અનિયમિત જીવનશૈલી અને ખાનપાનની સીધી અસર આપણા આરોગ્ય પર પડે છે. સ્વસ્થ રહેવા માટે લીલાં શાકભાજી અને પ્રોટીનયુક્ત ડાઇટનો ઉપયોગ કરવો ફાયદાકારક છે. જો કે જમવાનો યોગ્ય સમય પણ સ્વાસ્થ્ય પર ઘણી અસર કરે છે. ઘણી વખત કામની મુશ્કેલીમાં ભોજનનો ચોક્કસ સમય ભૂલી જવાય છે. તે સમયે ભલે કંઈ ફરક ન પડે, પરંતુ આગળ જતાં અનિયમિત ખાનપાનને કારણે આપણા સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડી શકે છે. આવો જાણીએ ખાલી પેટ કયા ખાધ્યપદાર્થોનું સેવન ન કરવું જોઈએ.
ટામેટાનું સેવન ઘણું ફાયદાકારક હોય છે. પરંતુ ખાલી પેટ ટામેટાં ખાવાથી તેમાં રહેલું સાઈટ્રિક એસિડ પેટમાં ગેસ, પીડા અને ચેસ્ટ પેનનું કારણ બની શકે તેવું છે.
ઘણા લોકો તાકાત અને એનર્જી માટે મોર્નીંગ બ્રેકફાસ્ટમાં કેળા અને દૂધ અથવા બનાના શેક લેવાનું પસંદ કરે છે. પરંતુ ખાલી પેટ કેળા અને દૂધનું સેવન નુક્સાનકારક છે. કારણ કે દૂધ અને કેળા બંનેમાં મેગ્નિશિયમનું પ્રમાણ ભરપૂર હોય છે. તેથી બંને સાથે મળીને મેગ્નિશિયમનું સ્તર ખૂબ ઝડપથી વધારે છે. જેનાથી અપચો અને પેટમાં ગેસ બનવો તેમજ એસિડિટીની સમસ્યા થઈ શકે છે.
સ્વાસ્થ્ય માટે શક્કરિયા સારા ગણાય છે. પરંતુ તમે તેને ખાલી પેટ ખાવાની ભૂલ કરશો તો ઘણું નુક્સાન થશે. કંદમાં ટૈનીન અને પૈક્ટીનનું પ્રમાણ ભરપૂર હોય છે. જ્યારે તમે ખાલી પેટ શક્કરિયા ખાશો, તો પેટમાં ગેસની સમસ્યા અને છાતીમાં બળતરાની તકલીફ થઈ શકે છે.