Home /News /lifestyle /

Health: તાપમાનના વધતા પારા વચ્ચે પાણીનુ સેવન કેમ છે ખૂબ જરૂરી? જાણો 5 કારણો

Health: તાપમાનના વધતા પારા વચ્ચે પાણીનુ સેવન કેમ છે ખૂબ જરૂરી? જાણો 5 કારણો

ખુબ પાણી પીવો

Drink Lots of Water: શરીરમાં માત્ર 4% પાણીની ખોટ ડિહાઇડ્રેશન તરફ દોરી શકે છે અને 15% પર તે આ ડિહાઈડ્રેશન જીવલેણ બની શકે છે. IMD દ્વારા લોકોને પુષ્કળ પાણી પીવાની સલાહ આપી છે. ભારતીય હવામાન વિભાગે એડવાઈઝરી શેર કરી છે, જેમાં લોકોને તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી પીવું અને એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી તેમના ઘરની બહાર નીકળવાનું ટાળવા જણાવ્યું છે.

વધુ જુઓ ...
  ગરમ હવામાન હીટસ્ટ્રોક (heatstroke) અને સનબર્ન (sunburn) સહિત અનેક સ્વાસ્થ્ય જોખમોને આમંત્રણ આપે છે. ડિહાઇડ્રેશન એ ગરમી સંબંધિત સૌથી સામાન્ય તકલીફમાંની એક છે.  ગુજરાત ઉપરાંત દિલ્હીમાં, રાજસ્થાનના કેટલાક ભાગો અને કેટલાક ઉત્તરીય રાજ્યોમાં તાપમાનનો પારો 49 ડિગ્રીના આંકને વટાવી જતાં પાણીનો પીવું અત્યંત આવશ્યક બની જાય છે.

  અહેવાલો સૂચવે છે કે, શરીરમાં માત્ર 4% પાણીની ખોટ ડિહાઇડ્રેશન તરફ દોરી શકે છે અને 15% પર તે આ ડિહાઈડ્રેશન જીવલેણ બની શકે છે. IMD દ્વારા લોકોને પુષ્કળ પાણી પીવાની સલાહ આપી છે. ભારતીય હવામાન વિભાગે એડવાઈઝરી શેર કરી છે, જેમાં લોકોને તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી પીવું અને એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી તેમના ઘરની બહાર નીકળવાનું ટાળવા જણાવ્યું છે. તો પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું શા માટે જરૂરી છે? તે અહીં આપણે જાણીશું.

  1. હાઈડ્રેટેડ રહેવા માટે


  ભારતીય ઉનાળા માટે દિવસના ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણી પીવું બધા માટે યોગ્ય નથી હોતું. થમ્બ રૂલ તરીકે 35ml/kg/day એક સારું અને યોગ્ય માપ છે અને ભારતીય ઉનાળામાં તે 45ml/kg/day સુધી વધી શકે છે. માત્ર 4% પાણીની ખોટ ડિહાઇડ્રેશન તરફ દોરી શકે છે અને 15% પર આ ખોટ જીવલેણ બની શકે છે

  માઈલ્ડ ડિહાઈડ્રેશન થકાવટ અને એકાગ્રતા અને ચીડિયાપણાનુ કારણ બની જાય છે. સામાન્ય રીતે આપણા શરીરમાં મગજ, કિડની અને અન્ય અવયવો સાથે જોડાયેલી પ્રણાલી સારી રીતે કામ કરે તે માટે શરીરમાં પાણીના સ્તરને સંતુલિત અને નિયંત્રિત રાખવુ ખૂબ જરૂરી છે. ગંભીર પ્રમાણમાં શરીરનુ ડિહાઇડ્રેશન કિડની જેવા અંગોને અસર કરી શકે છે અને તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

  આ પણ વાંચો-Hair Care: વાળને સિલ્કી સ્મુધ અને મજબૂત બનાવવાં અપનાવી જુઓ આ ઘરેલું પેકનાં ઉપાય

  1. પાણી લાળ બનાવવાનુ કાર્ય કરે છે


  આપણા મોંમાંથી ખોરાકને પચાવવા અને ઓગાળવા માટે લાળની જરૂર પડે છે. આ સાથે જ પૂરતા પ્રમાણમાં લાળ મોઢાને ઈન્ફેક્શનથી પણ મુક્ત રાખે છે. ઓછું પાણી પીવાથી લાળનું ઉત્પાદન ઘટી શકે છે, જેનાથી મોં સુકાઈ જાય છે.

  1. શરીરનુ તાપમાન સામાન્ય રહે છે


  શરીરના તાપમાનને સામાન્ય રાખવા સાથે પાણીનો સીધો સંબંધ છે. ઉનાળામાં આપણને પરસેવો થાય છે અને તેથી ત્વચામાંથી પાણીની કમી થાય છે. શરીરમાં પાણીનુ પ્રમાણ જાળવવુ જરૂરી છે કેમ કે પાણી ગરમીને સારી રીતે શોષી અને ટ્રાન્સફર કરી શકે છે, માનવ શરીર તેનો ઉપયોગ તાપમાનને સ્થિર કરવા માટે કરે છે. પાણીમાં પ્રમાણમાં ઊંચી ઉષ્મા ક્ષમતા હોય છે એટલે કે તેનું તાપમાન વધે તે પહેલાં તે ઘણી બધી ગરમીને શોષી શકે છે.

  1. સૌથી સારી ડિટોક્સ ડ્રિન્ક


  પાણી પરસેવો, પેશાબ અને મળ દ્વારા નકામા પદાર્થોને બહાર ફેંકવામાં મદદ કરે છે. તે શ્રેષ્ઠ ડિટોક્સ ડ્રિન્ક છે. પાણી શુદ્ધ, સ્વચ્છ, કેલરી-મુક્ત છે અને શરીરને ટોક્સિન ફ્રી અને રેડિકલ મુક્ત છે. મેદસ્વી વ્યક્તિઓમાં યકૃતમાં સંગ્રહિત ચરબી ઘટાડવા માટે પાણીનું ડિટોક્સિંગ એ સરસ રીત છે.

  આ પણ વાંચો- Skin care: કેરીની છાલથી ત્વચાની સમસ્યાઓ થશે દૂર, જાણો ઉપયોગ કરવાની રીત અને તેનાં ફાયદા

  બ્લડ સર્ક્યુલેશન સુધારવામાં કરે છે મદદ

  પાણી બ્લડ સર્ક્યુલેશનને વેગ આપે છે, શરીરના તમામ ભાગોમાં ઓક્સિજન અને પોષક તત્વો પહોંચાડવામાં મદદ કરે છે. હાઇડ્રેટેડ રહેવાથી આખા શરીરમાં રક્ત પ્રવાહમાં સુધારો કરીને પરિભ્રમણમાં મદદ મળે છે. ગરમ પાણી ખાસ કરીને ફાયદાકારક છે કારણ કે તે નસોને ખુલ્લી કરવામાં મદદ કરે છે અને લોહીના પ્રવાહને જગ્યા આપે છે. બીજી તરફ ઠંડું પાણી નસો બંધ થવાનું કારણ બની શકે છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Blood, Body, Lifestyle, પાણી

  આગામી સમાચાર