Home /News /lifestyle /Superfoods: 30 વર્ષની ઉંમર પછી ડાયટમાં ઉમેરો આ 7 સુપર ફુડ, થશે મોટો ફાયદો

Superfoods: 30 વર્ષની ઉંમર પછી ડાયટમાં ઉમેરો આ 7 સુપર ફુડ, થશે મોટો ફાયદો

તસવીર- Shutterstock

Superfoods: જ્યારે આપણે 30ની ઉંમરે પહોંચીએ તો આપણાં શરીરની કાર્ય પ્રણાલી અને તેની કાર્ય કરવાની ક્ષમતા (Ability to work) ઓછી થવા લાગે છે. આ ઉંમરનો એક એવો તબક્કો છે, જ્યાં શરીરનું મેટાબોલિઝમ (Metabolism) પ્રમાણસર રાખવું અને ક્રોનિક ડિસીસ (Chronic disease) સામે લડવું થોડું અઘરું થઈ જાય છે.

વધુ જુઓ ...
Superfoods: જ્યારે આપણે 30ની ઉંમરે પહોંચીએ તો આપણાં શરીરની કાર્ય પ્રણાલી અને તેની કાર્ય કરવાની ક્ષમતા (Ability to work) ઓછી થવા લાગે છે. આ ઉંમરનો એક એવો તબક્કો છે, જ્યાં શરીરનું મેટાબોલિઝમ (Metabolism) પ્રમાણસર રાખવું અને ક્રોનિક ડિસીસ (Chronic disease) સામે લડવું થોડું અઘરું થઈ જાય છે અને આથી જ તમારે સારાં ન્યૂટ્રિશનવાળો (Nutritious) ખોરાક ખાવો જરૂરી બની જાય છે. તમે ખોરાકમાં એવા સિપલીમેન્ટ્સ (Supplements) પણ શામેલ કરી શકો છો, જે પ્લાન્ટ બેઝ્ડ હોય એટલે કે એવા સપ્લીમેન્ટ્સ જે વનસ્પતિ અને શાકભાજી(Vegetables)માંથી મળી શકતા હોય. આવા સપ્લામેન્ટનાં ફાયદા પણ અનેક હોય છે. આ પ્રકારના સુપરફુડમાં ન્યૂટ્રીશન તો વધુ હોય છે જ સાથે આ તમારા મેટાબોલિઝમને સંતુલિત રાખે છે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે, તેથી 30ની ઉંમર બાદ આ વસ્તુઓ ખોરાકમાં ચોક્કસથી શામેલ કરવી જોઈએ.

અહીં અમે આપને એવા કેટલાક સપ્લીમેન્ટ્સ વિશે જણાવીશું, જેનો ઉપયોગ 30ની ઉંમર બાદ સ્ત્રી અને પુરુષ બંનેએ કરવો જોઈએ.

અશ્વગંધા

અશ્વગંધા એક કે બે નહીં પણ અનેક ઔષધીય ગુણો ધરાવે છે. તમારા શરીર માટે આ એક સારો એન્ટીઓક્સિડન્ટ છે, જે શરીરમાં ફ્રી રેડિકલ્સ અને ઓક્સિડેટીવ સ્ટ્રેસ સામે રક્ષણ આપે છે અને તેની સામે લડવા મદદ કરે છે. પુરુષોમાં ઉંમર સાથે ઘટતું જતું ટેસ્ટોસ્ટેરોઈન લેવલ પણ અશ્વગંધાના સેવનથી સરળતાથી વધારી શકાય છે.

આ પણ વાંચો: યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સોઓ વધ્યા, જીમ અને ડાયટિંગ છતાં શા માટે વધી રહ્યા છે કેસ?

સ્પિરુલિના એક શેવાળ છે, જે વાદળી અને લીલા રંગની હોય છે. આ શેવાળમાં વિટામિન A, E, K, B1, B2, B3, B6, B9Folate (ફોલેટ), B5 Pantothenic Acid(પેન્થોથેનિક એસિડ), ઓમેગા-3 અને ઓમેગા 6 ફેટી એસિડ (fatty acids) ભરપૂર પ્રમાણમાં હોય છે.

આ તમામ વિટામિનો સેલ્યુલર મેટાબોલિઝમના વિકાસ અને રક્ષણ માટે જરૂરી છે. ઓમેગા 3 અને 6 ફેટી એસિડને કારણે આપણી કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ ખૂબ સારી રહે છે.

ઝિન્ક્ગો બિલોબા

ઝિન્ક્ગો બિલોબા દુનિયાની સૌથી પ્રાચીન વનસ્પતિમાંથી એક છે. તેના સેવનથી શરીરમાં રક્ત સંચાર સારી રીતે થાય છે અને એન્ટીઓક્સિડન્ટ મળી રહે છે. ઝિન્ક્ગોમાં રહેલા ફ્લેવનોઈડ્સ યાદશક્તિ અને એકાગ્રતા વધારવામાં મદદરૂપ થાય છે.

આ પણ વાંચો: Belly Fat: આ કારણોસર નથી ઘટી રહી તમારા પેટની ચરબી, આજે જ બદલો આવી આદતો

જિનસેન્ગ

જિનસેન્ગ તેની એન્ટી ટ્યુમર અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણો માટે જાણીતું છે. જિનસેન્ગના મૂળ ઘટતી કામોત્તેજનાને વધારવામાં, થાક અને તણાવ ઘટાડવામાં મદદરૂપ થાય છે.

બ્લૂબેરી

તમામ ફળોમાંથી બ્લૂબેરીમાં સૌથી વધુ એન્ટીઓક્સિન્ટ્સ જોવા મળે છે. બ્લૂબેરીના સેવનથી શરીરમાં લિપિડ લેવલ અને પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર નિયંત્રણમાં રહે છે. બ્લૂબેરીના સેવનથી કોલેસ્ટ્રોલ ઘટે છે, જેથી હાર્ટ અટેકનું જોખમ પણ ઓછું રહે છે.

અળસીના બીજ

શણના છોડના બીજ એટલે કે અળસીના બીજમાં વિપુલ પ્રમાણમાં લિગ્નાન્સ હોય છે, જે ફાટોએસ્ટ્રોજન (phytoestrogens) હોય છે. જે મહિલાઓમાં મળી આવતા એસ્ટ્રોજન હાર્મોન જેવા જ હોય છે. અળસીના બીજ વિટામિન A, E, K, B1, B2, B3, B6, B9Folate (ફોલેટ), B5 Pantothenic Acid(પેન્થોથેનિક એસિડ) અને મિનરલ્સ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. અળસીના બીજના સેવનથી માસિક દરમ્યાન દર્દ અને ક્રેપિંગમાં રાહત મળે છે.

આ પણ વાંચો: યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સોઓ વધ્યા, જીમ અને ડાયટિંગ છતાં શા માટે વધી રહ્યા છે કેસ?

મિલ્ક થિસલ

મિલ્ક થિસલ લીવરના સ્વાસ્થ માટે ફાયદાકારક એક વનસ્પતિ છે. આ વનસ્પતિનો ઉપયોગ સ્વાસ્થને લગતી વિવિધ સમસ્યાઓના નિદાન માટે પણ કરવામાં આવે છે. આ વનસ્પતિના સેવનથી લીવરને નુક્શાન પહોંચાડતા તત્વોને શોષાતા અટકાવે છે. સાથે જ લીવરના સ્વાસ્થમાં પણ સુધારો કરે છે.

મિલ્ક થિસલ બાયોફ્લેવોનોઈડ કોમ્પ્લેક્સ સિલીમારીન તરીકે જોવા મળે છે, જે કમળો અને પિત્તાશયના વિકારોની સારવારમાં મદદરૂપ થાય છે. તેના સેવનથી કોલેસ્ટ્રોલના સ્તરમાં ઘટાડો થાય છે અને ટાઈપ 2 પ્રકારના ડાયાબીટીસ સામે પણ રક્ષણ મળે છે.
First published:

Tags: Diet food, Food tips, Super food