બીમારીઓ દૂર ભગાડે છે આ 3 ખાસ ફૂલ, આ રીતે કરો તેનો ઉપયોગ

પ્રતિકાત્મક તસવીર

lifestyle news- ભારતીય આયુર્વેદ (Ayurveda)માં લાંબા સમયથી વિવિધ પ્રકારના ફૂલોનો ઉપયોગ થાય છે. કહેવાય છે કે અમુક ખાસ પ્રકારના ફૂલો રોગોને દૂર કરી શકે છે

  • Share this:
3 Special Flowers Use As Medicines: ભારતીય આયુર્વેદ (Ayurveda)માં લાંબા સમયથી વિવિધ પ્રકારના ફૂલોનો ઉપયોગ થાય છે. કહેવાય છે કે અમુક ખાસ પ્રકારના ફૂલો (Special Flowers) રોગોને દૂર કરી શકે છે. આ ફૂલોનો ઉપયોગ દવા તરીકે થાય છે. ફૂલ આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે અને તે માત્ર તમારા આજુબાજુની સુંદરતા જ નથી વધારતા પરંતુ તેનો ઉપયોગ પોષણ અને ઔષધીય ઉપયોગ માટે પણ થાય છે. ફૂલો ચામડીની સમસ્યાઓથી લઈને ઘણા પ્રકારના ચેપ (Infection) મટાડવા સક્ષમ હોય છે. ઉલ્લેખનીય છે કે કુંભી ફૂલ, ગુલાબ અને કેસરના ફૂલોનો ઉપયોગ ઔષધીય હેતુ માટે થાય છે. તેનું સેવન પાંદડીઓના સ્વરૂપમાં, જ્યુસ અને ઉકાળાના રૂપમાં પણ કરી શકાય છે. તે ટિંચર તરીકે શરીર પર લગાવી શકાય છે. અહીં જાણીશું આવા 3 ખાસ ફૂલો વિશે, જે તમને ઔષધીય રીતે મદદ કરી શકે છે.

ગુલાબ

ગુલાબના ફૂલમાં ટેનીન, વિટામીન A, B અને C હોય છે. ગુલાબના ફૂલનો રસ શરીરની ગરમી અને માથાનો દુ:ખાવો ઘટાડવા માટે વપરાય છે. ગુલાબના સૂકા ફૂલ સગર્ભા સ્ત્રીઓને મૂત્રવર્ધક પદાર્થ તરીકે અપાય છે અને પાંદડીઓનો ઉપયોગ પેટ સાફ કરવા માટે થાય છે. ગુલાબની પાંખડીઓનો ઉપયોગ 'મુરબ્બા' જેવી મીઠાઈ બનાવવા થાય છે. તેમજ તે પાચન સંબંધિત સમસ્યાઓ ઘટાડે છે. ગુલાબની પાંદડીઓનો ઉપયોગ ઉધરસ, અસ્થમા, ફેફસાંની સમસ્યાઓ જેવી કે બ્રોન્કાઈટિસ, અપચો અને પેટ ફુલ્યું હોય તો તેને મટાડવા માટે કરી શકાય છે. એટલું જ નહીં ગુલાબજળથી આંખની બળતરા ઓછી કરી શકાય છે. કબજિયાત ઘટાડવા ગુલાબની ચાનું સેવન કરવું પણ હિતાવહ છે.

આ પણ વાંચો - ચોમાસામાં મધના સેવનથી થાય છે અકલ્પનિય ફાયદા, આવી રીતે કરો ઉપયોગ

હિબિસ્કસ

હિબિસ્કસ ફૂલની પાંખડીઓ અને પાંદડા લાલ, ગુલાબી, સફેદ, પીળા અને નારંગી રંગના હોય છે. હિબિસ્કસનો ઉપયોગ આયુર્વેદિક ચા બનાવવા માટે થાય છે, જે બ્લડ પ્રેશરનું સ્તર ઘટાડે છે. તે લૂઝ મોશન, પાઈલ્સ, બ્લીડીંગ, વાળ ખરવા, હાઈ બ્લડપ્રેશર અને ઉધરસમાં મદદ કરે છે.

જાસ્મિન

સફેદ ફૂલોથી બનેલી જાસ્મિનની ચા ચિંતા, અનિદ્રા અને નર્વસ સિસ્ટમની સમસ્યાઓ દૂર કરવા માટે વપરાય છે. તે પાચન સંબંધિત સમસ્યાઓ, પીરિયડ્સમાં દુખાવો અને પેટનું ફૂલવું ઘટાડવા માટે પણ ફાયદાકારક છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો.)
First published: