Home /News /lifestyle /5 વર્ષની ચેન્નઇની આર્ચર શૂટરે 13 મિનિટમાં 111 એરો ચલાવ્યાં, તે પણ ઉંધા લટકીને..

5 વર્ષની ચેન્નઇની આર્ચર શૂટરે 13 મિનિટમાં 111 એરો ચલાવ્યાં, તે પણ ઉંધા લટકીને..

5 વર્ષની સંજના સતિષ

ચેન્નઇનાં પાંચ વર્ષનાં બાળકે ઉપર ઉંધા લટકીને 13 મિન્ટ 15 સેકન્ડમાં 111 એરો ચલાવી રેકોર્ડ સર્જી દીધો છે. તેમાં પણ ખાસ વાત એ છે કે, તેણીએ અદ્ધર ઉંધા લટકીને આ એરો ચલાવ્યાં છે.

બાયજુ યંગ જિનિયસ: ચેન્નઇનાં પાંચ વર્ષનાં બાળકે ઉપર ઉંધા લટકીને 13 મિન્ટ 15 સેકન્ડમાં 111 એરો ચલાવી રેકોર્ડ સર્જી દીધો છે. તેમાં પણ ખાસ વાત એ છે કે, તેણીએ અદ્ધર ઉંધા લટકીને આ એરો ચલાવ્યાં છે.

આ પાંચ વર્ષની દીકરીનું નામ સંજના છે. જેને સ્વતંત્રતા દિવસે જિનિયસ વર્લ્ડ રેકોર્ડ મળ્યો હતો. આ સમયે આર્ચરી એસોશિએશન ઓફ ઇન્ડિયાનાં (AAI) સેક્રેટરી જનરલ પ્રમોદ ચાંદુરકર ચીફ ગેસ્ટ હતાં. તે ઉપરાંત દિલ્હી આર્ચરી અસોશિયેશનનાં પ્રમુખ વિરેન્દ્ર સચદેવ પણ ત્યાં હાજર હતાં.

જ્યારે AAIનાં ચેરમેને અને જજીસ કમિટીનાં ડૉ. જોરીસે આ ઇવેન્ટ ઓનલાઇન જોઇ હતી. જજ પેનલનાં અન્ય સભ્ય સીએસ મનિયમ (વર્લ્ડ આર્ચરીનાં ખંડ જજ) દ્વારા આ આખી સ્પર્ધાનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.

સંજનાનાં ટ્રેનર શિહાન હુસૈનીનાં જણાવ્યાં અનુસાર, સામાન્ય રીતે વર્લ્ડ કોમ્પિટિશન અને નેશનલ કોમ્પિટિશનમાં ટ્રેઇન્ડ આર્ચર દ્વારા ચાર મિનિટમાં છ એરો ચલાવવામાં આવ્યાં હતાં. જેનો અર્થ થાય છે. તેમણે 20 મિનિટમાં 30 એરો ચલાવ્યા હતાં. તેથી તેમણે કહ્યું કે, અમે સંજનાની ઉપલ્બધી અંગે જિનિયસ વર્લ્ડ રેકોર્ડમાં પણ આંકડા મોકલીશું.



સંજનાનાં પિતા પ્રેમનાં જણાવ્યાં અનુસાર, સંજના 10 વર્ષની થશે ત્યાં સુધીમાં તે દર સ્વતંત્રતા દિવસે એક રેકોર્ડ પોતાનાં નામે કરશે. પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, સંજના 10 વર્ષની થશે તે બાદ તેને ઓલ્યમ્પિક માટે તૈયાર કરીશું તે 2032નાં ઓલ્યમ્પિક માટે તૈયારી કરશે. અને દેશ માટે ગોલ્ડ જીતીને લાવશે. અને દેશને ગર્વ અપાવશે.

સોશિયલ મીડિયા પર સંજનાનાં સમાચાર પણ વાયુવેગે વાયરલ થયા છે એટલું જ નહીં સૌ કોઇ સંજનાનાં ખુબ જ વખાણ પણ કરી રહ્યાં છે.
First published:

Tags: Byjus, Dubai, Indian