને ઇન્ટર્નશિપ અંગે જાણકારી ઉપલબ્ધ કરાવવા જેવા રોજગાર સંબંધિત અનેક સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. એનસીએસની પાસે 52 વિસ્તારમાં 3600થી વધુ નોકરી અંગે નોકરી સંબંધિત જાણકારીનો ભંડાર છે. એનસીએસ પોર્ટલ નોકરી મેળાનું પણ આયોજન કરવામાં પણ મદદ કરે છે. જ્યાં નોકરીદાતાઓ અને ઉમેદવારો પરસ્પર સીધા જ કોન્ટેક્ટમાં આવી જશે.

આ પણ વાંચવા જેવું ગામડામાં રહીને અપનાવો આ Business આઇડિયા, કરો ધૂમ કમાણી

આ સિવાય 107 મોડર કેરિયર કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે, જેઓને રાજ્ય અને અન્ય સંસાધનોની મદદથી સંચાલિત કરવામાં આવે છે. આ કેન્દ્રમાં હિતધારકોને વિવિધ સુવિધા પણ પ્રદાન કરવા માટે પર્યાપ્ત સુવિધા અને પ્રાથમિક મદદ આપવાની રહેશે. આ રાજ્ય દ્વારા અન્ય સ્થળો પર પણ સ્થાપિત કરવામાં આવશે. આ સિવાય 1.50 લાખથી વધુ સામાન્ય સેવા કેન્દ્ર દૂરના સ્થળોએ એનસીએસની પહોંચના વિસ્તાર કરવા માટે રણનીતિક ભાગીદાર પણ છે.
First published: December 17, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...