સુખી લગ્નજીવન જાળવી રાખવા માટે અનુસરો આ 5 ટીપ્સ

પ્રતિકાત્મક તસવીર

લગ્નના બંધનમાં જીવનસાથી મિત્રતા, પ્રેમ અને સમજણની આશા રાખે છે, તેથી વ્યક્તિએ સારો વ્યવહાર રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે

  • Share this:
મિત્ર હોય, ભાઈ બહેન હોય કે પછી આપણા સહકર્મચારી હોય, દરેક સંબંધમાં ઉતાર-ચડાવ આવે છે. તે પરિસ્થિતિમાં આપણે કેવી રીતે વર્તીએ છીએ તેનાથી ખૂબ જ પર ફરક પડે છે. લગ્નમાં બે વ્યક્તિઓ એકબીજાને જીવનભર સાથ આપવાના વચન આપે છે, આ પરિસ્થિતિમાં ઉતાર ચડાવ આવવા તે ખૂબ જ સામાન્ય અને સ્વાભાવિક વાત છે. લગ્નના બંધનમાં જીવનસાથી મિત્રતા, પ્રેમ અને સમજણની આશા રાખે છે, તેથી વ્યક્તિએ સારો વ્યવહાર રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિવાહિત પુરુષો અને મહિલાઓએ તમામ પરિસ્થિતિને ભાવુકતાથી હેન્ડલ કરવી જોઈએ. જો તમે તમારા જીવનસાથી સાથે તમારા બંધનને વધુ મજબૂત કરવા ઈચ્છો છો, તો અહીં જણાવવામાં આવેલ ટીપ્સ તમને ખૂબ જ લાભદાયી થઈ શકે છે.

કમ્યુનિકેટ

તમારા પાર્ટનર સાથે ખુલીને વાતચીત કરો. મોટાભાગની લડાઈ અને ગેરસમજણને વાતચીત કરીને દૂર કરી શકાય છે. તમારા જીવનસાથી સાથે તે મુદ્દા અંગે વાતચીત કરતા પહેલા તમારે એકદમ શાંત થવું ખૂબ જ જરૂરી છે.

જીવનસાથી સાથે મહત્વનો સમય પસાર કરો

આધુનિક જીવનશૈલીને કારણે જીવનસાથી એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી શકતા નથી. આ પરિસ્થિતિને સ્વીકારીને સપ્તાહમાં એક દિવસની પસંદગી કરો અને જે સમયે તમે બંને સાથે રહી શકતા હોવ તે સમય નક્કી કરીને એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરો. આ સમય દરમિયાન તમારી મનપસંદની વસ્તુઓ કરો, જેમ કે એકસાથે ભોજન બનાવવું, મૂવી જોવું, કોઈ ગેમ રમવી અથવા તમે લોન્ગ ડ્રાઈવ પર પણ જઈ શકો છો.

આ પણ વાંચો - Dance Deewane 3ના સેટ પર જયારે રેખાએ કહ્યું, 'અમિત મારો પ્રેમ છે અને પ્રેમ મારી કિસ્મત...'

તમારા પ્રેમને અભિવ્યક્ત કરો

તમારા હાથથી લખેલો પ્રેમભર્યો મેસેજ લખીને આપો, અથવા તમારા જીવનસાથીને ચોકલેટ બોક્સ અથવા ગુલાબનો ગુલદસ્તો ભેટ તરીકે આપીને તમે તમારા જીવનસાથી પ્રત્યેનો પ્રેમ અભિવ્યક્ત કરી શકો છો. આ પ્રકારે પ્રેમભરી ભેટ આપવાથી તમારુ જીવનસાથી ખુશ થશે અને તમારા સંબંધમાં સ્નેહ પણ રહેશે.

સ્વીકાર કરો

કોઈપણ વ્યક્તિ પરફેક્ટ નથી હોતી અને બે લોકો ક્યારેય પણ એકસમાન ના હોઈ શકે. તમારા જીવનસાથીની કેટલીક આદતો તમને પસંદ ના આવતી હોય અથવા તેનાથી ઊંધુ પણ હોઈ શકે છે. તમારી અવાસ્તવિક આશાઓને તમારા સંબંધ પર હાવી ના થવા દો અને તમારુ જીવનસાથી જેવું છે તેવો જ તેનો સ્વીકાર કરો.

સંબંધમાં થોડીક સ્પેસ પણ જરૂરી છે

પ્રત્યેક વ્યક્તિને પોતપોતાની એક અલગ સ્પેસ હોય છે. ક્યારેક ક્યારેક પોતાની (Self) સાથે પણ ક્વોલિટી સમય પસાર કરવો જરૂરી છે.
First published: