શું તમને પરવળ નથી ભાવતા? આજે જ જાણી લો તેના ફાયદા અને તમારા ડાયટમાં કરો સામેલ

પ્રતીકાત્મક તસવીર

Health benefits of Pointed gourd/parwal: પરવળ પાચનતંત્રમાં સુધારો કરવાનું કામ કરે છે. પરવળમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને એન્ટી અલ્સર ગુણ રહેલા છે. પરવળનું સેવન કરવાથી કબજિયાત, અપચો અને અલ્સર જેવી પેટની સમસ્યા દૂર થાય છે.

  • Share this:
મુંબઈ: તમે તમામ પ્રકારના શાકભાજી (Vegetables)નું સેવન કરતા હશો, પરંતુ પરવળ (Pointed gourd/Parwal) એક એવું શાકભાજી છે જે મોટાભાગના લોકોને નથી ભાવતું નથી. પરવળના શાકની સાથે સાથે તેની મીઠાઈ પણ ખૂબ જ સ્વાદિષ્ટ (Tasty) હોય છે. પરવળ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી (Beneficial) છે. પરવળને થોંડેકાઈ, પોટોલ અને પરોરા પણ કહેવામાં આવે છે. અહીં પરવળના ફાયદાઓ અંગે જાણકારી આપવામાં આવી છે. આ ફાયદાઓ જાણ્યા બાદ તમે પણ પરવળને ડાયટમાં જરૂરથી સામેલ કરશો. પરવળનું સેવન કરવાથી ખરાબ કોલસ્ટ્રોલ અને બ્લડમાં રહેલી ચરબીનું સ્તર ઓછું થાય છે તથા સારા કોલસ્ટ્રોલના સ્તરમાં પણ વધારો થાય છે. આ ઉપરાંત પરવળ વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. તો જાણીએ પરવળને ડાયટમાં સામેલ કરવાથી થતાં ફાયદા વિશે.

1) બ્લડમાં ગ્લૂકોઝના સ્તરને નિયંત્રિત રાખે છે

પરવળ બ્લડમાં ગ્લૂકોઝના સ્તરને નિયંત્રિત રાખે છે. ડાયાબિટીસના દર્દીઓએ પરવળનું જરૂરથી સેવન કરવું જોઈએ. પરવળમાં એન્ટી હાઈપરગ્લાઈસેમિક ગુણ રહેલા છે. જે બ્લડમાં ગ્લૂકોઝનું સ્તર નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

2) પાચનતંત્રમાં સુધારો કરે છે

પરવળ પાચનતંત્રમાં સુધારો કરવાનું કામ કરે છે. પરવળમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને એન્ટી અલ્સર ગુણ રહેલા છે. પરવળનું સેવન કરવાથી કબજિયાત, અપચો અને અલ્સર જેવી પેટની સમસ્યા દૂર થાય છે.

3) કોલસ્ટ્રોલ નિયંત્રિત રહે છે

પરવળમાં કોલસ્ટ્રોલ ઓછું કરતા એન્ટી-હાઈપરલિપિડેમિક ગુણ રહેલા છે, જે કોલસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત રાખવાનું કામ કરે છે. પરવળનું સેવન કરવાથી ખરાબ કોલસ્ટ્રોલ અને બ્લડમાં રહેલી ચરબીનું સ્તર ઓછું થાય છે તથા સારા કોલસ્ટ્રોલના સ્તરમાં વધારો થાય છે.

4) બ્લડ પ્યૂરિફાયર તરીકે કામ કરે છે

શરીરને અનેક બીમારીઓ સામે રક્ષણ મળે તે માટે બ્લડ પ્યોરીફિકેશન જરૂરી છે. પરવળમાં બ્લડ પ્યોરિફાયર ગુણ રહેલા છે. પરવળ શરીરમાં બ્લડ પ્યોરિફાય કરવાનું કામ કરે છે, જેના કારણે બીમારીઓ થવાનું જોખમ ઓછું રહે છે.

5) વજન ઓછું કરવામાં મદદ કરે છે

પરવળમાં કેલરીની માત્રા ખૂબ જ ઓછી અને ફાઈબરની માત્રા ખૂબ જ અધિક રહેલી છે. આ કારણોસર પરવળ વજન ઓછું કરવામાં સહાયક છે.

(નોંધ: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચના સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટિ કરતું નથી. અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરવો.
Published by:Vinod Zankhaliya
First published: