Home /News /lifestyle /બિપાશા બસુ 43 વર્ષની ઉંમરે થઇ હતી પ્રેગનન્ટ, જાણો 40 વર્ષ પછી સેફ પ્રેગનન્સીના ચાન્સિસ કેટલા છે
બિપાશા બસુ 43 વર્ષની ઉંમરે થઇ હતી પ્રેગનન્ટ, જાણો 40 વર્ષ પછી સેફ પ્રેગનન્સીના ચાન્સિસ કેટલા છે
લેટ પ્રેગનન્સીમાં અનેક ધ્યાન રાખવું પડે છે.
Bipasha basu birthday 7th January: 7 જાન્યુઆરીના રોજ બિપાશા બસુનો જન્મ દિવસ છે. બિપાશા એની હેલ્થનું અનેક રીતે ધ્યાન રાખે છે. બિપાશા બસુ વર્કઆઉટ કરીને પોતાની હેલ્થને ફિટ એન્ડ ફાઇન રાખે છે. આમ, જો વાત કરવામાં આવે તો બિપાશા બસુ 43 વર્ષની ઉંમરે પ્રેગનન્ટ થઇ હતી.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: 7 જાન્યુઆરી 1979નાં રોજ બિપાશા બસુનો જન્મ થયો હતો. બિપાશા બસુને ફિટનેસ આઇકોન કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. બિપાશા પોતાની હેલ્થનું અનેક રીતે ધ્યાન રાખે છે. બિપાશા બસુ આજે પણ અનેક લોકોના દિલમાં રાજ કરે છે. બિપાશા પોતે ફિટ એન્ડ ફાઇન રહેવા માટે વર્કઆઉટ પર પ્રોપર ધ્યાન આપે છે. જો કે તમને એક વાત એ જણાવી એ દઇએ કે 43 વર્ષની ઉંમરે પ્રેગનન્ટ થઇ હતી. આ ઉંમરે પ્રેગનન્સી કન્સિવ કરવામાં અનેક લોકોને તકલીફ પડતી હોય છે. આમ, જો વાત કરવામાં આવે તો પહેલાના સમય કરતા આજનાં આ સમયમાં અનેક લોકો મોડી પ્રેગનન્સી કન્સિવ કરતા હોય છે. તો જાણો મોડી ઉંમરે પ્રેગનન્સી કન્સિવ કરવામાં કોઇ તકલીફ પડે છે કે નહીં.
ઉલ્લેખનીય છે કે 35 તેમજ 40 વર્ષની ઉંમર પછી પ્રેગનન્સીને લેટ પ્રેગનન્સી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે લેટ પ્રેગનન્સી કન્સિવ થાય ત્યારે અનેક ઘણી તકલીફો પડતી હોય છે. આ સાથે જ પ્રોબ્લેમ્સ આવવાના ચાન્સિસ પણ વધી જાય છે. પરંતુ શું ખરેખર 40 વર્ષ પછી પ્રેગનન્સી કન્સિવ કરવી મુશ્કેલ હોય છે? તો જાણો આ વિશે રિસર્ચ અને સ્ટડી શું કહે છે.
નોંધનીય છે કે 35 વર્ષ પછી મહિલાઓની ફર્ટિલિટી પાવર ઓછી થઇ જાય છે. આ સમયે એગ્સની ઓછી સંખ્યા પણ અનેક ઘણી મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. પરંતુ આનો અર્થ એ નથી કે 40 વર્ષની ઉંમર પછી પ્રેગનન્સી કન્સિવ કરવામાં તકલીફ જ પડે. એક્સપર્ટ અનુસાર સાવધાની રાખો છો અને પોતાને સ્વસ્થ રાખો છો તો પ્રેગનન્સી સમયે કોઇ તકલીફ પડતી નથી. આ સાથે જ મેડિકલ સપોર્ટની મદદથી 40 વર્ષ પછી સેફ અને હેલ્ધી પ્રેગનન્સી સંભવ છે.
આ ધ્યાન ખાસ રાખો
તમે 40 વર્ષ પછી પ્રેગનન્ટ થયા છો તેમજ પ્રેગનન્સી કન્સિવ કરવા ઇચ્છો છો તો ખાસ કરીને ખાન-પાન પર ધ્યાન આપો. આ સાથે જ તમે સતત ડોક્ટરના સંપર્ક કરો. કોઇ પણ દવા ડોક્ટરને બતાવ્ય વગર લેશો નહીં. આ સાથે જ બને ત્યાં સુધી વધારે આરામ કરો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર