Home /News /lifestyle /

Fruits For Diabetes: ડાયાબિટીસના દર્દીઓએ આ પાંચ ફળ જરૂરથી ખાવા જોઈએ, બ્લડ શુગર લેવલ રહેશે કંટ્રોલમાં

Fruits For Diabetes: ડાયાબિટીસના દર્દીઓએ આ પાંચ ફળ જરૂરથી ખાવા જોઈએ, બ્લડ શુગર લેવલ રહેશે કંટ્રોલમાં

ડાયાબિટીસના દર્દીઓને રાહત આપતા પાંચ ફળ.

5 Fruits for diabetic patient: તમારી જીવનશૈલીમાં ફેરફાર કરીને ડાયાબિટીસ કંટ્રોલમાં રાખી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓએ કયા કયા ફળનું સેવન કરવું જોઈએ, તે અંગે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

    નવી દિલ્હી. Fruits For Type 2 Diabetes: 21મી સદીમાં ભાગદોડવાળી જીવનશૈલી (Lifestyle)ના કારણે આરોગ્ય સાથે જોડાયેલ પરેશાનીઓ થતી હોય છે. આજના સમયમાં સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસ (Diabetes disease) એક ખૂબ જ ખતરનાક આરોગ્ય સમસ્યા બની ગઈ છે. આ એક કોરોનિક હેલ્થ કંડીશન છે. જેના કારણે શરીરમાં લોહીનું હાઈ શુગર લેવલ (High sugar level) કંટ્રોલ થઈ શકતું નથી. આ પરિસ્થિતિમાં પેન્ક્રિયાઝના ગ્લૈન્ડ યોગ્ય માત્રામાં ઈન્સ્યુલિનનું ઉત્પાદન કરી શકતા નથી. જે શરીરમાં ગ્લુકોઝ લેવલ મેઈન્ટેઈન રાખે છે. આ કારણોસર શરીરની કોશિકાઓ યોગ્ય માત્રા ઈન્સ્યુલિનને રિસ્પોન્ડ કરવાનું બંધ કરી છે. બ્લડ શુગર લેવલ કંટ્રોલ (Control blood sugar level)માં રાખી શકાય છે. યોગ્ય દવા અને આરોગ્યની સારસંભાળ રાખવી જરૂરી છે. લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને ડાયાબિટીસ કંટ્રોલમાં રાખી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓએ કયા કયા ફળનું સેવન કરવું જોઈએ, તે અંગે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે. ડાયાબિટીસના દર્દીઓએ આ 5 ફળનું સેવન કરવું જોઈએ.

    1) જમરૂખ (Pear)


    જમરૂખમાં ગ્લાઈસેમિક ઈંડેક્ષ હોય છે, આ કારણોસર બ્લડ સુગર લેવલ વધતું નથી. જમરૂખમાં ભરપૂર માત્રામાં વિટામીન એ, વિટામીન સી, વિટામીન ઈ, વિટામીન બી1, વિટામીન બી2, વિટામીન બી3 અને વિટામીન બી9 હોય છે. જમરૂખ પોટેશિયમ, કેલ્શિયમ અને ઝિંકથી ભરપૂર હોય છે. આ ફળને રેશેદાર ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં એન્ટી ઓક્સિડેન્ટ અને કેરોટેનોઈડ્ય હોય છે.

    આ પણ વાંચો: ડાયાબિટીસમાં મેથીના સેવન થશે અદ્ભુત લાભ, જાણો મેથીના ફાયદા અને ઉપયોગની રીત

    2) જામફળ (Guava)


    જામફળમાં ગ્લાઈસેમિક ઈંડેક્ષની સાથે સાથે પોટેશિયમ હોય છે અને સોડિયમ ઓછુ હોય છે. ડાયાબિટીસના દર્દીઓએ જામફળનું સેવન કરવું જ જોઈએ. જામફળમાં સંતરા કરતા પણ ચાર ગણું વિટામીન સી હોય છે.

    3) સંતરા (Orange)


    સાઈટ્રસ ફ્રુટ ડાયાબિટીસ માટે શાનદાર રૂપે કામ કરી શકે છે. જેમાં ખાસ કરીને ગ્લાઈસેમિક ઈંડેક્ષ હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ગ્લાઈસેમિક ઈંડેક્ષ ફાયદાકારક હોય છે. સંતરામાં ભરપૂર માત્રામાં વિટામીન સી, ફ્લેવોનોઈડ એન્ટીઓક્સિડેન્ટ અને ફાઈબર હોય છે.

    4) લીલા સફરજન (Green Apple)


    ડાયાબિટીસના દર્દીઓ માટે લીલા સફરજનને સુપરફૂડ ગણવામાં આવે છે. જેમાં ભરપૂર માત્રામાં સોલ્યુબલ ફાઈબર, નિયાસિન, ઝીંક, આયર્ન તથા મિનરલ્સ હોય છે, જેનાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. લીલા સફરજનમાં ખાંડની માત્રા ખૂબ જ ઓછી હોય છે. લાલ સફરજનમાં નેચરલ શુગરની માત્રા વધુ હોવાના કારણે તેનું સેવન ના કરવું જોઈએ.

    આ પણ વાંચો: કિડનીની ગંદકીને દૂર કરશે આ ડિટોક્સ વોટર, અનેક બીમારીઓથી બચાવશે

    5) જાંબુ (Black Plum)


    ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ સૌથી લાભદાયી ફળ છે. જાંબુમાં વિટામીન એ, વિટામીન સી, વિટામીન બી અને વિટામીન ડી જેવા પોષકતત્વો રહેલા છે. આ કારણોસર જાંબુનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

    (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારો પર આધારિત છે. આ ઘરેલૂ નુસખા અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Diabetics, આરોગ્ય, ખોરાક

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन