10 ખાસ ટિપ્સ જે સડસડાટ ઉતારશે તમારા પેટની ચરબી

વજન ઉતારવા સતત પ્રયાસ કરવા જોઇએ. ફક્ત તે વિશે વિચારવાથી કંઇ જ નહીં થાય તે માટે તમારે મહેનત પણ કરવી પડશે.

વજન ઉતારવા સતત પ્રયાસ કરવા જોઇએ. ફક્ત તે વિશે વિચારવાથી કંઇ જ નહીં થાય તે માટે તમારે મહેનત પણ કરવી પડશે.

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: જો તમે તમારા પેટની ચરબી અને વજન ઉતારવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો સૌથી પહેલાં જાણી લો કે હાલમાં તમારુ વજન કેટલું છે. તમારું BMI એટલે કે બોડી માસ ઇન્ડેક્સ કેટલું છે. તમારી ઉંમર અને તમારી હાઇટ. આ તમામને ધ્યાનમાં રાખીને આપનું વજન કેટલું હોવું જોઇએ તે નક્કી કરો. સામાન્ય રીતે જો તમારી હાઇટ 5'3'' થી 5'5''ની વચ્ચે હોય અને તમારી ઉંમર 25-35ની હોય તો તમારું વજન 55-60 કિલોની વચ્ચે હોવું જોઇએ.

ત્યારે ચાલો આપને જણાવીએ 10 એવી ટિપ્સ જે તમારી બેલી ફેટ દૂર કરશે અને તમને આપશે એક કર્વી લૂક.

1. રાતનું ભોજન ભારે ન લો
સૌથી પહેલાં તો એક નિયમ બનાવી લો જેમાં આપ ભલે કોઇપણ ડાયેટ પ્લાન ફોલો કરો પણ તેમાં રાતનું ભોજન હળવું રાખો. આમ તો મોડામાં મોડું આઠ વાગ્યા સુધીમાં ડિનર લઇ લેવું પણ જો તે શક્ય ન હોય તો સુવાનાં બે કલાક પહેલાં તો ભોજન લઇ જ લેવું.

2. સવારનો નાશ્તો ક્યારેય મિસ ન કરો
વજન ઘટાડવા માટે તમે ડાયેટિંગ ફોલો કરવામાં ખાવા-પિવાનું છોડી દેવાની ભૂલ ન કરો. તેમાં પણ ખઆસ કરીને સવારનો નાશ્તો ક્યારેય છોડવો નહીં. સવારનો નાસ્તો બને તેટલો વધારે લો. જો લન્ચમાં થોડુ ઓછુ લેશો તો ચાલશે. પણ નાશ્તો ભરપેટ કરો.

3. ફણગાવેલા અને બાફેલી વસ્તુ ભોજનમાં લો
સૌથી પહેલાં તો તમારા ડાયેટમાં કઠોળનો અને લીલાશાકભાજીનો સમાવેશ કરી લો. અંકુરીત કઠોળનું નિયમિત સેવન કરો. જેમાં ફણગાવેલા મગ, ચણા અને સોયાબીન દાળ લો. તે તમારા શરિરને ભરપુર માત્રામાં કેલરી આપશે તેમજ અન્ય પોષક તત્વો પણ પૂરા પાડશે.

4. ખુબ બધુ પાણી પીવો
વજન ઉતારવા માટે આ વાત હમેશાં યાદ રાખો દિવસનું વધુમાં વધુ પાણી પીઓ. દરરોજ 3-4 લિટર પાણી લો ભોજનનાં અડધા એક કલાક પહેલાં બે ગ્લાસ પાણી અવશ્ય પી લો. જેથી તમારી ભુખ શાંત થાય અને તમે જરૂર કરતાં ઓછુ ખાવો.

5.નિયમિત એક્સરસાઇઝ અને ચાલવાની ટેવ
જો તમારે ઝડપથી વજન ઉતારવું છે તો દરરોજની 20 મિનિટની વોક અને 20ની એક્સરસાઇઝ કે પછી યોગની ટેવ પાડવી જોઇએ. તેનાંથી ન ફક્ત વજન ઉતરવામાં મદદ મળશે પણ સાથે સાથે
તમારા શરિરમાં નવી ઉર્જાનો સંચાર થશે જેને કારણે તમે આખો દિવસ ફ્રેશ ફિલ કરશો.

6. મેદાવાળી અને ચણાનાં લોટની વાનગીને કહો ના
જો તમે મેદાવાળી બ્રેડ કે પછી ચણાનાં લોટની આઇટમ્સ ખાવાનાં શોખીન છો તો તમારે આ ટેવ હાલજ સુધારવી પડશે. તમારી આ ટેવ તમારુ વજન વધારવામાં મહત્તમ ભાગ ભજવે છે.

7.સવારે નાયણાં કોઠે ગરમ પાણીમાં લીંબુનું સેવન
વજન ઉતારવામાં તમે આ એક એક નુસ્ખાને ધ્યાનમાં રાખી શકો છો ઉઠતાની સાથે જ હુફાળા પાણીમાં લીબુ નીચોવી લો અને આ એક ગ્લાસ પાણી પી લો. તેનાંથી વજન તો ઉતરશે જ સાથે સાથે પેટ પણ સાફ રહેશે.

8. મીઠાઇથી રહો દૂર
જો તમે મીઠાઇનાં શોખીન છો તો તમારે તારી આ ટેવ પર કંટ્રોલ લાવવો જ પડશે અને તમારા જીવનમાંથી મીઠાઇને દૂર કરવી પડશે તો જ તમે વજન ઉતારવાનાં લક્ષ્યમાં પ્રાપ્ત કરી શકશો.

9. યોગ્ય ઉંઘ લો
આ તમામની વચ્ચે તમારી ઉંઘનું પણ ધ્યાન રાખો. સામાન્ય રીતે શરીરને આરામ માટે 7-8 કલાકની ઉંઘની જરૂર પડે છે. જો તમારી ઉંઘ કાચી રહેશે તો તેની અસર બોડી પર પણ પડશે. ઘણી વખત ઉંઘની અનિયમતતાને કારણે પણ વજન વધે છે. તેથી તમારી ઉંઘનું ધ્યાન રાખો.

10. સ્ટ્રેસથી દૂર રહો
જો તમારે વજન ઘટાડવું હોય તો તમારી જાતને સ્ટ્રેસથી દૂર રાખવા પડે અને તમારા લક્ષ્ય પર જ ધ્યાન કેન્દ્રિત કરી તેને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયાસ કરવા જોઇએ. ફક્ત તે વિશે વિચારવાથી કંઇ જ નહીં થાય તે માટે તમારે મહેનત પણ કરવી પડશે.
First published: