ભારતની 1.1 કરોડ મહિલાઓની નોકરી પર જોખમ, જાણો તેનું કારણ

News18 Gujarati
Updated: June 24, 2019, 6:23 PM IST
ભારતની 1.1 કરોડ મહિલાઓની નોકરી પર જોખમ, જાણો તેનું કારણ
વિશ્વની દસ મોટી અર્થવ્યવસ્થાઓ (કેનેડા, ફ્રાંસ, જર્મની, જાપાન, યુકે, ચીન, ભારત, મેક્સિકો અને દક્ષિણ આફ્રિકા) પર કેન્દ્રિત સ્ટડી અનુસાર, ઓટોમેશનના કારણે આશરે 10.7 કરોડ મહિલાઓની નોકરી જઈ શકે છે.

વિશ્વની દસ મોટી અર્થવ્યવસ્થાઓ (કેનેડા, ફ્રાંસ, જર્મની, જાપાન, યુકે, ચીન, ભારત, મેક્સિકો અને દક્ષિણ આફ્રિકા) પર કેન્દ્રિત સ્ટડી અનુસાર, ઓટોમેશનના કારણે આશરે 10.7 કરોડ મહિલાઓની નોકરી જઈ શકે છે.

  • Share this:
કહેવાય છે કે વ્યવસાયિક જીવનમાં પોતાને અપડેટ રાખવું જરૂરી છે. જો તમે સમય સાથે તમારી સ્કિલ અને નોલેજ નથી વધારતા તો તમે પાછા પડશો. હવે એક એવું જ જોખમ તાજેતરના સંશોધનમાં દેખાયું. જી હા, આ સંશોધન અનુસાર, વિશ્વની દરેક છઠ્ઠી મહિલાની નોકરી પર જોખમ છે.

વાસ્તવમાં કન્સલ્ટન્સી ફર્મ મેકીન્જીના તાજા અભ્યાસ મુજબ, ભવિષ્યમાં મહિલાઓ માટે નોકરીમાં 20 ટકા વધુ તક મળી શકે છે, પરંતુ જો તેમના કૌશલ્યમાં સુધારો ન આવ્યો તો, આવનાર સમયમાં તેમની સ્કિલમાં સુધાર ન આવ્યો તો લગભગ દરેક કાર્યક્ષેત્રોમાં લૈંગિક અસમાનતા વધવાની શક્યતા વધી ગઈ છે. દુનિયાની દરેક છઠ્ઠી મહિલાની નોકરી જોખમમાં છે.

યૉરસ્ટોરીમાં છપાયેલા સંશોધનના અહેવાલ મુજબ ભારતમાં લગભગ 1.1 કરોડ મહિલાઓને નોકરીથી હાથ ધોવા પડી શકે છે. આ મહિલા વર્કફોર્સના 8 ટકા છે. આપણા દેશમાં બદલાતા સમયમાં, ઓટોમેશન સાથે ઢળવું, સ્ત્રીઓ માટે સૌથી મોટી મુશ્કેલી બની શકે છે. તે પહેલાથી જ પોત-પોતાના કાર્યક્ષેત્રમાં પરંપરાગત અવરોધોથી ઝઝૂમી રહી છે.

બદલવી પડી શકે છે પોતાની ફિલ્ડ
મેકીન્જી ની 'ધ ફ્યુચર્સ ઑફ વુમન એટ વર્ક: ટ્રાન્સીશન ઇન ધ એઝ ઑફ ઑટોમેશન' શીર્ષક અધ્યયનમાં જણાવાયું છે કે આગામી એક દાયકામાં દુનિયામાં 10 કરોડથી વધુ મહિલાઓની નોકરીઓ જઈ શકે છે, અથવા તો પછી તેઓને પોતાની ફિલ્ડ બદલવી પડી શકે છે. કદાચ ત્યાં વિશ્વની દસ મોટી અર્થવ્યવસ્થાઓ (કેનેડા, ફ્રાંસ, જર્મની, જાપાન, યુકે, ચીન, ભારત, મેક્સિકો અને દક્ષિણ આફ્રિકા) પર કેન્દ્રિત સ્ટડી અનુસાર, ઓટોમેશનના કારણે આશરે 10.7 કરોડ મહિલાઓની નોકરી જઈ શકે છે.
First published: June 24, 2019, 6:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading