Home /News /lifestyle /

હું વધારે વજન ધરાવું છુ, હું પાર્ટનરની સામે નગ્ન થઈ શકતો નથી, હું શું કરૂ? ખુબ સંકોચ થાય છે

હું વધારે વજન ધરાવું છુ, હું પાર્ટનરની સામે નગ્ન થઈ શકતો નથી, હું શું કરૂ? ખુબ સંકોચ થાય છે

પ્રતિકાત્મક તસવીર

શારીરિક રચનાને લીધે, હું મારા શરીર વિશે થોડો વધારે સાવચેત બની જાઉં છું અને આ કારણ છે કે, હું મારા જીવનસાથીની સામે સંપૂર્ણ નગ્ન થઈ શકતો નથી

  મને મારા શરીરના કારણે મારા જીવનમાં ઘણી વખત અપમાનજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. મારું હંમેશા વજન વધારે રહ્યું છે. પરંતુ મારા પાર્ટનરે મને આ માટે ક્યારેય ત્રાસ આપ્યો નથી, પરંતુ મને બહુ ખરાબ લાગે છે. મારી મોટાભાગની સમસ્યા મારી પોતાની છબી સાથે સંબંધિત છે કે, હું ખૂબ આકર્ષક નથી. જો તમે જાણવા માંગતા હો, તો હું તમને તેના વિશે વધુ કહી શકું છું. શારીરિક રચનાને લીધે, હું મારા શરીર વિશે થોડો વધારે સાવચેત બની જાઉં છું અને આ કારણ છે કે, હું મારા જીવનસાથીની સામે સંપૂર્ણ નગ્ન થઈ શકતો નથી. પરંતુ રસપ્રદ વાત એ છે કે, તેણે મને ક્યારેય કહ્યું નથી કે તેને તેની સાથે સમસ્યા છે. પરંતુ, આ વાત હંમેશા મારા મનમાં સતાવતી રહે છે. તે સાચું છે કે, મારા જીવનસાથી સાથે અંતરંગ બનવું મુશ્કેલ બનાવે છે. જોકે, તે મારા પ્રત્યે હંમેશા સારૂ વર્તન જ કરે છે.

  એક કહેવત છે, જેને હું વારંવાર પુનરાવર્તન કરું છું તે છે- "સુંદરતા એ જોનારની આંખમાં રહે છે". તમારી સુંદરતા અથવા તમારી આકર્ષકતાનો અર્થ એ નથી કે તમારું શરીર કેવું દેખાય છે અને તેનો રંગ, કદ કેવું છે, અથવા તમે કેટલા ઊંચા છો, પરંતુ તે તમારા પાર્ટનર તમારી તરફ કેવી રીતે જુએ છે તેનાથી સંબંધિત છે. જો તેમને તમે સુંદર લાગો છો તો તમે સુંદર છો! તમે કહ્યું છે કે, તમારા કોઈપણ રોમેન્ટિક અથવા જાતીય પાર્ટનરે તમને ક્યારેય કહ્યું નથી કે, તમે આકર્ષક નથી, અને તેઓ તમને પસંદ કરે છે અને તેઓ તમને પ્રેમ પણ કરે છે તે એક કારણ છે કે, તમે તેને આકર્ષક લાગો છો. તેઓ તમને પ્રેમ કરીને અથવા તમારી સાથે સંભોગ કરીને તમારી તરફેણ કરી રહ્યા નથી - તેઓ તે કરી રહ્યાં છે કારણ કે તેઓ પણ ઇચ્છે છે!

  તમે તે સમયને યાદ કરો, જ્યારે તમે કપડાની દુકાન અથવા ફેશન સ્ટોર પર કપડાં ખરીદવા ગયા છો. તમે ઉપલબ્ધ બધા શર્ટ જોયા જ હશે અને પછી તેમાંથી વાદળી શર્ટ ખરીદ્યો હશે, જે તમને પસંદ આવ્યો હશે. તમે તે એટલા માટે જ ખરીદ્યો હશે કે તમને તે સુંદર અને સ્ટાઇલિશ લાગ્યો હશે. હવે તમે સ્ટોરમાં ના ખરીદેલા શર્ટ વિશે વિચારો. કલ્પના કરો કે તેમાં એક પીળો શર્ટ હતો જે તમને બિલકુલ ગમતો ન હતો અને તમે મનમાં જ કહ્યું હશે કે, હે ભગવાન, આ કેટલી નકામી ડિઝાઇન છે! જો સ્ટોર માલિક મને આ શર્ટ મફતમાં આપે, તો પણ હું તે ખરીદી શકું નહીં ”! તમે પહેલાં પણ આ રીતે અનેક શર્ટ છોડી દીધા હશે. થોડી વાર માટે વિચારો. શું તમને લાગે છે કે પીળો શર્ટ હજુ એ સ્ટોરમાં જ પડ્યો હશે? ત શર્ટની કિંમત પણ એટલી જ હતી, જે તમે ખરીદ્યો તેની હતી. સ્ટોર માલિકે શર્ટ બનાવતી કંપનીમાંથી આવો પીળો શર્ટ કેમ ખરીદ્યો અને તેને સ્ટોરમાં ડિસપ્લે કેમ કર્યો?.

  તે શર્ટ ત્યાં એટલા માટે છે કારણ કે, કોઈક તો દુકાન પર આવીને તે શર્ટ જોશે અને કહેશે કે, “વાહ! શું શર્ટ છે! આ તો હું જ ખરીદીશ ”! - જેમ તમે તમારા માટે બ્લુ શર્ટ ખરીદ્યો છે. કોઈ પીળો શર્ટ પણ રાજીખુશીથી ખરીદશે, પહેરશે અને તેના વખાણ પણ કરશે. એવું પણ બની શકે કે. જ્યારે તમારો વાદળી રંગનો શર્ટ પહેરેલો કોઈએ જોયો હશે, ત્યારે કોઈએ એવું પણ કહ્યું હશે કે, હે ભગવાન! લોકો શર્ટ કેમ આવા પસંદ કરે છે, કોઈ મફતમાં આપે છે અને લઇ જવા માટે પૈસા આપે તો પણ આવો શર્ટ ન ખરીદવો જોઈએ! "

  જેમ દરેક શર્ટ ખરીદવામાં આવે છે, તેવી જ રીતે તમે પણ લોકોને આકર્ષક લાગી શકો છો અને જેને તમને કદરૂપા સમજ્યા તે તમને અસુંદર જ સમજશે. એવું કંઈ નથી કે કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિને નીચ અથવા સુંદર લાગે છે.

  સુંદરતાની પરિકલ્પના જોવાવાળા વ્યક્તિ પર આધારિત છે અને તે જ તમને લાગુ પડે છે. જ્યારે તમે તમારી જાતને જુઓ ત્યારે તમને કોઈ સુંદર વ્યક્તિ દેખાય છે? જો નહીં, તો કેમ? શું તમને લાગે છે કે, કોઈ ચોક્કસ પ્રકારનું શરીર અથવા સ્ટાઈલ જ તમને સુંદર બનાવશે? જો હા, તો તેના પર કામ કરો. ફેરફાર કરો પરંતુ યાદ રાખો કે તમે આ કોઈ બીજા માટે અથવા કોઈ બીજાની જેમ દેખાવા માટે નથી કરી રહ્યા. તમે સજો-ધજો છો, મેક અપ કરો છો, ઝિમ પર જાઓ છો કારણ કે તમે જાતે સુંદર દેખાવા માંગો છો. પોતાને સેક્સી માનો, તમારા શરીરની બનાવટ પર ખુશ રહો અને પોતાને વિજયી બનાવો. યાદ રાખો કે તમે ખુદ પહેલા તમારા શ્રેષ્ઠ મિત્ર છો.
  Published by:kiran mehta
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन