health news : શું તમે લાંબુ જીવન જીવવા ઈચ્છો છો? તો આ 6 આદતોને ફોલો કરો અને રહો સ્વસ્થ

શું તમે લાંબુ જીવન જીવવા ઈચ્છો છો? તો આ 6 આદતોને ફોલો કરો અને રહો સ્વસ્થ Image Credit : shutterstock

Health Tips- અહીંયા કેટલીક ટિપ્સ આપવામાં આવી છે, જેની મદદથી તમે લાંબુ જીવન જીવી શકો છો

  • Share this:
Healthy And Longer Life Tips Key For Longer Life : અનેક લોકો એવું માને છે, કે ઉંમર (Age)નો જિનેટિક સાથે સંબંધ હોય છે. જો તમારા માતા-પિતા વધુ ઉંમર સુધી (health news) જીવિત રહે તો, તમે પણ લાંબા સમય સુધી જીવિત (Longer Life) રહી શકો છો. વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો જેનેટીક અને ઉંમરનો સંબંધ ખૂબ જ ઓછા સમય સુધીનો હોય છે. હેલ્થલાઈન (Healthline) મેગેઝીન અનુસાર ઉંમર સંપૂર્ણ રીતે લાઈફસ્ટાઈલ, (lifestyle) ખાણીપીણી અને પર્યાવરણ પર આધારિત હોય છે. એક સંશોધન અનુસાર લૉ-કેલરીયુક્ત ભોજન કરવાથી (Health Tips) લાઈફ સ્પેમ અધિક રહે છે. લૉ-કેલરીયુક્ત ભોજન કરવાથી અનેક બીમારીઓ સામે રક્ષણ મળે છે. અહીંયા કેટલીક ટિપ્સ આપવામાં આવી છે, જેની મદદથી તમે લાંબુ જીવન જીવી શકો છો.

લૉ-કેલરી ડાયટ

ભોજનમાંથી કેલરી કટ કરવી જરૂરી છે. જો તમે વર્કઆઉટ કરીને કેલરી બર્ન કરી રહ્યા છો અથવા ઓછી કેલરીયુક્ત ભોજન કરો છો, તો તમે અધિક ઉંમર સ્વસ્થ રહી શકો છો અને લાંબુ જીવન જીવી શકો છો.

ભરપૂર ઊંઘ

સામાન્ય માણસે રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. આ કારણોસર ઊંઘવાનો અને ઉઠવાનો સમમય નક્કી કરી લો અને તે ટાઈમટેબલને અનુસરો.

આ પણ વાંચો - કસરત કરવામાં આળસ થાય છે? તો પથારીમાં સુતા સુતા આવી રીતે કરો કેલરી બર્ન

કેફીન અને દારૂનું સેવન ન કરવું

લાંબુ જીવન જીવવા માટે તમારે કેફીન અને દારૂથી દૂર રહેવું જોઈએ. ચા અને કોફીમાં નિકોટીન તથા કેફીન જેવા પદાર્થ રહેલા હોય છે. દારૂના વધુ પડતા સેવનથી કિડની પર અસર થઈ શકે છે અને તમે બીમારી પડી શકો છો.

તણાવ (Stress) ન અનુભવો

દરેક વ્યક્તિના જીવનમાં સ્ટ્રેસ હોય છે. આ પ્રકારની પરિસ્થિતિને મેનેજ કરતા શીખો અને સ્ટ્રેસ ફ્રી રહો. લાંબુ જીવન જીવવા માટે સ્ટ્રેસ ફ્રી રહેવું જરૂરી છે.

એક્ટિવ રહો

હંમેશા એક્ટિવ રહો. શારીરિક રીતે એક્ટિવ રહો, તો શરીરનું તમામ અંગ સ્વસ્થ અને મજબૂત રહેશે. જેનાથી તમને યોગ્ય ઊંઘ આવશે અને સ્ટ્રેસ ફ્રી પણ રહેશો.

હંમેશા ખુશ રહો

દરેક વ્યક્તિએ શારીરિક રીતે સ્વસ્થ હોવાની સાથે સાથે માનસિક રીતે પણ સ્વસ્થ હોવું જરૂરી છે. આ કારણોસર હંમેશા ખુશ રહો. સોશિયલી એક્ટિવ રહો અને વાતચીત કરતા રહો.
First published: