Home /News /lifestyle /

Weight Gain Protein Shake: જરૂરથી વધારે દુબળા છો તો વજન વધારવામાં આ 5 પ્રોટિશ શેક કરી શકે છે તમારી મદદ

Weight Gain Protein Shake: જરૂરથી વધારે દુબળા છો તો વજન વધારવામાં આ 5 પ્રોટિશ શેક કરી શકે છે તમારી મદદ

વજન વધારવા માટે ઉપયોગી પાંચ પ્રોટીન શેક

Protein Shakes For Weight Gain : અમે તમને 5 પ્રકારના પ્રોટીન શેક (Protein Shake) વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે તમને જલ્દીથી જલ્દી વજન વધારવા (Weight Gain)માં મદદ કરી શકે છે.

    Protein Shakes For Weight Gain: આ દુનિયામાં દરેક પ્રકારના લોકો છે. જો કોઈ પોતાના વધતા વજનથી પરેશાન છે, તો ઘણા એવા લોકો છે જેઓ ખૂબ જ પાતળા છે અને તેમના દુબળાપણથી પરેશાન છે. વજન વધારવા માટે તેઓ ડાયટમાં વિવિધ વસ્તુઓનો સમાવેશ કરે છે. જીમમાં પણ સખત મહેનત કરતા હોય છે. આમ છતાં તેઓ વજન વધારવામાં સફળ થઈ શકતા નથી. જો કે કેટલીક એવી વસ્તુઓ છે જે તમને ઝડપથી વજન વધારવામાં મદદ કરી શકે છે અને તેમાંથી એક પ્રોટીન શેક છે.

    આજે આ આર્ટિકલમાં અમે તમને 5 પ્રકારના પ્રોટીન શેક (Protein Shake) વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે તમને જલ્દીથી જલ્દી વજન વધારવા (Weight Gain)માં મદદ કરી શકે છે. તો ચાલો જોઈએ કે વજન વધારવા માટે તમારે દરરોજ કયા પ્રોટીન શેકને ડાયટમાં સામેલ કરવા જોઈએ.

    ડાર્ક ચોકલેટ બદામ પ્રોટિન શેક

    આ એક એવો પ્રોટીન શેક છે જે ડાર્ક ચોકલેટ (Dark chocolate) અને બદામના બટર (Almond butter) માંથી તૈયાર કરવામાં આવે છે. જે જલ્દી વજન વધારવામાં ખૂબ જ મદદરૂપ છે. તેમાં ઘણી બધી કેલરી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ચરબી હોય છે.

    પીનટ બટર બનાના શેક

    પીનટ બટર બનાના શેક (Peanut butter banana shake) પણ એક હાઈ પ્રોટીન શેક છે, જે વજન વધારવામાં ખૂબ જ ઝડપથી અસર પણ દેખાડે છે. તમે આ શેકને ખૂબ જ ઓછા ભાવે ઘરે સરળતાથી તૈયાર કરી શકો છો.

    અવોકાડો ચોકલેટ પ્રોટિન શેક

    વજન વધારવા માટે તમે તમારા આહારમાં એવોકાડો ચોકલેટ પ્રોટીન શેક પણ સામેલ કરી શકો છો. આ શેક તમને તમારું વજન ઝડપથી વધારવામાં મદદ કરી શકે છે. આમાં તમે એવોકાડો સાથે ચોકલેટનો ઉપયોગ કરી શકો છો.

    બનાના, મેન્ગો અને સ્ટ્રોબેરી શેક

    બનાના, મેન્ગો અને સ્ટ્રોબેરી પ્રોટીન શેક વજન વધારવા માટે એક શ્રેષ્ઠ ઉપાય છે. તેને તમારા દૈનિક આહારમાં સામેલ કરવાથી તમારું વજન ઝડપથી વધી શકે છે. આ પ્રોટીન શેક બનાવવામાં પણ ખૂબ જ સરળ છે અને તે થોડીવારમાં તૈયાર થઈ જાય છે.

    આ પણ વાંચોParenting Tips: એકથી ત્રણ વર્ષના બાળકો માટે વરદાન છે ચોખાનું ઓસામણ, ફેંકો નહીં આ રીતે પીવડાવો

    કેળું હંમેશાથી વજન વધારવા માટે જાણીતું છે. કેળાની સાથે તમે શેક બનાવવા માટે સ્ટ્રોબેરીનો પણ ઉપયોગ કરી શકો છો. આ ખાટો-મીઠો પ્રોટીન શેક જેટલો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેટલો જ તે સ્વાદમાં પણ સારો છે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ન્યૂઝ18 આની પુષ્ટિ કરતું નથી. આનો અમલ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
    First published:

    Tags: Healthy lifestyle, Lifestyle gujarati news, Lifestyle News, Protein, Protein shakes, Weight gain, Weight gain tips

    આગામી સમાચાર