Weak Lungs Symptoms: શું તમારા ફેફસાં થઇ રહ્યા છે ખરાબ? આ 5 સંકેતોથી ઓળખો
Weak Lungs Symptoms: શું તમારા ફેફસાં થઇ રહ્યા છે ખરાબ? આ 5 સંકેતોથી ઓળખો
શું ફેફસા થઇ રહ્યાં છે ખરાબ
Wakening Lungs : જો ફેફસાંમાં થોડી પણ સમસ્યા હોય તો તેની અસર આખા શરીર પર પડે છે. માત્ર શ્વાસની તકલીફથી જ નહીં, તમારા ફેફસાં યોગ્ય રીતે કામ કરી રહ્યાં છે કે નહીં તે અન્ય ચિહ્નોથી પણ જાણી શકાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ફેફસાંમાંથી લોહી (Weak Lungs Symptoms) દ્વારા ઓક્સિજન શરીરના દરેક ખૂણે અને કોષો સુધી પહોંચે છે. જો ફેફસાં યોગ્ય રીતે કામ ન કરે તો તેનાથી મૃત્યુનું જોખમ રહે છે.
જો ફેફસાંમાં થોડી પણ સમસ્યા હોય તો તેની અસર આખા શરીર પર પડે છે. માત્ર શ્વાસની તકલીફથી જ નહીં, તમારા ફેફસાં યોગ્ય રીતે કામ કરી રહ્યાં છે કે નહીં તે અન્ય ચિહ્નોથી પણ જાણી શકાય છે. જો તમે કોરોના સંક્રમણથી પીડિત છો તો તમારા માટે તે જાણવું વધુ જરૂરી છે. તો ચાલો જાણીએ કે જો ફેફસાં ખરાબ હોય તો શરીરને કયા સંકેતો મળે છે અને શરીરમાં ફેફસાંનું કાર્ય શું છે.
ફેફસાંનું કાર્ય
ફેફસાં શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવાનું કામ કરે છે. ફેફસાં ઓક્સિજનને ફિલ્ટર કરે છે અને લોહી દ્વારા તેઓ પગથી મગજ સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. જો ફેફસાં ખરાબ હોય તો કાર્બન ડાયોક્સાઈડ બહાર નીકળી શકશે નહીં અને નુકસાન નિશ્ચિત છે.
ફેફસાંની નિષ્ફળતાના 5 મોટા સંકેતો
ઉધરસ - સતત ઉધરસ અથવા કફ અને લાળની ઉધરસ એ ખરાબ ફેફસાંની નિશાની છે. ટીબીને કારણે સૂકી ઉધરસ પણ થઈ શકે છે. જો ઉધરસમાં વધુ લાળ હોય અથવા લાળ સાથે લોહી આવે તો તે ફેફસાની ગંભીર સમસ્યાનો સંકેત છે. જે ક્રોનિક બ્રોન્કાઇટિસની સમસ્યા હોવાનું સૂચવે છે.
છાતીનો દુખાવો- જો તમને અચાનક છાતીમાં દુખાવો લાગે કે ભારેપણું આવે અથવા કોઈપણ દબાણ વગર દુખાવો ચાલુ રહે તો તે ફેફસાંની નિષ્ફળતાનું લક્ષણ છે. જો તમને ખાંસી અથવા છીંકતી વખતે તીવ્ર દુખાવો થાય છે, તો જરૂરથી તમારા ફેફસાંની તપાસ કરાવો.
થાક લાગવો- જો તમને બે ડગલાં ચાલ્યા પછી અથવા સીડી ચડ્યા પછી પણ થાક લાગે છે અને નબળાઈને કારણે શરીર તૂટવા લાગે છે, તો તે ફેફસાંની નિષ્ફળતાની નિશાની છે. આવું એટલા માટે થાય છે, કારણ કે શરીરના કોષોને યોગ્ય રીતે કામ કરવા માટે પૂરતો ઓક્સિજન મળતો નથી. જો ફેફસાં પણ કામ ન કરતા હોય, તો શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી. જેના કારણે શરીરમાં ઉર્જાનો અભાવ થાય છે અને તમે થાક અનુભવવા લાગો છો.
શ્વાસ લેવામાં તકલીફ- જ્યારે તમારા ફેફસાં અસ્વસ્થ હોય અને તેમાં કોઈ સમસ્યા હોય, તો તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. ફેફસાં દ્વારા તમારું શરીર ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. જો ફેફસાં યોગ્ય રીતે કામ ન કરે તો શ્વાસ લેવાની પ્રક્રિયામાં વિક્ષેપ આવે છે.
વજનમાં ઘટાડો થવો- જો શરીરનું કોઈ અંગ ખરાબ છે તો તેની અસર તમારા વજન પર પણ પડશે. જો તમને કોઈ શારીરિક સમસ્યા છે, તો તમારું વજન ઘટી શકે છે. જો ફેફસાં અસ્વસ્થ હોય તો શરીરમાં બળતરાની સમસ્યા થઈ શકે છે, જેના કારણે મસલ્સ માસ ઘટવા લાગે છે. તેનાથી વજન પણ ઘટે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર