ચમચી વાપર્યા વગર હાથથી જ જમવાના 3 ફાયદા

News18 Gujarati
Updated: August 11, 2019, 5:17 PM IST
ચમચી વાપર્યા વગર હાથથી જ જમવાના 3 ફાયદા
જ્યારે ચમચીથી ભોજન કરવાવાથી મગજને આ સંદેશ નથી મળતો કે ભોજન કેટલુ ગરમ છે.

જ્યારે ચમચીથી ભોજન કરવાવાથી મગજને આ સંદેશ નથી મળતો કે ભોજન કેટલુ ગરમ છે.

  • Share this:
આજની મોર્ડન જનરેશન સ્વદેશ કરતા વિદેશી ચીજોને વધુ જલદી સ્વાકરતી થઈ ગઈ છે. અને એટલે જ રોજિંદા ભોજનમાં આપણી ગુજરાતી વાનગીઓ કરતા વધુ ઈન્ટરનેશનલ વાનગીઓને વધુ પસંદ કરે છે. તે જ રીતે આપણી રહેણી કરણી પર પણ અસર થવાથી આપણે હાથથી જ ભોજન કરવા કરતી ચમચીથી ભોજન કરવાનું પસંદ કરવા લાગ્યા છીએ.

પહેલાના સમયમાં લોકો સાત્વિક અને સુપાચ્ય ખોરાકને વધારે મહત્વ આપતા હતા, જે હવે આજના સમયમાં લોકો ઘણાં ફોકવર્ડ થઈ રહ્યા છે. અને સાત્વિક અને સુપાચ્ય ખોરાકને બદલે ફાસ્ટ ફૂડ અને અનહાઈજેનિક ખોરાક વધુ ખાય છે. જે તમારા શરીર માટે પણ ઘણું નુક્સાનકારક સાબિત થાય છે. તેથી જો તમને પણ અનહાઈજેનિક ચીજો ખાવાની આદત હોય તો આજથી જ બને એટવું ઓછું કરતા જાવ. તેની સાથે એક અગત્યની અને જાણવા જેવી બાબત આજે અમે તમને જણાવીશું.આયુર્વેદમાં હાથથી ભોજન કરવાના ઘણા ફાયદા જણાવ્યા છે. ચમચી, કાંટા કે છરીથી ખાવા કરતા સીધા હાથથી જ ખાવાના ઘણા ફાયદા છે. કહેવાય છે કે હાથથી ભોજન કરવું તમારા આરોગ્ય માટે તે ઘણું લાભદાયી છે. ચાલો જાણીએ શા માટે આપણે હાથથી જ ભોજન કરવું જોઈએ ?

હાથથી જમવાના ફાયદા :-

મોં દાઝતા કે બળતરાથી બચાવે છે :હાથથી ભોજન કરતી વખતે ભોજન કેટલુ ગરમ છે તે સ્પર્શ માત્રથી જાણ થઈ જાય છે. જેથી જો ભોજન ગરમ હોય તો હાથ દ્વારા જ ખબર પડી જાય છે અને જેથી મોં બળતા બચે છે. જ્યારે ચમચીથી ભોજન કરવાવાથી મગજને આ સંદેશ નથી મળતો કે ભોજન કેટલુ ગરમ છે.

શરીરના પંચતત્વનું સંતુલન જળવાય છે :
આયુર્વેદ મુજબ શરીર 5 તત્વોથી બનેલું છે ધરા,વાયુ,નભ,જળ અને અગ્નિ. આ પાંચ તત્વોમાં અસંતુલન થતાં શરીરમાં ઘણા રોગો થવાની શક્યતાઓ વધી જાય છે. હાથથી ખોરાક ગ્રહણ કરતી વખતે જે મુદ્રા હોય છે તેમાં શરીરમાં પાંચ તત્વોનું સંતુલન જળવાય રહે છે અને ઉર્જા જળવાય રહે છે.પચવામાં સરળતા રહે છે :
ખોરાકને હાથથી જ ઉઠાવીને ખાવાથી તેના સ્પર્શથી મગજ સક્રિય થાય છે. અને ખોરાક પહેલા પેટને પાચન માટે સક્રિય થવા માટે સંકેત આપે છે જેથી પાચન થવામાં મદદ મળે છે.

શરીર ઉતારવા માટે રામબાણ છે આ 6 ચીજો, નયણા કોઠે કરો આ અક્સીર પ્રયોગ

તેથી હવેથી  ચમચી-કાંટાનો ઉપયોગ કરવા કરતા ખોરાકને હાથથી જ ખાવાની ટેવ પાડશો.
First published: August 11, 2019, 4:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading