Home /News /lifestyle /હાર્ટને લગતી આ 5 અફવાઓ પર ક્યારેય ના આપતા ધ્યાન, જાણો શું છે તથ્ય
હાર્ટને લગતી આ 5 અફવાઓ પર ક્યારેય ના આપતા ધ્યાન, જાણો શું છે તથ્ય
આ અફવાઓથી રહો દૂર
હાર્ટ એટેક 40 પછી જ આવે છે. હૃદયની સારવાર પછી વ્યક્તિ ખૂબ જ ધીમી પડી જાય છે. દવા લેવાથી હૃદય સંબંધિત બીમારીઓ થશે નહીં. આ કેટલીક એવી અફવાઓ છે જે અવારનવાર હૃદયના સ્વાસ્થ્ય માટે ફેલાવવામાં આવે છે. હૃદયરોગથી બચવા માટે સ્વસ્થ આહાર અને કસરત સૌથી મહત્વપૂર્ણ છે. આ સિવાય વ્યક્તિની ગૂંચવણોનું નિદાન ડૉક્ટર વિના થઈ શકતું નથી.
હ્રદય એ શરીરનું સૌથી જરૂરી અંગ છે. જો શરીરમાં હ્રદય કામ ન કરે તો જીવન પૂરું થઈ ગયું ગણાય છે. દર્દીને શરૂઆતમાં કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર સંબંધિત તકલીફો થાય છે અને પછી આ તકલીફોને કારણે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. હ્રદય આખા શરીરના લોહીને શુદ્ધ કરે છે અને શુદ્ધ લોહીને પંપિંગ કરીને સમગ્ર શરીરમાં પહોંચાડે છે. આ કારણોસર હ્રદયને પંપિંગ મશીન કહેવામાં આવે છે. હ્રદયમાં ધમનીઓમાં માધ્યમથી લોહી પહોંચે છે અને તે રક્ત વાહિનીઓના માધ્યમથી શરીરના અન્ય ભાગોમાં પહોંચે છે. ધમનીઓ સ્વસ્થ રહે તે ખૂબ જ જરૂરી છે.
આજના સમયમાં ગતિહીન જીવનશૈલી, ખોરાકમાં અનિયમિતતા, બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી, ઊંઘનો અભાવ, દારૂ અને સિગારેટનું વધુ પડતું સેવનને આ તમામ બાબતોને કારણે મોટાભાગના લોકોને હ્રદયની તકલીફ થાય છે. વાસ્વિક રીતે ધમનીઓમાં ખરાબ કોલસ્ટ્રોલ તથા અન્ય પદાર્થ જમા થવા લાગે છે, જે ધમનીઓને બ્લોકેજ કરે છે. આ બ્લોકેજના કારણે હ્રદય સુધી લોહી પહોંચી શકતું નથી. જેના કારણે હાર્ટ અટેક, કાર્ડિયાક અરેસ્ટ, હાર્ટ ફેલ્યોર અને સ્ટ્રોક જેવી સમસ્યા થવા લાગે છે. બહારથી ફિટ દેખાતા લોકોને પણ હૃદયની બીમારીઓ થઈ રહી છે. હ્રદય સ્વસ્થ રહે તે માટે ડાયટ અને કસરત કરવી ખૂબ જ જરૂરી છે. પરંતુ, અવારનવાર હ્રદયના સ્વાસ્થ્યને લઈને અફવાઓ ફેલાવવામાં આવે છે, જેના કારણે સૌથી વધુ નુકસાન થાય છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, લોકોના મોઢે હંમેશા સાંભળવા મળે છે કે, 40 વર્ષ પછી હ્રદયની બિમારી થવા લાગે છે. આ કારણોસર 40 વર્ષ પહેલાં હ્રદયની તપાસ કરાવવાનો કોઈ અર્થ નથી. અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર 20 વર્ષથી જ કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી જોઈએ. કોલેસ્ટ્રોલ એ આપણા શરીરમાં રહેલ મીણ જેવો પદાર્થ છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે ત્યારે હ્રદયની ધમનીઓને બ્લોક થઈ જાય છે, આ કારણોસર હૃદય સુધી યોગ્ય માત્રામાં લોહી પહોંચતું નથી. 9 વર્ષના બાળકોને પણ લિપિડ પ્રોફાઈલ ટેસ્ટની જરૂર પડે છે. ગ્લોબલ હોસ્પિટલ મુંબઈના ડો. પ્રવિણ કુલકર્ણી જણાવે છે કે, 9 વર્ષની ઉંમરે એક વાર લિપિડ ટેસ્ટ જરૂર કરાવવો જોઈએ. ત્યારબાદ 17થી 20 વર્ષની ઉંમરે પણ આ ટેસ્ટ કરાવવો જરૂરી છે.
છાતીમાં દુખાવો તે જ હ્રદયના હુમલાનો સંકેત છે
હ્રદયનો હુમલો થવો તે માટે છાતીમાં દુખાવો થવો તે એકમાત્ર સંકેત નથી. છાતીમાં દુખાવો, ગર્દનમાં દુખાવો થવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, પરસેવો વળવો, ગેસ થવો, ચક્કર આવવા, બેચેની થવી તે પણ હ્રદયના હુમલાનો સંકેતો હોઈ શકે છે. અન્ય કોઈ લક્ષણ વગર પણ હાર્ટ અટેક આવી શકે છે. આ કારણોસર હંમશા સતર્ક રહો.
ડાયાબિટીઝ અને હ્રદય સાથે સંબંધિત પરેશાની એકબીજા સાથે જોડાયેલી છે. ડાયાબિટીઝમાં થતી અનેક મુશ્કેલીઓ હ્રદય રોગ માટે પણ તેટલી જ જોખમી છે. બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં ન રહે તો હૃદયને નુકસાન થઈ શકે છે. ડાયાબિટીઝની દવાથી બ્લડ સુગર નિયંત્રિત રહે છે અને હ્રદય રોગના જોખમને પણ ઓછું કરે છે, પરંતુ આ દવાઓ સંપૂર્ણપણે હ્રદય સાથે સંબંધિત મુશ્કેલીઓ સામે રક્ષણ આપતી નથી.
જો કોઈ વ્યક્તિને હ્રદય રોગની મુશ્કેલી હોય તો તેને તમામ લોકો માત્ર બાફેલા ભોજનનું સેવન કરવાની સલાબ આપે છે. તેલ, મસાલાઓ અને મીઠાનું સેવન કરવાની ના પાડવામાં આવે છે. હ્રદયની સમસ્યા થયા બાદ સેચ્યુરેટેડ ફેટ, હાઈડ્રોજેનેટેડ ફેટ અને ટ્રાંસ ફેટયુક્ત ભોજનનું સેવન બિલકુલ પણ ન કરવું જોઈએ, પરંતુ તેનો અર્થ એવો બિલ્કુલ પણ નથી કે, માત્ર બાફેલા ભોજનનું જ સેવન કરવું જોઈએ. ભોજનમાં વધુ ફાઇબર અને ઓછી ચરબીવાળા ખોરાકનો સમાવેશ કરવો અને નિયમિતરૂપે કસરત કરવી જોઇએ. વ્યાયામ કે કોઈપણ શારીરિક પ્રવૃત્તિઓથી હૃદય સંબંધિત બીમારીઓથી દૂર રહી શકાય છે.
નાના હાર્ટ અટેકથી કોઈ ગંભીર પરેશાની થતી નથી
હાર્ટ અટેક નાનો કે મોટો હોતો નથી. હાર્ટ અટેક ભલે માઈનોર કે મેજર હોય પરંતુ તેનું નિવારણ લાવવું ખૂબ જ જરૂરી છે. હાર્ટ અટેક બાદ હંમેશા ડોકટરની સલાહને અનુસરવી જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર