Home /News /lifestyle /

Pre Monsoon Tips: વરસાદી મૌસમમાં પડતી મુશ્કેલીઓનો આ રીતે કરો સામનો, ચોમાસામાં ઘરની જાળવણી રાખવા જુઓ આ 5 ટિપ્સ

Pre Monsoon Tips: વરસાદી મૌસમમાં પડતી મુશ્કેલીઓનો આ રીતે કરો સામનો, ચોમાસામાં ઘરની જાળવણી રાખવા જુઓ આ 5 ટિપ્સ

જેટલી સુંદર ચોમાસાની પ્રકૃતિ હોય છે એટલા જ ખરાબ તેના અમુક પરીણામો (Problems in Monsoon) પણ છે. જેમ કે ઠેર-ઠેર શેવાળ અને ફૂગ જામી જતા પાણીજન્ય રોગો ફાટી નીકળે છે. એટલું જ નહીં, આપણા ઘરોને પણ ચોમાસાના કારણે ઘણા નુકસાનનો સામનો કરવો પડે છે.

જેટલી સુંદર ચોમાસાની પ્રકૃતિ હોય છે એટલા જ ખરાબ તેના અમુક પરીણામો (Problems in Monsoon) પણ છે. જેમ કે ઠેર-ઠેર શેવાળ અને ફૂગ જામી જતા પાણીજન્ય રોગો ફાટી નીકળે છે. એટલું જ નહીં, આપણા ઘરોને પણ ચોમાસાના કારણે ઘણા નુકસાનનો સામનો કરવો પડે છે.

વધુ જુઓ ...
  હવે ચોમાસું (monsoon in India) લગભગ આવી જ ગયું છે. દેશના ઘણા રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. તેવામાં ચોમાસામાં ઘરની આસપાસ રહેતા હરિયાળી આપણને ખૂબ પસંદ આવે છે અને વરસાદી વાતાવરણમાં વોકિંગ કરવાની પણ અલગ જ મજા છે. જેટલી સુંદર ચોમાસાની પ્રકૃતિ હોય છે એટલા જ ખરાબ તેના અમુક પરીણામો (Problems in Monsoon) પણ છે. જેમ કે ઠેર-ઠેર શેવાળ અને ફૂગ જામી જતા પાણીજન્ય રોગો ફાટી નીકળે છે. એટલું જ નહીં, આપણા ઘરોને પણ ચોમાસાના કારણે ઘણા નુકસાનનો સામનો કરવો પડે છે. લીકેજ, કબાટમાં ઉધઇ, રૂમમાં ગંધ આવવી, દિવાલો પર ભીનાશના ધાબાઓ, લાકડાના દરવાજાઓ અને ફર્નિચર બંધ ન થવા જેવી અનેક નાની મોટી સમસ્યાઓ આવે છે. આપણે આ બધી સમસ્યાઓથી બચવા માટેના ઉપાયોથી અજાણ હોવાથી મુશ્કેલીઓ પડે છે. તો અહીં અમે તમને અમુક ટીપ્સ (Tips for making home Monsoon Ready) જણાવવા જઇ રહ્યા છીએ જેના દ્વારા તમે ચોમાસામાં ઘરની સંભાળ સારી રીતે રાખી શકશો.

  પ્રી-મોન્સૂન કામગીરી


  ચોમાસાની શરૂઆત પહેલા આખા ઘરમાં લીકેજ અને અન્ય સમસ્યાઓ સંબંધિત તપાસ કરી તેનું તાત્કાલિક રીનોવેશન કરાવવું સૌથી વધુ જરૂરી છે. તેમજ ચોમાસા પહેલા તમારા ઘરોને પેઇન્ટનું કોટ કરવાનું હંમેશા યાદ રાખશો. તેનાથી દિવાલોની ​​​​તિરાડોને પૂરી શકાશે અને શેવાળ, ફૂગ અને નીંદણ પણ નહીં જામે.

  આ પણ વાંચો: Love story: ચાની ચૂસકી સાથે પ્રેમની મીઠાસ માણતા કપલની સ્વીટ વાયરલ લવ સ્ટોરી, લોકોએ મન ભરીને કર્યા વખાણ

  લાકડાના ફર્નિચરની સંભાળ


  ચોમાસા દરમિયાન તમારા લાકડાના ફર્નિચરને ક્યારેય પોલિશ કરશો નહીં કારણ કે ભેજ વાર્નિશને સૂકવવા દેશે નહીં અને તેનાથી તમારા ફર્નિચરને નુકસાન થશે. આ કામ હંમેશા ચોમાસા પહેલા કે પછી કરવું જોઈએ. ચોમાસા દરમિયાન ફર્નિચરને દરરોજ સાફ કરીને સૂકવો. જેથી તે ભેજમાં ભીંજાઈ ન જાય. ચોમાસામાં લાકડાના દરવાજા બંધ થતા નથી, તેથી તેને એક વખત શેપમાં લઇને કાપી લેવા જોઇએ.

  ભીના કપબોર્ડ


  બીજી સમસ્યા આપણા અલમારીઓ છે, જેમાં ચોમાસા દરમિયાન ભેજની ગંધ બેસી જાય છે અને તે આપણા કપડામાં પણ આવવા લાગે છે. નેપ્થાલિન બોલ્સ, કપૂર અથવા લીમડાના પાન કબાટમાં રાખો અને તમારા કબાટને સૂકા રાખો.

  વેન્ટિલેશન


  બીમારીઓથી દૂર રહેવા તમારા ઘરને સારી રીતે વેન્ટિલેટેડ રાખો. તાજી હવા પસાર થવાથી ભેજ દૂર થશે અને આ રીતે તમે અને તમારું કુટુંબ વાયરલ તાવ અને એલર્જી, અસ્થમા વગેરે જેવી અન્ય બિમારીઓથી બચી શકશો. આ ઉપરાંત ઘણા લોકો વરસાદને કારણે ભીના કપડા ઘરની અંદર સૂકવી દે છે. આવા કિસ્સાઓમાં પંખા ચાલુ રાખો. જેથી કપડાં ઝડપથી સુકાઈ જાય.

  આ પણ વાંચો: Bike Ride Destinations in India: ભારતની આ 5 રોમાંચક રોડ ટ્રિપ્સ જે બાઈકર્સ માટે છે સ્વર્ગ સમાન, જુઓ ફોટો

  ઇલેક્ટ્રિક વાયર્સ


  આ સૌથી ભયજનક બાબત છે, જેથી તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આજુબાજુના ભેજને કારણે ઇલેક્ટ્રિક વાયર ભીના થઇ શકે છે અને તે શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે. ચોમાસા પહેલા કે તમારા ઘરના તમામ વાયરિંગ ચેક કરાવો અને સુરક્ષિત રહો.
  First published:

  Tags: Home, Lifestyle, Tips, ચોમાસુ

  આગામી સમાચાર