111 વર્ષના ઓસ્ટ્રેલિયનનો સૌથી મોટો ખુલાસો કહ્યું કે, ચીકન બ્રેઈન ખાવાથી આયુષ્ય વધ્યું

111 વર્ષના ઓસ્ટ્રેલિયનનો સૌથી મોટો ખુલાસો કહ્યું કે, ચીકન બ્રેઈન ખાવાથી આયુષ્ય વધ્યું

  • Share this:

નવી દિલ્લી: ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ વૃદ્ધ વ્યક્તિની ઉંમર 111 વર્ષ છે. તેમણે જણાવ્યું કે, 111 વર્ષ સુધી જીવિત રહેવા પાછળનું એક રહસ્ય છે, તેઓ ચીકન બ્રેઈન ખાતા હતા. આ સૌથી વૃદ્ધ વ્યક્તિનું નામ છે ડેક્સ્ટર ક્રુગર અને તેઓ નિવૃત્ત પશુપાલક છે. પ્રથમ વિશ્વ યુદ્ધના સિપાહી જેક લોકેટ કરતા તેઓ એક દિવસ મોટા છે. જેકનું મૃત્યુ 2002માં થયું હતું. ક્રુગરે ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પને ક્વિંસલેન્ડ રાજ્યમાં ગ્રામીણ વિસ્તારના પોતાના નર્સિંગ હોમમાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે આ માઈલસ્ટોન પહેલાના દિવસોમાં મરઘાના વ્યંજનના કારણે તેમને લાંબુ જીવન પ્રાપ્ત થયું છે.ક્રુગરે કહ્યું, “ચીકન બ્રેઈન, તમને ખબર છે ચીકનને માથામાં મગજ હોય છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.” તેમણે કહ્યું “માત્ર એક નાની બાઈટ લેવાથી પણ તમને તે સ્વાદિષ્ટ લાગશે”.

ક્રુગરનો 74 વર્ષીય પુત્ર ગ્રેગે તેના લાંબા જીવન માટે તેના પિતાની સામાન્ય જીવનશૈલીને શ્રેય આપ્યો. નર્સિંગ હોમના મેનેજર મેલાની કાલ્વર્ટે કહ્યું કે, ક્રુગર તેમની આત્મકથા લખી રહ્યા છે. “તે કદાચ અહીંયા રહેતા રહેવાસીઓમાંથી સૌથી વધુ બુદ્ધિમાન છે.” કાલ્વર્ટે વધુમાં ઉમેર્યું કે, “111 વર્ષની ઉંમરે તેમની યાદશ્કિત ખૂબ જ અદભુત છે.”

ઓસ્ટ્રેલિયન બુક ઓફ રેકોર્ડ્સના સ્થાપક જોહ્ન ટેલરે પુષ્ટિ કરી છે કે, ક્રુગર અત્યાર સુધીના સૌથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિ બની ગયા છે. અત્યાર સુધી સૌથી વધુ વૃદ્ધ વ્યક્તિ ઓસ્ટ્રેલિયાની ક્રિસ્ટીના કૂક હતી. જેમનું મૃત્યુ વર્ષ 2002માં થયું હતું. તેઓ 114 વર્ષ અને 148 દિવસની ઉંમર ધરાવતા હતા.
Published by:kuldipsinh barot
First published:May 18, 2021, 22:36 pm

ટૉપ ન્યૂઝ