તમારા પેટની એક્સ્ટ્રા ફેટ ઉતારશે આ 4 આસાન ટિપ્સ

પીણા પર જે તમારું વજન પણ ઉતારશે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારશે. તો ચાર માંથી કોઇ એક ટિપ્સ હમેશા માટે જીવનમાં ઉતારી લો.

પીણા પર જે તમારું વજન પણ ઉતારશે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારશે. તો ચાર માંથી કોઇ એક ટિપ્સ હમેશા માટે જીવનમાં ઉતારી લો.

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વજન ઉતારવા લોકો ઘણા અખતરાં કરે છે. ભૂખ્યા રહે છે અને કસરત પણ કરે છે. જો કે કહેવત છે ને નવું નવું નવ દિવસ... એમ નવ દિવસ બધુ બરાબર ચાલે પણ પછી પાછુ જૈ સૈ થે.. જેવી સ્થિતિ થઇ જાય છે. તેવામાં અમે આપનાં માટે ખાસ ઉપાય લઇને આવ્યાં છે. જે તમારુ વજન ઉતારશે અને તમારા શરિરનું મેટાબોલિઝમ પણ વધારશે. હવે આમા પણ આપે તેનો નિયમિત ઉપયોગ કરવો પડશે તે શરત તો પાક્કી છે. તો ચાલો નજર કરીએ ચાર એવાં પીણા પર જે તમારું વજન પણ ઉતારશે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારશે. તો ચાર માંથી કોઇ એક ટિપ્સ હમેશા માટે જીવનમાં ઉતારી લો.

1. ગરમ પાણી અને લીંબુ
ગરમ પાણી વધેલા વજનને દૂર કરવામાં બહુ મદદરૂપ સાબિત થાય છે. લીંબુ અને ગરમ પાણી ચરબી બાળવાની સાથે સૌથી સાદું પીણું પણ ગણાય છે. જો તમે તમારું વજન ઓછું કરવા ઇચ્છો છો તો દરેક ભોજન બાદ લીંબુ અને ગરમ પાણીને સાથે મિક્સ કરીને ચોક્કસ પીવો.

2. ગ્રીન ટી
આ પણ એક પ્રકારનું હોમમેડ હેલ્ધી ડ્રિંક છે, જે ગરમ કે ઠંડુ બંને રીતે પી શકાય છે. ગ્રીન ટી આપણા શરીર માટે અતિ ફાયદાકારક હોય છે. તે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢી ત્વચાને સાફ કરવાની સાથે વાળ ઉતરતા પણ રોકે છે.

3. શાકભાજીનો રસ
વજન ઓછું કરવા માટે કારેલાના રસ કરતા સારો રસ કોઇ નથી. તે કેલરીના લેવલને નીચું કરે છે અને સાથે જ શુગર લેવલ પણ કન્ટ્રોલ કરે છે. તે પીવાથી શરીરના તમામ ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. કારેલા સિવાય તમે ઇચ્છો તો ગાજર, ટામેટા કે પાલકનો રસ પણ પી શકો છો.

4. એલોવેરા જ્યુસ
એલોવેરા જ્યુસમાં લીંબુ અને મધ ઉમેરી દો. અને આ મિશ્રણનું દરરોજ સવારે નિયમિત સેવન કરો. તમારા શરિરની એક્સ્ટ્રા ફેટ દૂર થશે સાથે સાથે તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે.
First published: