મોંમા ચાંદા પડી ગયા છે? તો અજમાવો આ દાદીમાનાં ઘરગથ્થુ ઉપચારો તરત થશે ફાયદો

News18 Gujarati
Updated: December 9, 2019, 3:02 PM IST
મોંમા ચાંદા પડી ગયા છે? તો અજમાવો આ દાદીમાનાં ઘરગથ્થુ ઉપચારો તરત થશે ફાયદો
મોંમા ચાંદા પડવાની સમસ્યા સામાન્ય છે.

મોંમા ચાંદા પડવાની સમસ્યા સામાન્ય છે પરંતુ આ થાય ત્યારે ઘણી જ તકલીફ પહોંચે છે.

  • Share this:
લાઇફસ્ટાઇલ ડેસ્ક : મોંમા ચાંદા પડવાની સમસ્યા સામાન્ય છે પરંતુ આ થાય ત્યારે ઘણી જ તકલીફ પહોંચે છે. મોંમાં ચાંદા પડવાને કારણે તે જગ્યાએ કંઇ પણ જમવાનું કે પાણી પણ જાય તો બહુ બળે છે. પેટની ગરમીની અસર સીધી મોં પર પડે છે. ખાસ કરીને તેનું ધ્યાન ન રાખવાના કારણે સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. તેના માટે ઘરગથ્થુ ઉપચાર જે આપણે વર્ષોથી વાપરતાં હોઈએ છીએ. આવા કેટલાક દાદીમાનાં ઉપાયો જાણીએ.

1. સવારે ઉઠતાની સાથે કેટલાક તુલસીના પાન પાણી સાથે ચાવીને ખાવા. તુલસી જીવાણુનાશક અને કિટાણુંનાશક છે જેનાથી મોંના બેકટેરિયાથી છૂટકારો મળી શકે છે.
2. લીલી કોથમીર ખૂબ ઠંડી હોય છે. જેનાથી શરીરની ગરમી દૂર થઇ જાય છે. લીલી કોથમીરને વાટીને તેનો રસ નીકાળી લો અને આ રસને ચાંદા પર લગાવી લો. 2-3 દિવસમાં રાહત મળી જશે.

3. દિવસમાં બે વાર ટામેટાનો રસ પીવો કે તેના રસથી કોગળા કરવાં.
4. મોંની ગરમીના કારણે થયેલા ચાંદાથી છૂટકારો મેળવાવ માટે બરફનો ટૂકડો લઇને તેને ચાંદા પર લગાવો અને લાળ ટપકાવો.
5. 1 કપ મેથીને પાણીમાં ઉકાળીને ઠંડુ પડે એટલે એને ગાળી તે પાણીથી કોગળા કરવાં.6. એલોવેરાના પાનની જેલને દિવસમાં બે વાર ચાંદા પર લગાવો કે તેને ખાઈ પણ શકાય.
7. કપૂરમાં ખાંડ ઉમેરીને જાડી પેસ્ટ બનાવો અને તેને પ્રભાવિત જગ્યા પર લગાવો.
8. આમળાની પેસ્ટ ચાંદા પર લગાવવી. દિવસમાં બે વાર આ પ્રયોગ કરવો.
9. 1 કપ પાણીમાં 2 મોટી ચમચી મીઠું ભેળવો. આ પાણીથી 1 મિનિટ સુધી કોગળા કરો.

આ પણ વાંચો : ગુણકારી તલના આટલા છે ફાયદા, ઠંડીમાં શરીરને આપે છે ઉર્જા

આ પણ વાંચો : કરીના કપૂર Slim દેખાવા માટે ફોલો કરે છે આ ડાયેટ પ્લાન
First published: December 9, 2019
વધુ વાંચો
अगली ख़बर