પોતાના સાથી પ્રત્યે અણગમો થઈ Break up થવાના 4 મુખ્ય કારણો

આજ કાલના સંબંધોમાં તે કહેવું મુશ્કેલ થઇ જાય છે કે ક્યારે શરૂ થયું અને ક્યારે પુરું? ધણીવાર આપણે જેની સાથે આખી જિંદગીની સફર કરવાનું વિચારીએ છીએ તે આપણને અડધે છોડીને જતી રહે છે. તો જો તમારી ગર્લફ્રેન્ડ પણ આ 8 સંકેતો તમને બતાવી રહી છે જે તો ચેતી જજો. અને થાય તો બાજી બગડે તે પહેલા જ તેને પાછી પોતાની કરી લેજો. જો આમ નહીં કરો તો તમારા પ્રેમનો અંત બ્રેક-અપના રૂપમાં પણ આવી શકે છે. આ તે 8 સંકેતો બતાવે છે કે તમારી ગર્લફ્રેન્ડ તમારાથી બ્રેક અપ ઇચ્છે છે.

કહેવાય છે કે શંકાનો કોઈ ઈલાજ નથી હોતો અને જો શક તમારા સંબંધમાં આવી જાય, તો તમારા સંબંધનો પાયો હલી જાય છે.

  • Share this:
    સંબંધ ભલે ગમે તેટલો મજબૂત હોય, તેને વ્યસ્થિત સાચવીએ નહીં તો તેમાં ખટાશ આવી જાય છે. તો ચાલો જાણીએ પોતાના સાથી પ્રત્યે અણગમો થઈ Break up થવાના 4 મુખ્ય કારણો

    અપૂરતો સમય
    કોઈ પણ સંબંધમાં એક-બીજાને સમય આપવો જરૂરી હોય છે. પરંતુ જ્યારે તમે તમારા પાર્ટનરને ઓછો સમય આપવા લાગો છો, ત્યારે મન ભટકવા જેવી સ્થિતિ આવી શકે છે. તેથી એ વાતનું વિશેષ ધ્યાન રાખો કે તમે તમારા સાથીને પૂરતો સમય આપો છો કે નહીં? તેનાથી તમારા સંબંધમાં મીઠાશ જળવાશે.

    મનની સુંદરતાથી અંતર
    કોઈ પણ સંબંધમાં રહેવા છતાં જો તમે અન્ય કોઈ તરફ આકર્ષિત થાય છે, તો તેનું સૌથી મોટું કારણ ફીઝિકલ અટ્રેક્શન છે. મનની સુંદરતા આજકાલના સમયમાં ઘણી પાછળ રહી ગઈ છે. તમારું મન કોઈ ખૂબ જ સુંદર વ્યક્તિને જોઈ આકર્ષિત થઈ જાય છે, અને એ જ કારણે સંબંધોમાં કડવાસ આવી જાય છે.

    કંઈ નવીનતા ન આવવી
    જ્યારે તમારા સંબંધમાં કંઈ નવીનતા નથી આવતી, એટલે કે તમારી વચ્ચે રોમેન્સ ફીક્કો પડી જાય છે. આ સ્થિતિમાં તમારું મન બીજા પ્રત્યે આકર્ષિત થઈ જાય છે. તેથી જ એ જરૂરી છે કે સમય સમય પર પોતાના પ્રેમને વ્યક્ત કરો, પ્રેમને જાળવી રાખો.

    ટ્રાન્સ્પરન્સી  (ન આપશો શંકાને સ્થાન)
    કહેવાય છે કે શંકાનો કોઈ ઈલાજ નથી હોતો અને જો શક તમારા સંબંધમાં આવી જાય, તો તમારા સંબંધનો પાયો હલી જાય છે. તેથી હંમેશા પ્રયત્ન કરો કે તમારા સંબંધમાં વાતને ક્લિયર રાખો. મનમાં કોઈ વાતનો સંકોચ ન રાખશો. જેટલી વાત છૂપાવશો એટલી જ શંકા વધતી જશે.

    શ્રાદ્ધનું ભોજન કાગડા, શ્વાન અને ગાયને કેમ ખવડાવવામાં આવે છે?
    Published by:Bansari Shah
    First published: