ચશ્માને દૂર કરી દેશે આ 5 થેરેપી અને હેલ્થી થઇ જશે આંખો, તમે પણ કરો એપ્લાય

આંખોના નંબર ઘટાડવા માટે આ થેરાપીનો કરો ઉપયોગ. (પ્રતિકાત્મક તસવીર)

ખરાબ ડાયટ (Unhealthy Diet)ના કારણે તમારી આંખોના ચશ્માના નંબર (eye Glasses) વધતા જાય છે. પરંતુ આજે અમે તમને જણાવીશું એવી કઇ થેરેપી (Therapy to Prevent power of glasses)નો ઉપયોગ કરીને તમે તમારા ચશ્માના નંબર ઘટાડી શકો છો.

  • Share this:
તમે તમારા સ્વાસ્થ્ય (Health) પ્રત્યે કેટલા જાગૃત છો તે તમારી આંખો દર્શાવી દેશે. જી હાં, એક સ્વસ્થ શરીરની ઝલક તમારી આંખો (Healthy Eyes) દ્વારા જોઇ શકાય છે. જો તમે હેલ્થી હશો તો તમારી આંખોમાં તેની ચમક કંઇક અલગ જ દેખાશે અને જો તમે બીમાર હશો તો તમારી આંખો થોડી થાકેલી લાગે છે. તેનાથી પણ મોટી સમસ્યા છે આંખો પર લાગેલા ચશ્મા. ખરાબ ડાયટ (Unhealthy Diet)ના કારણે તમારી આંખોના ચશ્માના નંબર (eye Glasses) વધતા જાય છે. પરંતુ આજે અમે તમને જણાવીશું એવી કઇ થેરેપી (Therapy to Prevent power of glasses)નો ઉપયોગ કરીને તમે તમારા ચશ્માના નંબર ઘટાડી શકો છો.

નેત્રધારા થેરેપી Netradhara Therapy)

જો તમે સતત વધી રહેલા આંખોના નંબરથી પરેશાન છો તો નેત્રધારા થેરેપી તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ થેરેપી માટે તમારી બંને આંખમાં તેલનો પાતળો પ્રવાહ 5-6 ઇંચની ઉંચાઈથી નાકની કેન્થસ પર સતત 2 થી 3 મિનિટ સુધી રેડો. જે તમારી આંખની ચેનલ સાફ કરશે. આ પ્રક્રિયા સેલ્યુલર સ્તરે ડિટોક્સિફિકેશન માટે પણ કામ કરે છે.

અંજના થેરેપી (Anjana Therapy)

અંજના થેરેપી પણ આંખોના નંબર દૂર કરવામાં ફાયદાકારક છે. આ થેરેપીમાં વપરાતી દવા મિનરલ્સ, ધાતુ અને જડીબુટ્ટીઓમાંથી બનાવવામાં આવે છે. આ તમામને મિક્સ કરીને એક પેસ્ટ બનાવો અને તેને તમારી આંખો પર લગાવો. તેનાથી તમારી આંખોના નંબર ઝડપથી દૂર થશે.

આ પણ વાંચો: શરીર થાકી ગયું હોવાની જાણ કઈ રીતે થાય છે? સ્ટડીમાં સામે આવ્યા ચોંકાવનાર તારણો

અશ્યોતન થેરેપી (Aschyotana Therapy)

હેલ્થી ડાયટ અને કસરત કરવા છતા જો ચશ્માના નંબર ઘટી રહ્યા નથી તો અશ્યોતન થેરેપી તમારા માટે રામબાણ ઇલાજ બની શકે છે. આ થેરેપીમાં જડીબુટ્ટીઓના મિશ્રણથી એક પ્રવાહી ઔષધિ તૈયાર કરવામાં આવે છે, જેના 8-10 ટીપા નાકના કેંથસ પર નાખવામાં આવે છે. તેના દ્વારા તમારી આંખોના સેલ્સ સાફ કરવામાં મદદ મળશે.

તર્પણ થેરેપી (Tharpana Therapy)

આંખોની રોશની વધારવાની સાથે આંખોને ઠંડક પણ આ થેરેપી દ્વારા પહોંચે છે. આ થેરાપીમાં આંખોની આસપાસ લોટ વડે ડીપ શેપ બનાવવામાં આવે છે. ત્યાર બાદ જડીબુટ્ટીઓમાંથી તૈયાર કરેલી દવા અંદર મૂકવામાં આવે છે અને થોડીવાર માટે રાખી દેવામાં આવે છે. તેનાથી આંખોના કોષોને પોષણ મળે છે, જે આંખોની રોશની વધારવામાં ઉપયોગી છે.

આ પણ વાંચો: થાક અને આળસની સમસ્યાથી દૂર કરવા માટે ફોલો કરો આ ટીપ્સ, એનર્જી લેવલ ફટાફટ વધશે

સિરોધારા થેરેપી (Shirodhara Therapy)

આ થેરેપી આંખ સહિત અનેક સમસ્યાઓ માટે ફાયદાકારક છે. આ થેરાપીમાં દર્દીને ટેબલ પર સુવડાવવામાં આવે છે, ત્યારબાદ લગભગ 45 મિનિટ સુધી તેના કપાળ પર દવાયુક્ત તેલ નાખવામાં આવે છે. જોકે ઘણા લોકો તેને થોડું ખતરનાક પણ માને છે.
Published by:kuldipsinh barot
First published: