આ 8 પ્રકારના લક્ષણો જોવા મળે તો ડાયાબિટીસની તપાસ કરવી જરૂરી

આ 8 પ્રકારના લક્ષણો જોવા મળે તો ડાયાબિટીસની તપાસ કરવી જરૂરી
પ્રતિકાત્મક તસવીર

જો તમારામાં આ પ્રકારના કોઈપણ લક્ષણ હોય તો તમારે ડાયાબિટીસની તપાસ કરાવવાની જરૂર છે.

  • Share this:
ડાયાબિટીસ (Diabetes)  અસ્વસ્થ જીવનશૈલીના (Life Style) કારણે થતી બીમારી છે. જે તમારા સમગ્ર સ્વાસ્થ્ય પર અસર કરે છે, જેના કારણે પાચનની સમસ્યા તથા હ્રદયની બીમારી થાય છે. જેના બે પ્રકાર છે, ડાયાબિટીસ ટાઈપ-1 અને ટાઈપ-2. ટાઈપ 1 ડાયાબિટીસ પરંપરાગત રીતે થાય છે અને ટાઈપ 2 ડાયાબિટીસ અસ્વસ્થ જીવનશૈલીને કારણે થાય છે.

અસ્વસ્થ જીવનશૈલીના કારણ1. જંકફૂડનું સેવન

2. કસરત ન કરવી

3. નિયમિત ચેક અપ ન કરાવવું

4. વજન નિયંત્રણમાં ન રહેવું

અહીંયા 8 લક્ષણ જણાવવામાં આવ્યા છે કે જેનાથી તમે બ્લડ સુગર લેવલની તપાસ કરી શકો છો.

1. વધુ તરસ લાગવી

જો તમને સતત તરસ લાગે છે, તો તમારે વધુ પાણીના સેવન સાથે ડાયાબિટીસની તપાસ કરાવવી જોઈએ. જ્યારે તમને ડાયાબિટીસ હોય છે, ત્યારે તમારી કિડનીને વધારે પડતા ગ્લુકોઝને દૂર કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. આ પ્રકારે વધુ પડતુ ગ્લુકોઝ દૂર થાય છે સાથે શરીર માટે કેટલાક આવશ્યક ખનિજતત્વ પણ શરીરમાંથી દૂર થાય છે, જેના કારણે તમને વધુ તરસ લાગે છે.

2. વારંવાર યુરિન આવવું

ડિહાઈડ્રેશનનું આ એક મહત્વનું કારણ છે. અગાઉ જણાવ્યું તે પ્રમાણે શરીરમાંથી વધુ પડતુ ગ્લુકોઝ દૂર થાય છે. માટે તમારે વારંવાર યુરિન માટે જવું પડે છે.

3. ભૂખ લાગવી

જ્યારે તમને ડાયાબિટીસ હોય છે, ત્યારે શરીરમાં ગ્લુકોઝને પચાવી શકતું નથી. જે શરીર માટે આવશ્યક ઊર્જા ઉત્પન્ન કરે છે. જ્યારે આ ગ્લુકોઝનું પાચન થતુ નથી, ત્યારે તમને વધુ ભૂખ લાગે છે.

4. ત્વચા સુકાવી

હાઈ બ્લડ સુગર લેવલ તમારી ત્વચાને વધુ ડ્રાય બનાવે છે. જેથી તમને ત્વચા પર ઈચીનેસ થઈ શકે છે તથા ત્વચાનું સંક્રમણ પણ થઈ શકે છે.

5. અંગોમાં ઝણઝણાહટ થવી

ડાયાબિટીસના કારણે નર્વ સિસ્ટમ પર અસર થાય છે, જેનાથી મગજથી અન્ય અંગ સુધી સિગ્નલ પસાર થવા પર પ્રભાવ પડી શકે છે. જેનાથી તમને શરીરના અંગોમાં ઝણઝણાહટ થાય છે.

6. જલ્દી રુઝ ન આવવી

ડાયાબિટીસના કારણે શરીર પર વાગેલા ઘા પર રુઝ આવવામાં થોડો સમય વધુ લાગી શકે છે.

7. સોર

ડાયાબિટીસના કારણે રક્તવાહિની ડેમેજ થાય છે.

8. વજન ઓછું થવું

આવશ્યક માત્રામાં ઈંસ્યુલિન ન હોવાના કારણે વજન ઓછું થાય છે. જેમાં શરીરમાં એની આપમેળે જ ચરબી ઓગળવા લાગે છે, જેનાથી વજન ઓછું થાય છે.

જો તમારામાં આ પ્રકારના કોઈપણ લક્ષણ હોય તો તમારે ડાયાબિટીસની તપાસ કરાવવાની જરૂર છે.

જો તમે 45થી વધુ ઉંમર ધરાવો છો.

જો તમે વધુ પડતુ વજન ધરાવો છો.

જો તમે કસરત નથી કરતા.

જો તમારા ઘરમાં કોઈને ડાયાબિટીસ હોય.

જો તમને બ્લડ પ્રેશર હોય.

જો તમને કૉલસ્ટ્રોલ હોય, તો ડાયાબિટીસની તાપસ કરાવવી જોઈએ.

યોગ્ય આહારપ્રણાલી અને યોગ્ય જીવનશૈલી અપનાવીને ડાયાબિટીસને દૂર કરી શકો છો.
Published by:News18 Gujarati
First published:April 10, 2021, 15:46 pm

ટૉપ ન્યૂઝ