Home /News /lifestyle /

વિયાગ્રાના 20 વર્ષ! અકસ્માતે શોધાયેલી દવાએ અનેકની જિંદગી બદલી નાખી

વિયાગ્રાના 20 વર્ષ! અકસ્માતે શોધાયેલી દવાએ અનેકની જિંદગી બદલી નાખી

  આજથી બરાબર 20 વર્ષ પહેલા અમેરિકાના પુરુષો માટે એક આશાનું કિરણ સમાન એક દવાની શોધ થઈ. 1998માં ફાયઝર નામની કંપનીએ એક એવી મેડિસિનની શોધ કરી જેનાથી અમેરિકામાં 40થી વધારે ઉંમરના લોકો કે જેઓ સેક્સ લાઇફથી હાર માની ગયા હતા તેમની જિંદગી જ બદલાઈ ગઈ. આ નીલા રંગની ગોળીએ જાણે લાખો ઉંમરલાયક લોકોને કાનમાં જઈને કહ્યું કે હાર ન માનશો, મારા ડોઝથી તમારી નિરશ બની ગયેલી જિંદગીમાં ફરીથી જોમ આવી જશે. જાણકારો તો એવું કહે છે કે વિયાગ્રાને કારણે જ અમેરિકાના લોકો સેક્સ જેવા વિષય અંગે ખુલ્લીને ચર્ચા કરવા લાગ્યા હતા.

  જોકે, રસપ્રદ વાત એ છે કે વિયાગ્રાને કોઇ યોજનાબદ્ધ રીતે માર્કેટમાં લાવવામાં આવી ન હતી. વર્ષ 1991માં ફાયઝર કંપની અનઝાઇના (બ્લડ પ્રેશર ઓછું થવાને કારણે છાતિમાં થતા દુઃખાવાની દવા) માટે સ્લાઇડનેફિલ સિટ્રેટ નામની દવાનું પરીક્ષણ કરી રહી હતી. આ પ્રયોગમાં ભાગ લેનાર પુરુષોએ પોતાના રિપોર્ટમાં તેની એક સાઇડ ઇફેક્ટની ફરિયાદ કરી હતી. સંશોધકોને માલુમ પડ્યું હતું કે આ દવા રક્ત ધમનીઓને આરમ તો નથી પહોંચાડી રહી પરંતુ તેનાથી શરીરનો એક અન્ય ભાગ 'ઊંચો' થઈ જાય છે. આ માટે જ અનેક લોકો વિયાગ્રાને 'ફાઇઝર રાઇઝર' કહીને પણ સંબોધે છે.

  વિયાગ્રાને લઈને એક ફરિયાદ

  કંપનીએ પુરુષો પાસેથી મળેલી આ જાણકારીને ગંભીરતાથી લીધી હતી. આ દિશામાં કામ કર્યું. બાદમાં વર્ષ 1998માં સેક્સની દુનિયામાં ક્રાંતિ લાવનારી આ દવા નપુંસકતાનો રામબાણ ઇલાજ બની ગઈ હતી. આજે લિંગની નબળાઇથી પીડાતા વિશ્વના અનેક પુરુષો વિયાગ્રાને આશાના કિરણ તરીકે જોવે છે. આ દવાની જાહેરાતમાં અમેરિકાના રિપબ્લિકન સેનેટર બોબ ડોલ નજરે પડ્યા હતા, જેમણે ગુપ્તાંગ સાથે જોડાયેલી નબળાઈ અંગે ખુલીને વાત કરી હતી.

  જોકે, વિયાગ્રા કંપનીને લઈને એક ફરિયાદ હંમેશા રહી છે કે તેણે મહિલાઓની સેક્સ સંબંધિત સમસ્યાઓ અંગે ક્યારેય ધ્યાન નથી આપ્યું. એવામાં વર્ષ 2015માં 'ફિમેલ વિયાગ્રા' આવી હતી. આ દવાને એવી મહિલાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી કે જેમની સેક્સ પ્રત્યેની ઈચ્છામાં સતત ઘટાડો થઈ રહ્યો હોય. જોકે, આ દવા પુરુષ માટેની વિયાગ્રા જેવી સફળ રહી ન હતી. સાથે જ આની અનેક સાઇડ ઇફેક્ટ્સ પણ હતી. આ દવા લીધા પછી ગભરામણ, ઉલટી થવી અને આત્મહત્યાના વિચાર પણ આવતા હતા. એક રીતે જોઈએ તો ફિમેલ વિયાગ્રા સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી હતી.  અનેક માન્યતાઓ


  વિયાગ્રાને લઈને અનેક પ્રકારની માન્યતાઓ ફેલાયેલી છે. અમુક માન્યતાઓ એવી છે કે જેને સાંભળીને તમે કહેશો કે આ તો કોઈ 'વિયાગ્રા ભક્ત' દ્વારા જ કહેવામાં આવી છે. એવી માન્યતા છે કે જ્યાં સુધી વિયાગ્રાની અસર રહેશે ત્યાં સુધી પુરુષનું લિંગ ઉત્થાન અવસ્થામાં જ રહે છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે વિયાગ્રા ત્યારે જ કામ કરશે જ્યારે તમે ઉત્તેજિત હશો. દૈનિક કાર્ય કરવાની સ્થિતિમાં તમે સામાન્ય જ રહેશો.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Pfizer, Physical relation, દવા

  આગામી સમાચાર