Home /News /lifestyle /

Relationship Tips: તમારા જીવનમાંથી આજે જ દૂર કરો આ આદતો, સંબંધને કરી નાખશે વેરવિખેર

Relationship Tips: તમારા જીવનમાંથી આજે જ દૂર કરો આ આદતો, સંબંધને કરી નાખશે વેરવિખેર

નાની-નાની વાતો અને આદતોના કારણે સંબંધોમાં તિરાડ આવે છે, જે પાછળથી સંબંધને તૂટવાની અણી પર લઈ જાય છે (તસવીર - canva.com)

lifestyle news - જો તમે કોઈ સંબંધમાં ફસાઈ ગયા છો તો તે કોઈપણ સમયે તમારા માટે ખોટો વળાંક લઈ શકે છે

Relationship Tips:સંબંધ શરૂ કરવો સરળ છે, પરંતુ નિભાવવો મુશ્કેલ છે. જીવનભર સંબંધ (Relationship) જાળવી રાખવા માટે ઘણી મહેનત કરવી પડે છે. જો કે, એ અદ્ભુત 'ફોરેવર'નું (Forever) સ્વપ્ન જોવાના ચક્કરમાં આપણે અજાણતામાં આપણા સંબંધોને બગાડી નાખીએ છીએ. નાની-નાની વાતો અને આદતોના કારણે સંબંધોમાં તિરાડ આવે છે, જે પાછળથી સંબંધને તૂટવાની અણી પર લઈ જાય છે.

તમારા સંબંધમાં શું ખોટું થઈ રહ્યું છે તે જણાવા માટે તમારે ઇન્ટ્રોસ્પેક્ટ કરવું પડશે અને પરિસ્થિતિને નવા દ્રષ્ટિકોણથી જોવી પડશે. જો તમે નથી જાણતા કે તમારા સંબંધોમાં શું ખોટું થઈ રહ્યું છે, તો આ સંકેતોને પરખો અને તેને તમારી આદતોમાંથી (these habits unknowingly spoil your relationship) દૂર કરો.

ખૂબ વધારે આપવું

જો તમે કોઈ સંબંધમાં ફસાઈ ગયા છો તો તે કોઈપણ સમયે તમારા માટે ખોટો વળાંક લઈ શકે છે. તમે આ સંબંધમાં એકમાત્ર આપનાર હોઈ શકો છો, જે હંમેશા દરેક વસ્તુઓ માટે પ્લાનિંગ કરે છે. એક પગલું આગળ વધો છો, સંબંધને જાળવી રાખવા દરેક સંભવ પ્રયાસ કરો છો અને પાર્ટનરને તમામ વાત પૂછો છો. તેનાથી તમે સંબંધમાં તમારી વેલ્યૂ અને અસ્તિત્વ ખોઇ શકો છો. એક સમયે એવું પણ બની શકે છેકે તમારો પાર્ટનર તમને સિરીયસ લેવાનું જ બંધ કરી દે છે.

આ પણ વાંચો - શું તમારા બાળકને તમે પહેલી વખત મોકલી રહ્યા છો શાળાએ? તો તેને શીખવાડો આ જરૂરી વાતો

વાતચીતથી દૂર કરો મતભેદો

દરેક વ્યક્તિ સરખી હોતી નથી. તમે એવા વ્યક્તિ છો જે સંબંધોને બચાવવા માટે ઝઘડાથી દૂર રહેવાનું પસંદ કરે છે, પરંતુ અન્ય વ્યક્તિને સારું લાગે તે માટે આક્રમકતા કે ગેરસમજને દૂર કરવાની જરૂર છે. જો તમારી વચ્ચે કોઇ મતભેદ છે તો, સબ સલામત હોવાનું નાટક છોડીને તે વિષય પર વાત કરો.

હદ પાર કરવી

દરેક સંબંધમાં કેટલીક સીમાઓ હોય છે. જો તમે બંને બધું શેર કરો છો, તો પણ અન્ય વ્યક્તિની ગોપનીયતાનો આદર કરવો હંમેશા શ્રેષ્ઠ છે. કોઈ વ્યક્તિને બધું જ શેર કરવા માટે દબાણ કરશો નહીં, તે પોતાને સંબંધમાં ફસાયેલા અનુભવશે.

વિક્ટિમ કાર્ડ બની જવું

જ્યારે તમારા બંને વચ્ચે દલીલ થાય છે અથવા કંઈક ખોટું થાય છે, ત્યારે તમે લાગણીશીલ થઈ જાવ છો અને તમારા પાર્ટનર સાથે હોશિયારીથી વર્તો છો. તમારા પાર્ટનરની નજરમાં સારા બનવા માટે તમે તમારી માસૂમિયત દેખાડવાનો પ્રયાસ કરો છો અને વિક્ટિમ કાર્ડ રમો છો. પરંતુ આ અજાણી ભૂલ લાંબા સમયે તમારા સંબંધને ખતમ કરી શકે છે.
First published:

Tags: Lifestyle, Lifestyle News

આગામી સમાચાર