Home /News /lifestyle /31st પાર્ટીમાં ચહેરા પર તરત ગ્લો લાવવા લગાવો આ પેસ્ટ, મેક અપ કરવાની પણ જરૂર નહીં પડે
31st પાર્ટીમાં ચહેરા પર તરત ગ્લો લાવવા લગાવો આ પેસ્ટ, મેક અપ કરવાની પણ જરૂર નહીં પડે
ચંદનનો પાવડર બેસ્ટ છે.
Skin care tips: અનેક લોકો ચહેરા પર તરત ગ્લો લાવવા ઇચ્છતા હોય છે. ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા માટે છોકરીઓ જાતજાતની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી હોય છે. આમ, જો તમે 31st ડિસેમ્બરની પાર્ટીમાં ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા ઇચ્છો છો તો આ ઉપાયો તમારા માટે બેસ્ટ છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ન્યૂ યર પાર્ટીમાં સ્કિન પર નેચરલ ગ્લો લાવવા માટે આ ઘરેલું ઉપાયો બેસ્ટ છે. તમે આ ઉપાયો અજમાવશો તો તમારી સ્કિન પર મસ્ત ગ્લો આવશે અને સાથે ખીલ તેમજ કાળા ડાધા ધબ્બા પણ દૂર થઇ જશે. આ પાર્ટીમાં દરેક લોકો એમ ઇચ્છે છે કે હું સ્માર્ટ દેખાવું. સ્માર્ટ દેખાવા માટે લોકો મેક અપ કરતા હોય છે, પરંતુ જો તમે મેક અપ વગર પણ સ્માર્ટ દેખાવા ઇચ્છો છો તો આ રીતે નેચરલ ગ્લો લાવો. આ નેચરલ ગ્લોથી તમારો ચહેરો ચમકી ઉઠશે અને સાથે ફેસ પણ મસ્ત લાગશે.
નેચરલ ગ્લો માટેનાં ઉપાયો
એલોવેરા જેલ
તમારી સ્કિન પર બહુ ખીલ છે અને તમે સ્માર્ટ લુક મેળવવા ઇચ્છો છો તો દિવસમાં બે વાર એલોવેરા જેલ લગાવવાનું શરૂ કરી દો. એલોવેરા જેલમાં રહેલા તત્વો તમારી સ્કિન પરની અનેક સમસ્યાઓને દૂર કરે છે. આ જેલથી તમારા ફેસ પર નેચરલ ગ્લો પણ આવે છે.
ચંદનનો પાવડર અનેક પ્રકારની સ્કિનની સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. ચંદનનો પાવડર તમને બજારમાંથી સરળતાથી મળી રહે છે. આ માટે એક ડિશમાં ચંદનનો પાવડર લો અને એમાં ગુલાબ જળ નાંખો. પછી આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો. આ પેસ્ટ તમારી સ્કિન પર નેચરલ ગ્લો લાવે છે અને સાથે કાળા ડાઘ પણ દૂર કરે છે. ચંદનનો પાવડર તમે રૂટિનમાં પણ લગાવી શકો છો.
કાલે થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં અનેક લોકો મનભરીને મસ્તી કરશે. આ પાર્ટીમાં મસ્તી કરવા માટે અનેક લોકો મસ્ત તૈયારીઓ કરતા હોય છે. તમે એક જ દિવસમાં ચહેરા પર મસ્ત ગ્લો લાવવા માટે મુલ્તાની માટીનો ઉપયોગ કરી શકો છો.
મુલ્તાની માટી અને એક ચમચી હળદર એક બાઉલમાં મિક્સ કરી લો. હવે આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો અને એમાં જરૂર મુજબ ગુલાબ જળ નાખો. આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરીને ચહેરા પર લગાવો. પછી અડધો કલાક રહીને ફેસ ધોઇ લો. આ ઉપાય તમારે દિવસમાં બે વાર કરવાનો રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર