4 સરળ ટિપ્સ જે પથરીની સમસ્યાથી આપશે છુટકારો

Margi | News18 Gujarati
Updated: December 28, 2017, 1:31 PM IST
4 સરળ ટિપ્સ જે પથરીની સમસ્યાથી આપશે છુટકારો
બીઝી લાઇફ સ્ટાઇલમાં પાણી ઓછુ પીવાની ટેવ અને પ્રદુષણનો વધતો મારો કિડનીની સમસ્યા વધારે છે

બીઝી લાઇફ સ્ટાઇલમાં પાણી ઓછુ પીવાની ટેવ અને પ્રદુષણનો વધતો મારો કિડનીની સમસ્યા વધારે છે

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણી વખત ખાણી-પીણીની ખોટી ટેવ અને બીઝી લાઇફ સ્ટાઇલને કારણે કિડનીમાં પથરી, દુખાવો, સોજો કે પછી ઇન્ફેક્શન જેવી સમસ્યા ઉદભવતી હોય છે.

આ સમસ્યાનું મુખ્ય કારણ છે બીઝી લાઇફ સ્ટાઇલમાં પાણી ઓછુ પીવાની ટેવ અને પ્રદુષણનો વધતો મારો. સૌથી પહેલાં તો તમારે દિવસનું 7-8 લિટર પાણી પીવાની ટેવ અપનાવી લેવી જોઇએ

ત્યારે ચાલો આપને જણાવીએ ચાર એવી સરળ ટિપ્સ જેનાંથી તમારી કિડનીની સમસ્યા થશે દૂર અને પથરીની સમસ્યામાં પણ મળશે રાહત

પીપળા અને લીમડાની છાલનો ઉપાય
પીપળાની છાલ 10 ગ્રામ અને લીમડાંની છાલ 10 ગ્રામ લઇ ત્રણ ગ્લાસ પાણીમાં તેને ઉકાળો જ્યારે પાણીનું માપ અડધુ થઇ જાય ત્યાં સુધી ઉકાળો બાદમાં તેને ઠંડુ પડવાદો. જે બાદ તેને ગાળી લો. આ પાણીનાં ચાર ભાગ કરી લો અને દિવસમાં ચાર વખત આ પાણી પીઓ. તેનાંથી કિડનીને લગતી સમસ્યામાં રાહત મળશે.

કાસની છોડનો ઉપાયકિડનીનાં આર્યુવેદિક ઇલાજમાં કાસની નામનો છોડ અક્સીર ઇળાજ પુરો પાડે છે. તેનું સેવન ન ફક્ત કિડની પણ ડાયાબિટીસ, લીવર અને મસાંની સમસ્યાનો પણ ઇલાજ કરે છે. આ છોડ કોઇ નર્સરીમાં તમને મળી જશે. તેનાં પાન કાચા જ ચાવી જવા તેનાંથી તમને રાહત મળશે.

ગોખરુનો ઉપાય
ચાર લીટર પાણીમાં 250 ગ્રામ ગોખરુનાં કાંટા ઉકાળી લો. જ્ચયારે આ પાણી એક લીટર રહે ત્યારે તેને ગાળી લો અને ચોખ્ખી બોટલમાં ભરી લો. હવે સવાર સાંજ આ કાઢો 100 ગ્રામ લો તે ખાલી પેટે લેવો. અને કાઢો પીધાનાં એક કલાક સુધી કાંઇ ન ખઆવું. જે વ્યક્તિને ડાયાલિસિસ ચાલી રહ્યું હોય કે કિડીની ટ્રાન્સપ્લાન્ટની ડોક્ટરે સલાહ આપી હોય તેમણે આ ઉપાય અવશ્ય એક વખત
આજમાવી જોવો. સતત બે અઠવાડિયા બાદ તમને જરૂરથી ફરક જોવા મળશે.

કળથીન ઉપાય
કળથી એક કઠોળ જેવો ખોરાક છે. તે દેખાવે કથ્થઇ રંગની છે અને તેનાં દાણા મગનાં દાણા જેટલી સાઇઝનાં છે. આપ આ કળથીને દરરોજ મગની જેમ બાફીને કે સ્વાદ અનુસાર મસાલો કરી વઘારીને ખાઇ શકો છો. દરરોજ નિયમિત તેનું સેવન કરો. તેનાંથી પથરી તુટવા લાગશે અને તે મૂત્રવાટે બહાર નીકળી જશે.
First published: December 28, 2017, 1:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading