જાણો ભારતીય ઈતિહાસમાં 3 જૂનનું શું છે મહત્વ

પ્રતિકાત્મક તસવીર

ભારતને રાતોરાત આઝાદી નથી મળી. તેની સમગ્ર પ્રક્રિયા કેટલાક વર્ષો સુધી ચાલી ને તે 15 ઓગસ્ટ 1947ના દિવસ બાદ પણ ચાલી રહી હતી. તે પહેલા અનેક યોજનાઓ બનાવવામાં આવી,

  • Share this:
ભારતને રાતોરાત આઝાદી નથી મળી. તેની સમગ્ર પ્રક્રિયા કેટલાક વર્ષો સુધી ચાલી ને તે 15 ઓગસ્ટ 1947ના દિવસ બાદ પણ ચાલી રહી હતી. તે પહેલા અનેક યોજનાઓ બનાવવામાં આવી, જેમાં આઝાદીની માહિતીની જાણકારી આપવામાં આવી છે. આ સમગ્ર યોજનામાં 3 જૂનનો દિવસ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે.

પહેલેથી તૈયારી કરવામાં આવી રહી હતી-ભારતને આઝાદી આપવાના વિચાર પર દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું હતું. વર્ષ 1946માં બ્રિટનથી કેબિનેટ મિશન ભારતને આઝાદી આપવાના ઉદ્દેશ્યથી ભારત આવ્યું હતું. આ તમામ બાબતો વચ્ચે મોહમ્મદ અલી જિન્નાના નેતૃત્વમાં પાકિસ્તાનની માંગ કરવામાં આવી રહી હતી. કેબિનેટ પ્લાનનો વિરોધ કરવામાં આવ્યો અને તે લાગુ કરવાના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા.

માઉન્ટબેટનની યોજના- 20 ફેબ્રુઆરી 1947ના રોજ બ્રિટને આ ઔપચારિક નિર્ણયની ઘોષણા કરી હતી. નિર્ણયમાં જણાવવામાં આવ્યું હતું કે સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા નક્કી થાય કે ન થાય જૂન 1948 સુધીમાં અંગ્રેજો ભારત છોડીને જતા રહેશે. ત્યારબાદ ભારતના વાયસરોય લૉર્ડ માઉન્ટબેટને 3 જૂન 1947ના રોજ એક યોજના રજૂ કરી, જેને 3 જૂનની યોજના કહેવામાં આવે છે. મહત્વની વાત છે કે પહેલેથી જ નક્કી કરવામાં આવ્યું હતું કે માઉન્ટબેટન ભારતના છેલ્લા વાયસરોય હશે.

રાજનૈતિક પરિસ્થિતિમાં બદલાવ-માઉન્ટબેટનની 3 જૂનની યોજના પહેલા સમગ્ર દેશમાં સાંપ્રદાયિક મુદ્દાઓના કારણે પરિસ્થિતિ બગડી હતી. રાજનૈતિક પરિસ્થિતિમાં બદલાવ આવ્યો. લોકો પાકિસ્તાનની માંગણીઓ કરી રહ્યા હતા, હિંદુ-મુસ્લિમ હુલ્લડોના કારણે માઉન્ટબેટને તેમની યોજનામાં બે દેશ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ વાત માની લેવાને કારણે પરિસ્થિતિ વધુ બગડી હતી.

રૂપરેખા- 3 જૂનની યોજનામાં કહેવામાં આવ્યું કે દેશના ભાગલાને બ્રિટન સંસદ માન્યતા આપશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માન્યતા આપવામાં આવશે. બંને દેશની સરકારને ડોમિનિયનના હોદ્દા સાથે બ્રિટીશ રાષ્ટ્રમંડળના સભ્ય બનવાનો નિર્ણય કરવા માટેનો પણ અધિકાર આપવામાં આવશે. યોજનામાં નક્કી કરવામાં આવ્યું કે હિંદુઓ રહેતા વિસ્તાર ભારતને અને મુસ્લિમ રહેતા વિસ્તારને પાકિસ્તાનને આપવામાં આવશે. દેશની 565 રિયાસતોને આઝાદી આપવામાં આવી કે તે ભારત અથવા પાકિસ્તાન કોઈ પણ દેશમાં શામેલ થઈ શકે છે.

વિરોધ-બ્રિટીશ સંસદે 18 જુલાઈ 1947ના રોજ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ પસાર કર્યું અને વિભાજનની પ્રક્રિયાને અંતિમ સ્વીકૃતિ આપી. આ સમગ્ર યોજનાનો દેશમાં ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો, તે પહેલા માઉન્ટબેટને નહેરુ અને અન્ય પ્રમુખ નેતાઓને આ યોજના સ્વીકારવા માટે મનાવી દીધા હતા. નહેરુ સહિત તમામ નેતાઓએ તે પરિસ્થિતિમાં 3 જૂનની યોજનાને સ્વીકારવાનું વધુ યોગ્ય ગણ્યું.

જનમત સંગ્રહ- આ યોજના અનુસાર અનેક વિસ્તારોમાં જનમત સંગ્રહ લેવો પડ્યો જેના કારણે, પંજાબ અને બંગાળનું વિભાજન થયું. અનેક રિયાસતોએ આ યોજના સ્વીકારવાની ના પાડી હતી, જેમાં હૈદરાબાદનું નામ સૌથી ઉપર હતું. તે બાદ હૈદરાબાદને ભારતનો હિસ્સો બનાવવામાં આવ્યો. કબાલિયોએ કાશ્મીર પર હુમલો કર્યો, ત્યારે કાશ્મીરે ભારતમાં આવવાનો નિર્ણય કર્યો.

ભારત અને પાકિસ્તાન માટે માઉન્ટબેટનની 3 જૂનની યોજના જવાબદાર છે. જેના આધાર પર બ્રિટીશ હુકૂમતે ભારતને આઝાદી આપી. આઝાદી બાદ પણ દરેક રિયાસતને ભારતમાં શામેલ કરવાનું કામ ખૂબ જ અઘરુ હતું અને તે પૂર્ણ થવામાં ઘણો સમય લાગ્યો હતો. 26 જાન્યુઆરી 1950ના રોજ દેશમાં નવું સંવિધાન લાગુ કરવામાં આવ્યું.
First published: