Home /News /lifestyle /100 ml દૂધની ન્યૂટ્રિશનલ વેલ્યુ શું છે? એક્સપર્ટ પાસેથી જાણી લો રોજ કેટલું તાજુ દૂધ પીવું જોઇએ
100 ml દૂધની ન્યૂટ્રિશનલ વેલ્યુ શું છે? એક્સપર્ટ પાસેથી જાણી લો રોજ કેટલું તાજુ દૂધ પીવું જોઇએ
દૂધમાં કેલ્શિયમની માત્રા સારી હોય છે.
100 ml Milk Nutritional Value: દૂધ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. દૂધ ઉંમર પ્રમાણે પીવું ખૂબ જરૂરી છે. દૂધમાંથી કેલ્શિયમથી લઇને બીજા અનેક પ્રકારના તત્વો મળી રહે છે. દૂધ તમારી સ્કિન પણ સારી કરે છે.
100 ml Milk Nutritional Value: દૂધનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર થાય છે. આ સાથે જ હાડકાં અને દાંતને મજબૂત કરવા માટે દૂધ પીવું ફાયદાકારક ગણાય છે. દૂધમાં વિટામીન ડી, પ્રોટીન, પોટેશિયમ, ફોસ્ફોરસ, મેગ્નેશિયમ, વિટામીન બી 12 અને ઝિંક જેવા અનેક પ્રકારના તત્વો હોય છે. દૂધ પીવાથી ડાયાબિટીસ, હાર્ટના રોગો અને મોટાપા જેવી બીમારીઓમાંથી બચાવે છે. એક સામાન્ય કપ અથવા ગ્લાસ લગભગ 100mlનો હોય છે.
100ml દૂધ પીવાથી શરીરને કેટલી માત્રામાં પોષક તત્વો મળે છે? આ સવાલ દરેક લોકોના મનમાં થતો હોય છે. ઓનલીમાયહેલ્થ અનુસાર 100ml દૂધની ન્યૂટ્રિશનલ વેલ્યુ અને દૂધનું સેવન કરવાની સાચી રીત જાણો તમે પણ. જાણો The Nutriwise Clinic લખનઉના ન્યુટ્રિશનિસ્ટ નેહા સિન્હા આ વિશે શું કહે છે.