Home /News /lifestyle /

Health: અપનાવો આ 5 Unsaturated Cooking Oil, જે ઓછું કરશે High Cholesterol

Health: અપનાવો આ 5 Unsaturated Cooking Oil, જે ઓછું કરશે High Cholesterol

અપનાવો આ 5 Unsaturated Cooking Oil, જે ઓછું કરશે High Cholesterol

Healthy Cooking oil: સ્વસ્થ ખોરાક ખાવા માટે આપણે સૌ ઓછા તેલમાં બનાવેલા ખોરાકનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તેમ છતાં પણ ઘણા લોકો એવા હોય છે કે તેને વધુ ઓઇલી ખાવાનું પસંદ પડે છે. તો આવા લોકોએ અનસેચ્યુરેટેડ ફેટ વાળા તેલનો ઉપયોગ કરવો જોઈએ.

    Best cooking oil for health: આપણે ગુજરાતી સહિત દરેક ભારતીય લોકો ઓઇલી ખાવાના શોખીન છે. ભારતના કોઈ પણ ભાગની આપણે વાનગી જોઈશું તો મોટા ભાગે ભારે તેલમાં તળેલી કે બનેલી હશે. શાક, પકોડા, ભજીયા, ચિપ્સ, ફાસ્ટ ફૂડ, થી લઈને દરેક વેજ - નોન વેજ આઇટમમાં ઘણો જ તેલનો ઉપયોગ થાય છે. જેના કારણે હાઈ બ્લડપ્રેશર, હાર્ટ એટેક, કોરોનરી આર્ટરી ડિસીઝ, ટ્રિપલ વેસલ ડિસીઝ અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનો ભય રહે છે. તૈલી ખોરાક આપણા લોહીમાં લો ડેન્સિટી લિપોપ્રોટીન (LDL) નું સ્તર હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન (HDL) કરતા વધારે છે, જે એક મોટો ખતરો સંકેત છે.

    સેચ્યુરેટેડ ફેટ (Saturated fat) થી ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે


    બજારમાં ઘણા એવા રસોઈ તેલ છે જે ઓછી ચરબી અથવા આરોગ્યપ્રદ હોવાનો દાવો કરે છે, પરંતુ તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે. તેનું કારણ એ છે કે આ તેલમાં સંતૃપ્ત ચરબી (સેચ્યુરેટેડ ફેટ) જોવા મળે છે, બે આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે બિલકુલ સારી નથી. તેથી, સેચ્યુરેટેડ ફેટ એ સારા સ્વાસ્થ્ય માટે વધુ સારો વિકલ્પ છે. આ તેલના સેવનથી લો ડેન્સિટી લિપોપ્રોટીન (LDL) ની માત્રા ઘટાડી શકાય છે.

    આ પણ વાંચો:  Onion Rings Recipe: શું તમે ક્યારેય નાસ્તામાં ઓનિયન રિંગ્સ ટ્રાય કરી છે? આ રહી સરળ રેસીપી

    કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે આ 5 રસોઈ તેલ ખાઓ


    ભારતના પ્રખ્યાત ન્યુટ્રિશન એક્સપર્ટ 'નિખિલ વત્સ'એ ZEE NEWSને જણાવ્યું કે રસોઈના કયા તેલ છે જેમાં અસંતૃપ્ત ચરબી જોવા મળે છે, જેને હેલ્ધી ઓપ્શન ગણી શકાય.

    1. ઓલિવ ઓઇલ
    2. સૂર્યમુખીનું તેલ
    3. મકાઈનું તેલ
    4. સફેદ સરસવનું તેલ
    5. સિંગ તેલ

    હાઇ કોલેસ્ટ્રોલ ઘટાડવાની અન્ય રીતો


    વધુ ને વધુ ફાઈબરયુક્ત ખોરાક લો.
    જંક અને ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળો.
    દરરોજ કસરત અને ભારે વર્કઆઉટ કરો.
    વધુ ને વધુ બીટા ગ્લુકેન ખોરાક લો.
    આજે જ દારૂ પીવાનું વ્યસન છોડી દો.
    Published by:Rahul Vegda
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन