Home /News /kutchh /

Kutch: શા માટે ભુજંગદેવની પૂજા હવે રાજવી પરિવારોના બે અલગ-અલગ સમૂહો દ્વારા કરવામાં આવે છે? જાણો કહાણી

Kutch: શા માટે ભુજંગદેવની પૂજા હવે રાજવી પરિવારોના બે અલગ-અલગ સમૂહો દ્વારા કરવામાં આવે છે? જાણો કહાણી

ભુજીયા

ભુજીયા ડુંગર પર આવેલા મંદિરમાં ભવ્ય પૂજા સાથે મેળો ભરાય છે

અમદાવાદના શેર બુલંદ ખાને કચ્છ પર ચઢાઈ કરતા બલુચિસ્તાનમાં હિંગળાજ માતાજીના દર્શને જઈ રહેલા નાગા સાધુઓએ યુદ્ધમાં ભાગ લઈ વિજય અપાવ્યો હતો

    Dhairya Gajara, Kutch: કચ્છમાં અનેક વાર તહેવારો મેળાઓ (Kutch Public Fairs) યોજવાની એક સુંદર પરંપરા છે. તેમાં પણ ખાસ શ્રાવણ મહિનો (Shravan Month) શરૂ થાય એટલે એક બાદ એક અનેક મેળાઓ અહીં યોજાતા હોય છે. આ સર્વે મેળાઓમાંથી નાગપાંચમના (Naag Panchami) દિવસે ભુજીયા ડુંગરની (Bhujiya Hill) તળેટીમાં યોજાતો ભુજંગદેવના મેળાનો કચ્છના ઇતિહાસ (Kutch History) સાથે એક અનેરો સંબંધ જોડાયેલો છે. એક સમયે હજારો નાગા સાધુઓ (Naga Sadhu) દ્વારા યુદ્ધમાં (Kutch Wars) ભાગ લઈ કચ્છને દુશ્મનના આક્રમણથી બચાવ્યું હતું. આ પ્રસંગની યાદમાં હર વર્ષે ભુજીયા ડુંગર પર આવેલા મંદિરમાં ભવ્ય પૂજા સાથે મેળો ભરાય છે.

    નવ હજાર નાગાબાવાની જમાતે યુદ્ધમાં ભાગ લીધો હતો

    વિક્રમ સંવત 1929માં અમદાવાદના શેર બુલંદખાને 50 હજારના લશ્કર સાથે ભુજ ઉપર ચડાઈ કરી હતી અને કચ્છના મહારાઓ દેશળજીના કુંવર લખપતજી અને રોહા જાગીરના ઠાકોર જીયાજીની સરદારી હેઠળ શેરબુલંદખાનના લશ્કર સાથે ભુજિયા ડુંગર ઉપર ધમાસાણ યુદ્ધ થયું હતું. જો કે, કચ્છનું લશ્કર નાની માત્રામાં હોય તે સમયે જયપુરથી આવેલા અને ભુજમાં વિસામો લીધેલા નવહજાર નાગાબાવાની જમાતે યુદ્ધમાં ભાગ લીધો હતોઅને કચ્છની જીત થઈ હતી.

    Kutch: ઉનાળામાં હિજરત કરતા બન્નીના માલધારીઓને ચોમાસામાં કેમ કરવી પડી હિજરત? આ છે કારણ

    તે શુભ દિવસ શ્રાવણ સુદ નાગપંચમીનો હતો અને કચ્છના મહારાઓ દેશળજી (પહેલા) શાહી સવારી લઈને ભુજીયા ડુંગર ઉપર આવી ખેતરપાળ દાદાની પૂજા અર્ચના કરી હતી સાથે જ સર્વે સેનાપતિઓનું સન્માન કર્યું હતું. તે દિવસથી હર વર્ષે નાગપાંચમના ભવ્ય શોભાયાત્રા દ્વારા ભુજીયા ડુંગર પર પહોંચી પૂજાવિધિ કરે છે. રાજાશાહી સમય બાદ આ શોભાયાત્રાની પ્રથા તો બંધ થઈ હતી પરંતુ આજે 293 વર્ષ બાદ પણ કચ્છના રાજવી પરિવાર દ્વારા નાગપાંચમના દિવસે ભુજંગ દેવની ભવ્ય પૂજા યોજવામાં આવે છે.

    રાજપરંપરા મુજબ ભુજંગદેવના પૂજારી રાજપરિવાર તરફથી પૂજા કરનાર મોભીને તિલક કરે છે અને ત્યાર પછી સર્વે જ્ઞાતિના લોકો ખેતરપાળ દાદાના દર્શન કરી ભુજંગદેવના આશિર્વાદ મેળવે છે. તો ગત વર્ષે કચ્છ રાજપરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાના અવસાન બાદ એક તરફ તેમના પત્ની મહારાણી પ્રીતિદેવીએ પરિવારના મોભી તરીકે ફરજ સાંભળી હતી તો બીજી તરફ પ્રાગમલજીના ભાઈએ પણ રાજતિલક દ્વારા પરિવારના મોભી બન્યા હતા. આ વર્ષે રાજપરિવારના બન્ને સમૂહ દ્વારા બે અલગ વખત ભુજંગ દેવની પૂજા કરી હતી.

    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Naga sadhu

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन