Home /News /lifestyle /Swelling: ચહેરા અને હાથ-પગ પર સોજા ચડે છે? ગંભીર બીમારીઓના છે લક્ષણો
Swelling: ચહેરા અને હાથ-પગ પર સોજા ચડે છે? ગંભીર બીમારીઓના છે લક્ષણો
પગ પર આવે છે સોજા આ હોઇ શકે છે કારણ
Health: શરીર (Body)માં આવતા સોજાને જોઇને કયા અંગમાં તકલીફ થઇ રહી છે તેનો ખ્યાલ આવી જાય છે. સોજાની સમસ્યા સાથે શરીર વારંવાર તરસ અને તાવ (Fever) જેવા સંકેતો પણ અનેક વખત આપે છે
Causes of swelling in the body: હાથ, પગ અને મોઢા સહિત શરીરના ઘણા ભાગોમાં સોજા (Swelling in the body) આવવા એ સામાન્ય સમસ્યા છે. ઘણા લોકો સોજાને ગંભીરતાથી લેતા નથી અને આ સમસ્યાને ટાળતા રહે છે. અલબત, આ સમસ્યા કોઇ ગંભીર બિમારીનો સંકેત હોઇ શકે છે. સોજા શરીરની અંદર થઈ રહેલા ફેરફારો અને તકલીફને દર્શાવે છે. સોજા ઘણા કારણોથી આવી શકે છે અને મુખ્યત્વે બધા કારણો ગંભીર છે.
શરીર (Body)માં આવતા સોજાને જોઇને કયા અંગમાં તકલીફ થઇ રહી છે તેનો ખ્યાલ આવી જાય છે. સોજાની સમસ્યા સાથે શરીર વારંવાર તરસ અને તાવ (Fever) જેવા સંકેતો પણ અનેક વખત આપે છે. શરીરની ત્વચા, સાંધા અને અન્ય પેશીઓ અને અવયવોમાં સોજા આવી શકે છે. સામાન્ય રીતે આ સમસ્યા જાતે જ ઠીક થઈ જાય છે, પરંતુ ઘણી વખત તમારે ડોક્ટરની સલાહ લેવાની અને દવાઓ લેવાની જરૂર પડી શકે છે. તો ચાલો સોજા આવવાના કારણ અને તે રોગોના કયા સંકેતો છે? તે અંગે જાણીએ.
કિડનીની સમસ્યા - તમારા ચહેરા અને હાથ-પગમાં સોજો દેખાય તો તે કિડનીની સમસ્યાનો સંકેત છે. કિડની યોગ્ય રીતે કામ ન કરે ત્યારે ટોક્સિન્સ શરીરમાંથી બહાર નીકળી શકતા નથી અને તે શરીરમાં જમા થવા લાગે છે, તેના કારણે સોજાની સમસ્યા થાય છે.
થાઇરોઇડ - તમારા શરીરમાં જાડાપણું સોજા જેવું લાગે તો તે હાયપો-થાઇરોઇડિઝમનું લક્ષણ હોઈ શકે છે. આ સમસ્યા થાઇરોક્સિન હોર્મોનની ઉણપને કારણે થાય છે.
હૃદય રોગ - જો તમને જાંઘ અને હાથમાં સોજો દેખાય તો તે હૃદય રોગની નિશાની છે.
લીવરની સમસ્યા- લીવરની સમસ્યાથી પેટમાં સોજો અને દુ:ખાવો બંને થઈ શકે છે. ઘણી વખત પીરિયડ્સમાં પણ પેટમાં સોજો આવી જાય છે, જોકે પીરિયડ્સ પૂરા થયા બાદ તે જતો પણ રહે છે.
પગમાં સોજો- ડીપ વેઈન થ્રોમ્બોસિસના કારણે પગમાં સોજા અને દુ:ખાવાની સમસ્યા થાય છે. આ સ્થિતિમાં શરીરમાં ક્યાંક નસોની અંદર લોહી ગંઠાઈ જાય છે. ડીપ વેઈન થ્રોમ્બોસિસ પગમાં નીચેની તરફ થાય છે. લોહી ગંઠાઈ જવું એ જામી ગયેલું લોહી હોય છે અને તે અન્ય સ્થળોએ પણ જઈ શકે છે.
આંખો નીચે સોજો- આંખો નીચે સોજો ઉંમર વધવાને કારણે થાય છે. ફેટ પેડ્સ અને કોલેજન ઓછું થવા લાગે ત્યારે આંખોની આસપાસનો સોજો આવે છે અને ત્વચાનો રંગ બદલાવા લાગે છે.
અહી ઉલ્લેખનીય છે કે, પગમાં સૌથી વધુ સોજો આવે છે. પગના સોજા પાછળ સગર્ભાવસ્થા, લાંબા સમય સુધી ઊભા રહેવું, પગની નસોમાં નાના વાલ્વ નબળા પડવા, પ્રોટીનનો અભાવ, ફેફસાના લાંબા ગાળાના રોગ, લોહી ગંઠાઈ જવું, વધુ વજન, પગમાં ચેપ લાગવો અને વધુ ઉંમર વગેરેનો સમાવેશ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર