Home /News /kutchh /

Kutch: માલધારીઓ સાથે શિક્ષકો પણ કરે છે હિજરત, સમર્પણની અદ્ભુત કહાણી

Kutch: માલધારીઓ સાથે શિક્ષકો પણ કરે છે હિજરત, સમર્પણની અદ્ભુત કહાણી

ટેન્ટમાં

ટેન્ટમાં પ્રાથમિક અને માધ્યમિકના બાળકોને બેસાડી ભણાવાય છે

ભારે વરસાદના કારણે બન્ની વિસ્તારના ગામડાઓને હિજરત કરવી પડતી હોય છે, ત્યારે ગામની સરકારી શાળાના શિક્ષકો પણ જાણે તેમની સાથે હિજરત કરતા હોય તેમ મુશ્કેલીઓ વેઠ નવા આવાસ ખાતે જઈને વિદ્યાર્થીઓને ભણાવે છે

    Dhairya Gajara, Kutch: કચ્છના બન્ની (Banni Kutch) વિસ્તારમાં લોકો ખૂબ જ વિષમ પરિસ્થિતિમાં રહેતા હોય છે. ઉનાળામાં આગ ઓકતી ગરમી, શિયાળામાં હાડ થીજાવતી ઠંડી અને ચોમાસામાં તો ગામડાઓનો પાણીમાં ગરકાવ થઈ જતું હોય છે. શિયાળાને બાદ કરીએ તો અહીંના મોટાભાગના લોકોને ઉનાળા અને ચોમાસા દરમિયાન હિજરત (Banni Villages Relocate) કરી સુરક્ષિત સ્થળે સ્થળાંતર થવું પડે છે. આ પરિસ્થિતિમાં અહીંના બાળકોનું શિક્ષણ (Banni Education) સૌથી વધારે મુશ્કેલીમાં મુકાય છે. પણ આ ગામડાઓમાં ફરજ બજાવતા શિક્ષકો (Kutch Education) પણ જાણે આ લોકો સાથે જ હિજરત કરતા હોય તેમ મુશ્કેલીઓ વેઠી નવા સ્થળ પર જ બાળકોને નિયમિત શિક્ષણ આપે છે.

    કચ્છની સરકારી શાળાઓમાં શિક્ષકો માટે ભાગે ઉત્તર ગુજરાત અને રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી આવતા હોય છે. બન્ની વિસ્તારની વિષમ આબોહવા અને અહીં માળખાકીય સુવિધાઓના અભાવે કોઈ શિક્ષકો અહીં ફરજ બજાવવા માગતા નથી. જેમને ન છૂટકે ફરજ બજાવવી પડે છે તેઓ પણ જિલ્લામાં અન્ય સ્થળે અથવા તો અન્ય જિલ્લામાં જ બદલી કરાવી લેતા હોય છે.

    પણ બન્નીના ભગાડિયા ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો અન્ય શિક્ષકોને પણ પ્રેરણા આપે તે પ્રકારે પોતાની ફરજ બજાવે છે. હાલમાં જ ભારે વરસાદથી બન્નીના ભગાડિયા, છસલા જેવા અનેક ગામોમાં પાણી ભરાઈ જતાં ગામલોકો હિજરત કરી 10 કિલોમીટર દૂર અન્ય સ્થળે રહેવા મજબૂર થયા છે. તો આ શિક્ષકોએ પણ જાણે તેમની સાથે હિજરત કરી હોય તેમ પોતાની શાળાના બદલે માલધારીઓના નવા આવાસ ગુગરધૂઈ ખાતે જઈ બાળકોને ભણાવે છે.

    Kutch: કચ્છમાં ગાયોના મૃતદેહના ઢગલા થતાં મીઠું ખૂટયું 'ઇલેક્ટ્રિક સ્મશાન બનાવો'

    આમ તો ભગાડિયા અને ગુગરધૂઈ વચ્ચે માત્ર 10 કિલોમીટરનું જ અંતર છે પરંતુ વરસાદ સમયે રસ્તાની હાલત એટલી ખરાબ હોય છે કે તેના પરથી પસાર થવું પોતામાં જ એક કસોટી બને છે. તો ઘણા શિક્ષકોને તો આવા ખરાબ રસ્તાથી બચવા ભિરંડિયારા ગામ થઈને 80 કિલોમીટરનો પ્રવાસ ખેડી શાળાએ પહોંચવું પડે છે. ગુગરધૂઈમાં કોઈ સુવિધા ન હોતાં એક મોટો તંબુ બાંધી પ્રાથમિક અને માધ્યમિક ધોરણોના વિદ્યાર્થીઓને એકસાથે બેસીને ભણાવવા પડે છે.

    કચ્છનો ખાવડા બન્ની વિસ્તાર શિક્ષણના પ્રમાણમાં હજુ પણ ઘણો પાછળ છે. મોટા ભાગના લોકો પશુપાલન સાથે જોડાયેલા હોતાં અહીં સાક્ષરતા દર ખૂબ ઓછો છે. પણ આવા શિક્ષકોના સતત પ્રયત્નોથી આ માલધારીઓ પણ શિક્ષણનું મહત્વ સમજી પોતાના બાળકોને શિક્ષણ અપાવવા જાગૃત થયા છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन