Myth about cholesterol: કોલેસ્ટ્રોલ અંગે જો મનમાં આવી ધારણા હોય તો કાઢી નાખો

કોલેસ્ટ્રોલ અંગે અનેક ગેરમાન્યતા પ્રવર્તી રહી છે. (Shutterstock તસવીર)

Myth about cholesterol: કોલેસ્ટ્રોલ કોષ પટલનું સૌથી મહત્વનું ઘટક છે. કોલેસ્ટ્રોલ પોતે સ્ટીરોઈડ હોર્મોન્સ (steroid hormones) બનાવે છે. તેથી બધા કોલેસ્ટ્રોલ ખરાબ છે એમ કહેવું ખોટું છે.

  • Share this:
મુંબઈ: આરોગ્યમાં કોલેસ્ટ્રોલની ચર્ચા ઘણી વખત થાય છે. ઘણી વખત કહેવામાં આવે છે કે કોલેસ્ટ્રોલ લેવલ ઊંચું થઈ ગયું છે, તેથી આ વસ્તુઓ પર નિયંત્રણ રાખો અથવા ફેટી ચીજોનું સેવન ન કરો. એ વાત સાચી છે કે ઊંચા કોલેસ્ટ્રોલને કારણે ઘણી પ્રકારની સમસ્યાઓ થાય છે, પરંતુ કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે ખૂબ મહત્ત્વનું છે. કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે. પ્રથમ ખરાબ કોલેસ્ટ્રોલ, જે માનવ શરીર માટે ખતરનાક છે અને બીજું સારું કોલેસ્ટ્રોલ જે શરીર માટે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ જેટલું જ મહત્વનું છે.

કોલેસ્ટ્રોલ એ માનવ કોષોની બહારના ભાગમાં વિશિષ્ટ તત્વથી બનેલું એક સ્તર છે. તેને તબીબી વિજ્ઞાનની ભાષામાં કોલેસ્ટ્રોલ અથવા લિપિડ કહેવામાં આવે છે. કોલેસ્ટ્રોલ માનવ શરીરની યોગ્ય કામગીરી માટે ખૂબ મહત્ત્વનું છે. તે આપણા શરીરના વિકાસ માટે જરૂરી હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. જોકે, કોલેસ્ટ્રોલને લઈને લોકોમાં ઘણી પ્રકારની માન્યતાઓ છે. મેડિકલ ન્યૂઝ ટુડેએ તેને વિગતવાર સમજાવી છે.

કોલેસ્ટ્રોલ વિશે માન્યાતાઓ:

1) બધા કોલેસ્ટ્રોલ ખરાબ હોય છે:

કોલેસ્ટ્રોલ કોષ પટલનું સૌથી મહત્વનું ઘટક છે. કોલેસ્ટ્રોલ પોતે સ્ટીરોઈડ હોર્મોન્સ (steroid hormones) બનાવે છે. તેથી બધા કોલેસ્ટ્રોલ ખરાબ છે એમ કહેવું ખોટું છે. ડો. ગ્રીનફિલ્ડે (Dr. Greenfield) જણાવ્યું કે કોલેસ્ટ્રોલ ખરાબ નથી. તે એકદમ નિર્દોષ છે, જેને આધુનિક લાઇફસ્ટાઈલમાં ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. કોલેસ્ટ્રોલને કારણે વિટામિન ડી બને છે. હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન એટલે કે ગુડ કોલેસ્ટ્રોલનું ઉચ્ચ સ્તર હાનિકારક નથી. તે રક્ત વાહિનીઓમાંથી કોલેસ્ટ્રોલના અન્ય હાનિકારક રૂપોને સાફ કરે છે. જો ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘણું વધી જાય તો રોગનું જોખમ રહે છે.

2) જો હું તંદુરસ્ત હોઉં તો મારું કોલેસ્ટ્રોલ બરાબર રહેશે:

લોકોને એવી માન્યતા છે કે હું સ્વસ્થ છું, મારું કોલેસ્ટ્રોલ વધશે નહીં. તે એકદમ ખોટું છે. ડો. ગ્રીનફિલ્ડ જણાવે છે કે, કોલેસ્ટ્રોલ ઓછું ન હોય અથવા વધારે પડતું ન હોય તે ઠીક છે, પરંતુ સંતુલિત હોવું જરૂરી છે.

3) કોઈ લક્ષણો નથી દેખાતા:

કેટલાક લોકો કહે છે કે જો મને હાઈ કોલેસ્ટ્રોલ હોત, તો મેં લક્ષણો જોયા હોત. આ ધારણા પણ ખોટી છે. કોલેસ્ટ્રોલનું વધેલું સ્તર સામાન્ય રીતે ઉપરથી દેખાતું નથી.

આ પણ વાંચો: શું તમે જાણો છો તમારા હૃદયની ઉંમર કેટલી છે? આ ટિપ્સ કરશે મદદ

4) બેડ કોલેસ્ટ્રોલ શું છે:

લો ડેન્સિટી લિપોપ્રોટીનને ખરાબ કોલેસ્ટ્રોલ કહેવાય છે. જ્યારે લિપોપ્રોટીનમાં પ્રોટીનની જગ્યાએ ચરબીનું પ્રમાણ વધવા લાગે છે, ત્યારે ખરાબ કોલેસ્ટ્રોલ અહીં જમા થવા લાગે છે. આ સ્થિતિમાં હૃદય રોગનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે.
Published by:Vinod Zankhaliya
First published: