શિયાળામાં કપડા ક્લિન કરવા માટે અજમાવો આ ટ્રિક, પાણી વગર મસ્ત ચમકી જશે

કપડા ક્લિન કરવાની રીત

Tips To Clean Clothes Without Water: ઠંડીની સિઝનમાં પાણીમાં કામ કરવાનો બહુ જ કંટાળો આવે છે. ઠંડીની સિઝનમાં પાણીમાં કામ કરતા પહેલા સો વાર વિચાર કરવો પડે છે. તમે શિયાળામાં કપડા પાણી વગર ધોવા ઇચ્છો છો તો આ ટિપ્સ તમારા માટે બેસ્ટ છે.

  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની ઠંડીમાં પાણીમાં કામ કરવુ ગમતુ નથી. ઠંડીની સિઝનમાં દરેક લોકો પાણીના કામથી દૂર ભાગતા હોય છે. પરંતુ આપણાં રૂટિનના કામ એવા હોય છે જેમાં પાણીનો ઉપયોગ તમારે કરવો પડે છે. ખાસ કરીને ઠંડીની સિઝનમાં કપડા ધોવાથી અનેક લોકો દૂર ભાગતા હોય છે. આ સિઝનમાં પાણીમાં રહીને કામ કરવુ એક એક ટાસ્ક બની જાય છે. તો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેની મદદથી તમે સરળતાથી પાણીથી દૂર રહીને કપડાને ચમકાવી શકશો અને ઓછી મહેનતે મસ્ત કામ થઇ જશે.

  આ પણ વાંચો: આ 5 બીમારીઓમાં અળસીનું સેવન કરવાથી થાય છે લાભ

  લીંબુનો ઉપયોગ કરો


  શિયાળામાં કપડામાં ડાઘા જલદી પડતા હોય છે, એવામાં તમે લીંબુનો ઉપયોગ કરો છો તો સૌથી બેસ્ટ છે. આ માટે તમે કપડાને ક્લિન કરવા માટે લીંબુ કપડા પર હળવા હાથે ઘસો અને પછી આને ભીના કપડાથી લૂંછી લો. આમ કરવાથી કપડા પરના ડાઘા તરત જ દૂર થઇ જશે અને તમને ઠંડીમાં કામ કરવાની મજા આવશે. લીંબુમાં રહેલા ગુણો તમારા કપડામાં એક મસ્ત સ્મેલ લાવવાનું કામ કરે છે.

  આ પણ વાંચો: મહિલાઓ આ રીતે દૂર કરો માનસિક થાક

  તડકામાં રાખો


  શિયાળામાં ઠંડી હોવાથી કપડા જલદી ખરાબ થતા નથી. આ સાથે જ કપડામાંથી પરસેવાની વાસ આવતી નથી. એવામાં તમે કપડામાંથી સામાન્ય સ્મેલ દૂર માટે કપડાને બે થી ત્રણ કલાક માટે તડકામાં મુકી રાખો. આમ કરવાથી કપડામાંથી ડસ્ટ જતી રહેશે અને બેક્ટેરિયા ફ્રી થઇ જશે. તમે ગરમ કપડા માટે પણ આ ઉપાય અજમાવી શકો છો. કોઇ પણ સિઝન હોય પરંતુ તમારે તમારા કપડાને 2 થી 3 કલાક માટે તડકામાં રાખવા જોઇએ.

  કપડાને સેનેટાઇઝર સ્પ્રે કરો


  દરેક સિઝનમાં કપડાને બેક્ટેરિયા ફ્રી રાખવા માટે તમે સેનેટાઇઝર સ્પ્રેનો ઉપયોગ કરો. સેનેટાઇઝર સ્પ્રે તમને બીજી અનેક બીમારીઓથી બચાવવાનું કામ કરે છે. આ માટે તમે ક્લોથ સેનેટાઇઝર સ્પ્રેનો ઉપયોગ કરો છો તો સૌથી બેસ્ટ છે.  આ સ્પ્રેથી કપડા ધોવા પડતા નથી અને એમાંથી વાસ દૂર થઇ જાય છે. આમ કરવાથી તમારે પાણીમાં હાથ નાંખવો નહીં પડે. (નોંધ આ લેખમાં આપેલી જાણકારી અને સૂચનાઓ માન્યતાઓ પર આધારિત છે. આનો અમલ કરતા પહેલાં વિષેશજ્ઞોનો સંપર્ક કરો.)
  Published by:Niyati Modi
  First published:

  Tags: Clothes, Life style

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन