Home /News /lifestyle /5 G and cancer: શું 5જી નેટવર્કથી નીકળતા રેડિયેશનથી છે કેન્સરનો ખાતરો?

5 G and cancer: શું 5જી નેટવર્કથી નીકળતા રેડિયેશનથી છે કેન્સરનો ખાતરો?

5G નેટવર્ક અને કેન્સર

Do mobile phone increase cancer risk: 1990 થી મોબાઈલ ફોનનો ઉપયોગ વધ્યો ત્યારથી લોકો હંમેશા આ પ્રશ્નમાં રસ લેતા હોય છે, હવે લોકોમાં સવાલ છે કે શું 5G નેટવર્કથી કેન્સરનું જોખમ વધુ છે. આ અંગે ઘણા અભ્યાસ કરવામાં આવ્યા છે. 5G નેટવર્કમાંથી કેન્સર સિગ્નલ માત્ર અભ્યાસમાં જ સ્વીકારવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
    5 જી નેટવર્ક શરુ થયાની સાથે જ એને લઇ ખુબ વિવાદ થઇ રહ્યો છે. પર્યાવરણવિદોનો દાવો છે કે 5 જી નેટવર્ક કેન્સરના જોખમને વધારી દેશે. પરંતુ શું આ સાચું છે? 1990માં મોબાઈલ ફોનનો ઉપયોગ વધવા લાગ્યો. કહેવામાં આવ્યું કે મોબાઈલના ટાવરમાંથી નીકળતા રેડિયો ફ્રીક્વેંસીના કારણ બની શકે હસે. જો કે સેલ ફોનમાં જે રેડિયો તરંગોનું ઉત્સર્જન થાય છે ત્યાં ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમના ક્ષેત્રમાં હોય છે. બીજા, ત્રીજા અને ચોથા જનરેશનના સેલ ફોનની ફ્રીક્વેંસી 0.7થી 2.7 ગીગાહર્ટઝ સુધી રહે છે. પરંતુ 5જી નેટવર્કમાં આ વધીને 80 ગીગાહર્ટઝ સુધી પહોંચી જાય છે. તો શું વધુ ગીગાહર્ટઝના કારણે કેન્સરનું જોખમ વધી જાય છે.

    WHO અભ્યાસમાં કોઈ પુરાવા નથી

    મુંબઈની એક પ્રખ્યાત હોસ્પિટલના ડૉક્ટર ડેલનાઝ ડાભર ઈન્ડિયન એક્સપ્રેસની ખબરમાં કહે છે કે આ ચર્ચા હંમેશા એક મુદ્દો રહ્યો છે પરંતુ મોબાઈલ ફોનમાંથી નીકળતું રેડિયેશન નોન-આયનાઈઝિંગ રેડિયો તરંગો છે. તે માઇક્રોવેવની જેમ તરંગો બહાર કાઢે છે. જ્યારે આ મુદ્દે હોબાળો થયો ત્યારે WHOએ 1996માં ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફિલ્ડ્સ પર એક પેનલની રચના કરી. ત્યારથી લઈને અત્યાર સુધી અનેક સંશોધનો થયા છે. આ સંશોધનોમાં એ વાતની તપાસ કરવામાં આવી હતી કે શું મોબાઈલ ફોનમાંથી નીકળતી તરંગો કેન્સરનું કારણ બની શકે છે. ઈન્ડિયન જર્નલ ઓફ ઓક્યુપેશનલ એન્ડ એન્વાયર્નમેન્ટલ મેડિસિનમાં પ્રકાશિત 2016ના અભ્યાસમાં જણાવાયું છે કે મોબાઈલ ફોનથી કેન્સર થાય છે તે સાબિત કરવા માટે એવું કોઈ સત્ય નથી.

    આ પણ વાંચો: રૂટિનમાં થતી આ ભૂલોથી તમે બની શકો છો કેન્સરનો ભોગ, આજે જ સુધારી દો આ આદતો



    પુરી રીતે સત્ય નથી

    MSKC જર્નલમાં પણ આવો જ દાવો કરવામાં આવ્યો હતો. યુકેના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સેલ ફોન રેડિયેશન મગજની ગાંઠોનું કારણ બની શકે છે. તેને ગ્લિઓબ્લાસ્ટોમા મલ્ટીફોર્મ કહેવામાં આવે છે. જો કે, આ અભ્યાસ પણ કોઈ ચોક્કસ પરિણામ સાબિત કરી શક્યો નથી. ડૉ. ડેલનાઝ ડાભરે કહ્યું કે કેન્સરના કેસોની વધતી સંખ્યા માટે સેલ્યુલર ફોનના વધતા ઉપયોગને જવાબદાર ગણવું ખોટું છે. તેમણે કહ્યું કે તે સત્ય નથી કે 5G નેટવર્કથી કેન્સર થાય છે. કારણ કે જીવનશૈલી, ખરાબ વ્યસન, સૂર્યપ્રકાશ, અન્ય ઘણા વાયરલ ચેપ પણ કેન્સરનું કારણ બની શકે છે.
    Published by:Damini Patel
    First published:

    Tags: 5G phone, Cancer, Lifestyle

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन