થાઇરોઇડનાં દર્દીઓનું વજન વધવા નહીં દે આ 10 આસાન ટિપ્સ

બાફેલા બટાકા તમે ખાઇ શકો છો. બાફેલા બટાકા ખાવાથી વજન નથી વધતું. તે ઉપરાંત તેમાં પોટેશિયમ વધુ હોય છે જે બોડીનું મેટાબોલિઝમ વધાર છે

બાફેલા બટાકા તમે ખાઇ શકો છો. બાફેલા બટાકા ખાવાથી વજન નથી વધતું. તે ઉપરાંત તેમાં પોટેશિયમ વધુ હોય છે જે બોડીનું મેટાબોલિઝમ વધાર છે

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: થાઇરોઇડ શરીરમાં મેટાબોલિઝમ કંટ્રોલ કરે છે અને જ્યારે તે તેનું કામ યોગ્ય રીતે ન કરી શકે ત્કયારે સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓ જન્મવા લાગે છે. થાઇરોઇડ ગ્રંથી જ્યારે નોર્મલથી ઓછી માત્રામાં હોર્મોન્સ બનાવે છે ત્યારે તેને હાઇપોથાઇરોડ કહેવામાંઆવે છે. તેનાંથી વજન વધવા લાગે છે. પુરૂષોની સરખામણીએ મહિલાઓમાં થાઇરોઇડનું પ્રમાણ વધુ જોવા મળે છે.

ઘણી વખત કેટલાંક લોકો થાઇરોઇડમાં વજન ઘટાડવા માટે ટેબલેટ, કેપ્સ્યુલ્સ અને અન્ય દવાઓનો ઉપયોગ કરે છે. પણ જો યોગ્ય ડાયટ ચાર્ટ ફોલો કરવામાં આવે તો થાઇરોડમાં વજન ઘટાડી શકાય છે.

ચાલો ત્યારે નજર કરી 10 એવી ટિપ્સ પર જે થાઇરોઇડની સમસ્યામાં પણ તમારું વજન કંટ્રોલમાં રાખશે.

1. તમારા ભોજનમાં 30% બાફેલુ બોજન, 30% સલાડ અને 40% સાદુ ભોજન લો. તમારી રસોઇ નારિયળનાં તેલમાં બનાવો
2. બાફેલા બટાકા તમે ખાઇ શકો છો. બાફેલા બટાકા ખાવાથી વજન નથી વધતું. તે ઉપરાંત તેમાં પોટેશિયમ વધુ હોય છે જે બોડીનું મેટાબોલિઝમ વધાર છે. આ સાથે તમે શક્કરીયા પણ ખાઇ શકો છો
3. થાયરોઇડની સમસ્યા હોય હોય તો ભાત ન ખાવા. આપ બ્રાઉન રાઇસ અને દાળ ખાઇ શકો છો. તેનાંથી પ્રોટીન મળશે જે શરીરની ચરબી નહીં વધારે
4. સલાડમાં કાકડી, ગાજર, ડુંગળી અને ફણગાવેલા કઠોળ ખાવાનું ચાલુ કરો.
5. જો આપ નોનવેજ ભોજન લો છો તમારા ડાયેટમાં માછલીનું સેવન ફાયદાકારક રહેશે. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે થાયરોઇડમાં સૌથી જરૂરી પોષક તત્વ છે.
6. ફળમાં આપ દાડમ, સફરજન, અનાનસ, તરબુચ ખાઇ શકો છો.
7. હાઇપો થાઇરોડમાં વજન ઘટવા લાગે છે. જે માટે વિટામિન Bનું સેવન કરવું. જે તમને દુધ,દહી અને દુધનાં આહારમાંથી મળશે.
8. થાઇરોઇડમાં કયુ જ્યુસ પીવું યોગ્ય છે તેવો વિચાર આવે તો આપ સંતરા, પાઇનેપલ અને ગાજરનું જ્યુસ પી શકો છો. દિવસમાં એક વખત કોઇપણ એક જ્યુસ પીવું તેથી શરીરમાં એનર્જી રહેશે.
9. આપ ડ્રાયફ્રૂટ પણ ખાઇ શકોછો. અખરોટનાં સેવનથી થાઇરોઇડની સમસ્યા સુધરી શકે છે.
10. હાઇપો થાઇરોઇડમાં વજન કંટ્રોલમાં રાખવા માટે બોડી ડિટોક્સ કરવું જરૂરી છે. તે માટે આપ ગ્રીન ટી અને આદુ વાળી ચા કોફી કે પછી આદુનું ભરપૂર સેવ કરો. આદુ વાળુ પાણી ઉકાળીને પીવાથી તમામ પ્રકારનાં રોગમાંથી મુક્તિ મળે છે. તેમાં થાઇરોઇડ પણ આવી ગયો.
Published by:Margi Pandya
First published: