રસોઈમાં વપરાતી આ 11 ચીજો વિશે દરેક નથી જાણતા! કરે છે આવો જાદુ

રસોઈમાં વપરાતી આ 11 વસ્તુઓ પણ છે ઘણી કામની!

રસોઈમાં વપરાતી આ 11 વસ્તુઓ પણ છે ઘણી કામની!

 • Share this:
  કોર્ન ફ્લોર- તે મકાઈનો સફેદ બારીક લોટ હોય છે. તેને આઈસ્ક્રીમ, સૂપ, ડિઝર્ટ વગેરેને ઘટ્ટ કરવા વપરાય છે. ફરસાણને ક્રિસ્પી બનાવવા પણ તેનો ઉપયોગ થાય છે.

  કસ્ટર્ડ પાઉડર- જે દૂધને ઘાટું બનાવવા વપરાય છે. તેનો ઉપયોગ આઈસ્ક્રીમ, પુડિંગ તથા ફ્રુટ સલાડમાં થાય છે. તે ઘણાં ફ્લેવરમાં મળે છે.

  જીલેટીન- જેનો ઉપયોગ પુડિંગ, સલાડ, આઈસ્ક્રીમ વગેરેમાં સેટ કરવા માટે થાય છે. તેથી જેલી એટલે જુદી જુદી સુગંધ, રંગ અને ખાંડ ભેળવેલું જીલેટીન.

  ઈનો- મીઠો સોડા અને લીંબુના ફૂલનું મિક્ષણ. તેનાથી વાનગી મુલાયમ થાય છે અને ફૂલે પણ છે.

  જી.એમ.એસ. અને સી.એમ.એસ.- આઈસ્ક્રીમ આનાથી જામે છે અને મુલાયમ લાગે છે. તેમજ તેમાં બરફની કણી નથી જામતી.

  સોડીયમ બેન્ઝોએટ- એક પ્રકારનું પ્રિઝર્વેટીવ છે.આનો ઉપયોગ અથાણામાં અને ટમેટામાંથી બનતી વાનગીઓમાં થાય છે. 1 કિલો સામગ્રીમાં 1 ગ્રામની માત્રા રાખો. તેનાથી વધારે ઉપયોગ કરવાથી વસ્તુ કાળી પડી જાય છે.

  એસીટિક એસીડ- આનો ઉપયોગ ટમેટો કેચઅપ, ગાજરનું અથાણું તેમજ ખાટી-મીઠી ચટણીમાં થાય છે.

  સાઇટ્રિક એસીડ- તેને લીંબુના ફૂલ તરીકે ઓળખાય છે. લીંબુની જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય છે. જેમાં લીંબુનો રસ નાખવાથી મિશ્રણ ઢીલું થઈ જાય તેમ હોય ત્યારે લીંબુના ફૂલ નાખવા.
  બેકિંગ પાઉડર- કેક, બિસ્કીટ વગેરે બેકરી વાનગીમાં ફુલાવા માટે થાય છે.

  તૂટીફૂટી- તેને કાચા પપૈયાના ટુકડાને કૂકરમાં 1 સીટી વગાડી રંગીન ચાસણીમાં ડુબાડીને સુકવી તૈયાર કરવામાં આવે છે. વાનગીના ડેકોરેશનમાં ઉપયોગી બને છે.

  કાલાજીરા- જીરાને શેકીને તેમાં મરી નાખી બારીક પાઉડર બનાવો. લીંબુ શરબત તેમજ દહીંવડામાં ઉપયોગ થાય છે.  ચાઈનાગ્રાસ- તે આઈસ્ક્રીમને જલ્દી જમાવવા માટે મદદ કરે છે.
  Published by:Bansari Shah
  First published: