આજના સમયમાં મોટાભાગના લોકો પોતાની ત્વચા અને વાળ અંગે ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે. પોતાની જાતને પ્રેમ કરવો ખૂબ જ જરૂરી છે. કેટલીક બાબતો એવી હોય છે કે, જે ક્યારેય પણ આપણા હાથમાં હોતી નથી. આ કારણોસર તે બાબતો અંગે ક્યારેય પણ ચિંતા ના કરવી જોઈએ. ડર્મેટોલોજીસ્ટ Dr. Gurveen Waraich એ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ અંગે કેટલીક મહત્વની બાબતો જણાવી છે. તમે આ લિંક https://www.instagram.com/p/CVcQCrgrx0j/ પરથી આ બાબતો વિશે જાણી શકો છો. પોસ્ટની વિગતવાર માહિતી અહીં રજૂ કરવામાં આવી છે.
પ્રિ-મેન્સ્ટ્રુઅલ બ્રેકઆઉટ્સ- મહિલાઓને દર મહિને માસિક આવે તે પહેલા કેટલાક ફેરફાર થવા તે એક સામાન્ય બાબત છે, તેમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ડૉ.ગુરવીન જણાવે છે કે, મૂડમાં ફેરફાર થવો, બ્રેકઆઉટ થવું અથવા ખીલ થવા તે એક સામાન્ય બાબત છે. તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે, માસિક આવે તે પહેલા એસ્ટ્રોજન (મહિલા હૉર્મોન્સ)ના સ્તરમાં ઘટાડો થવો અને ટેસ્ટોસ્ટેરોનના સ્તર (પુરુષ હૉર્મોન્સ) માં વધારો થવાને કારણે બ્રેકઆઉટ થાય છે. માસિક આવ્યાના એક થી બે અઠવાડિયા પહેલા આ પ્રકારના ફેરફાર થવા તે એક સામાન્ય બાબત છે. માસિક આવ્યા બાદ આ પ્રકારની સમસ્યા જાતે જ સરખી થઈ જાય છે. જો તમને ખીલની વધુ પડતી સમસ્યા થઈ રહી છે, જો તમારે ત્વચાના ડૉકટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.
વાળનો ગ્રોથ- મહિલા અને પુરુષ પોતાના વાળના ગ્રોથને લઈને ખૂબ જ પઝેસિવ હોય છે. ડૉ.ગુરવીને જણાવ્યું કે, વાળનો ગ્રોથ વ્યક્તિના ફોલિકલ એનાજેનના વિકાસ પર આધારિત હોય છે. સ્કેલ્પના વાળ માટેનો એનાજેન ફેઝ બે થી સાત વર્ષ સુધીનો હોઈ શકે છે.
સ્કીન પોર્સ- સામાન્ય રીત સ્કીન પર એકદમ નાના પોર્સ જોવા મળતા હોય છે, જેને સ્કીન પોર્સ કહેવામાં આવે છે. અનેક લોકો આ સમસ્યાને લઈને ચિંતિત જોવા મળે છે. ડૉ.ગુરવીન જણાવે છે કે, સ્કીન પોર્સ એ એક પ્રાકૃતિક બાબત છે અને તે ખૂબ જ જરૂરી છે. ઓઈલી સ્કીનવાળી વ્યક્તિઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. ઉંમર પ્રમાણે સ્કીન પોર્સ જોવા મળે છે. સ્કીન પોર્સથી કાયમી છુટકારો મેળવી શકાતો નથી. જો ત્વચાની યોગ્ય સારસંભાળ રાખવામાં આવે તો આ સમસ્યામાં ઘટાડો થઈ શકે છે.
વાળ ખરવા- તણાવ અથવા શરીરમાં હૉર્મોન્સમાં ફેરફાર થવાને કારણે વાળ ખરવા લાગે છે. વાળ ખરવા પાછળના અન્ય કારણ પણ હોઈ શકે છે. વાળ ખરવા તે વાળના ગ્રોથની સાયકલનો જ એક ભાગ છે. વાળના ગ્રોથના ચાર સ્ટેજ હોય છે.
એનાજેન (ગ્રોથનો તબક્કો)
કેટાજેન (ટ્રાન્ઝીશનલ તબક્કો)
ટેલોજેન (રેસ્ટીંગ તબક્કો)
એક્સોજેન (વાળ ખરવાનો તબક્કો)
ડૉ.ગુરવીને જણાવ્યું કે, વાળની જ્યારે આ સંપૂર્ણ સાયકલ પૂર્ણ થાય ત્યારે વાળ ખરી જાય છે. નિયમિત 100-150 વાળ ખરવા તે એક સામાન્ય બાબત છે.
નેચરલ સ્કીન કલર- બજારમાં અનેક પ્રકારના સૌંદર્ય ઉત્પાદનો મળી રહ્યા છે. સ્વાસ્થ્યપ્રદ રીતથી દરેક વ્યક્તિની સ્કીનનો યુનિક સ્કીન કલર જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે. ડૉ.ગુરવીને જણાવ્યું છે કે, સ્કીન ટોન અને ગોરાપણું આ બંને બાબતોમાં ખૂબ જ અંતર રહેલું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Health Tips, Lifestyle