Home /News /lifestyle /Health Tips : વજન ઘટાડવા માંગતા લોકોમાં રહેલી આ 6 ગેરમાન્યતાઓ અને સત્ય

Health Tips : વજન ઘટાડવા માંગતા લોકોમાં રહેલી આ 6 ગેરમાન્યતાઓ અને સત્ય

આજે પણ લોકોમાં વધેલું વજન (Weight)સૌથી મોટી સમસ્યા છે (પ્રતિકાત્મક તસવીર)

Weight Loss Tips: આ બધા વચ્ચે આપણે અનેક એવી વાતો પણ ભરોસો કરી બેસીએ છીએ જે ઇચ્છિત પરીણામો આપવાની જગ્યાએ આડઅસર કે નુકસાન કરે છે

આજની વ્યસ્ત અને ભાગદોડ ભરી લાઇફસ્ટાઇલમાં (Lifestyle)આપણે સ્વાસ્થ્ય (Health tips)પ્રત્યે સજાગ રહેતા નથી. જોકે કોરોનાએ ઘણા અંશે મોટા ભાગના લોકોને સ્વાસ્થ્યની (Health)કાળજી લેતા શીખવી દીધું છે. આ તમામ વચ્ચે આજે પણ લોકોમાં વધેલું વજન (Weight)સૌથી મોટી સમસ્યા છે. તેમાં પણ ખાસ કરીને મહિલાઓ પોતાના વજનને લઇને હંમેશા ચિંતિત રહેતી હોય છે. દરેક મહિલાના કબાટમાં એક ખાસ ડ્રેસ હોય છે, જેમાં તે કાં તો વજન વધારી અને કાં તો વજન ઘટાડીને (Weight Loss) ડ્રેસમાં ફીટ થવા માંગતી હોય છે. આ રીતે જ્યારે વજન ઘટાડવાની કે જાળવી રાખવાની વાત આવે તો આપણે ડાયટિંગ (Dieting), કસરત (exercise)અને ડાયટરી સપ્લીમેન્ટ્સ તરફ વળીએ છે. આ બધા વચ્ચે આપણે અનેક એવી વાતો પણ ભરોસો કરી બેસીએ છીએ જે ઇચ્છિત પરીણામો આપવાની જગ્યાએ આડઅસર કે નુકસાન કરે છે. આજે લોકોમાં પ્રવર્તી રહેલી મુખ્ય છ માન્યતાઓને PSRI હોસ્પિટલના ડાયેટેટિક્સ HOD ડૉ. દેબજાની બેનર્જી દૂર કરશે.

માન્યતા - ભાત કે ચોખા ખાવાથી તમારો વજન વધે છે.

સત્ય- બ્રાઉન રાઇસ ભલે વજન ઘટાડવા અને લોહીમાં ફેટ લેવલ સાથે જોડાયેલા હોય, પરંતુ મોટાભાગના અભ્યાસોમાં સફેદ ચોખા ખાવાથી વજનમાં ફેરફાર અથવા વજન ઘટાડવા સાથે કોઇ સંબંધ ન હોવાનું સામે આવ્યું છે.

માન્યતા 2 – ઘી ખાવાથી વજન વધે અને તે અનહેલ્થી હોય છે.

સત્ય – ઘી વિટામીન્સ, એન્ટિ-ઓક્સિડેન્ટ્સ અને હેલ્થી ફેટનો સૌથી મોટો સ્ત્રોત છે. જોકે, ફેટ તમારે નક્કી માપમાં જ લેવું જોઇએ. અભ્યાસોમાં નોંધ્યા અનુસાર ફેટી ફૂડ જેવો કે ઘી ખાવાથી તમારા શરીરને અમુક જરૂરી વિટામિન્સ અને મીનરલ્સ મળી રહે છે. ઘી દ્વારા જ અમુક વેજીટેબલ્સ બનાવવાથી તમારા શરીરને વધુ ન્યૂટ્રીએન્ટ્સ મળે છે. તમારા ડાયટમાં 2-3 ચમચી ઘી ઉમેરવાથી તમારું હ્યદય સ્વસ્થ રહેશે અને તમારું શારીરિક સ્વાસ્થ્ય વધુ સારું બનશે. પરંતુ રોજ ન ખાવું.

માન્યતા 3 – દૂધ સીધું જ કે ચો/કોફીમાં નાખીને પીવાથી વજન વધે છે.

સત્ય – બિલકુલ નહીં. દૂધમાં રહેલા લિનોલીક એસિડ ચરબીને દૂર કરવામાં મદદ કરે છે અને ચરબી વધવાથી રોકે છે, જેથી તમારું વજન ઝડપથી ઘટી શકે છે. ઘણા અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે દૂધ કેલ્શિયમનો મુખ્ય સ્ત્રોત છે. દૂધવાળી ચા પીવાથી દૂધમાં રહેલ પ્રોટીન અને ચામાં રહેલા તત્વો વજન ઘટાડવામાં મદદરૂપ બને છે. પરંતુ જ્યારે આવું થાય છે તેનાથી તમારા મેટાબોલિઝમ પર અસર પડે છે અને તમને વજન ઘટાડવામાં વધુ મદદ મળતી નથી. તેથી હંમેશા દૂધ વગરની ચા લેવાની સલાહ આપવામાં આવે છે. જો તમે કેલેરી ઘટાડવા ઇચ્છતા હોય તો દરરોજ દૂધવાળી ચા પીવાનું છોડી દેવું જ શ્રેષ્ઠ સલાહ છે.

આ પણ વાંચો - વજન ઘટાડવામાં માંગો છો? આ પોટેશિયમથી ભરપૂર ખોરાક કરશે મદદ

માન્યતા 4 – યોક દૂર કરવાથી તમે વજન ઘટાડી શકશો

સત્ય – ઇંડાનો સફેદ ભાગ તેવા યેલો ભાગની સરખામણીએ ઓછી કેલેરી ધરાવે છે. પરંતુ આ એક સામાન્ય ગેરસમજ છે કે તમારે યોક ખાવાનું સંપૂર્ણ છોડી દેવું જોઇએ. જોકે અચાનક યોક ખાવાનું છોડી દેવું યોગ્ય નથી. કારણે કે આમ કરીને તમે કોલિન જેવું મહત્વનું ફેડ ફાઇટિંગ ન્યૂટ્રિએન્ટ્સ મેળવી શકતા નથી. જો તમે કેલેરીની ગણતરી કરો છો તો સૌથી શ્રેષ્ઠ વિચાર તે છે કે દર 2થી 3 ઇંડામાંથી એક ઇંડાનો યેલો પાર્ટ જરૂર ખાવ. આમ કરવાથી તમે યોગ્ય માત્રામાં કેલેરીનું પ્રમાણ પણ જાળવી શકશો અને ઇંડાના ખાવાના તમામ ફાયદાઓ મેળવી શકશો.

માન્યતા 5 – ઝડપથી વજન ઘટાડવવામાં ઉપયોગી છે ડિટોક્સ

સત્ય - જ્યૂસ ક્લિન્ઝને ઝડપથી વજન ઘટાડવાની અને ડિટોક્સ કરવાના રસ્તા તરીકે માનવામાં આવે છે, પરંતુ તે સત્ય નથી. જોકે તમે કેલેરી ઘટાડી રહ્યા છો, પરંતુ તમે પ્રવાહી ફોર્મેટમાં ઘણી શુગર લઇ રહ્યા છો. જેનાથી તમારો વજન વધે છે.

માન્યતા 6 – ડાયટ આધારિત ખોરાક વજન ઘટાડવા માટે વધુ ફાયદાકારક છે.

સત્ય – ઉપવાસથી સ્વાસ્થ્યને કોઇ ફાયદો થતો નથી. પરંતુ તેની આડઅસરો જરૂર થાય છે, જેમ કે બ્લડ પ્રેશર ઘટવું, થાક લાગવો, ચક્કર આવવા કે ઉબકા આવવા વગેરે. આ ઉપરાંત આ ઉપવાસથી તમે લાંબા ગાળા માટે વજન ઘટાડી શકો તેવી કોઇ અસરકારકતા નથી.
Published by:Ashish Goyal
First published:

Tags: Exercise, Health News, Lifestyle

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन