Home /News /kutchh /Kutch: મતદાન મથકો પરના વ્હીલચેર અને રેમ્પ શોભાના ગાઠિયા સમાન!

Kutch: મતદાન મથકો પરના વ્હીલચેર અને રેમ્પ શોભાના ગાઠિયા સમાન!

X
દિવ્યાંગ

દિવ્યાંગ મતદારોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો

વિવિધ મતદાન મથકો પર વ્હીલચેર જ ન હતી તો ત્યાંના રેમ્પ પણ એ પ્રકારે બનાવાયેલા હતા કે દિવ્યાંગ મતદારોને કામ જ ન આવ્યા

    Dhairya Gajara, Kutch: લોકશાહીનો મહાપર્વ એટલે કે ચૂંટણીની ઉજવણીમાં દિવ્યાંગ મતદારો પણ જોડાઈ શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે. પરંતુ આ વ્યવસ્થાઓ દિવ્યાંગ લોકોને કેટલી કામ આવે છે તે મતદાનના દિવસે જ ખબર પડે છે. આજે મતદાનના દિવસે કચ્છના અનેક બુથ પર દિવ્યાંગજનોને વ્હીલચેર અને રેમ્પ સંબંધિત સમસ્યાઓ જોવા મળી હતી.

    ચુંટણી પંચ દ્વારા એક્સેસિબલ ઇન્ડીયા થીમ અંતર્ગત હરેક મતદાર સુલભ રીતે મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. મતદાન મથક પર રેમ્પ, વ્હીલચેર જેવી ફરજિયાત સુવિધાઓ ઉપરાંત આ વખતે તો પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે ખાસ બ્રેઈલ લિપિમાં મતદાન સ્લીપ પણ પ્રિન્ટ કરવામાં આવી છે. જો કે, આજે મતદાનના દિવસે અનેક મથકો પર દિવ્યાંગ મતદારોને વ્હીલચેરની સુવિધા મળી ન હતી. તો અનેક સ્થળો પર રેમ્પ હોવા છતાંય દિવ્યાંગજનો તેનો લાભ લઈ શકે તેવું ન હતું.

    અનેક બુથ પર આવેલા રેમ્પ એટલા સાંકડા હતા કે તેમાંથી વ્હીલચેર પસાર જ થઈ શકતી ન હતી, અને જો પસાર થઈ જાય તો વળાંક પર અટકી જાય! ભુજ તાલુકાના માનકુવા ગામના આ બૂથમાં સીધો રેમ્પ છે પરંતુ તેની અદમ આગળ એક મૂર્તિ આવેલી છે, જે રેમ્પ નો રસ્તો જ બંધ કરે છે અને રેમ્પનો એકમાત્ર કામ પૂરી ન થતાં તે નિરર્થક રહે છે.

    માધાપર ગામના કાંતાબેન વાઘજીયાણી 90 ટકા દિવ્યંગતા ધરાવે છે. જ્યારે સવારે પોતાનો મત આપવા માધાપર ગામની અંગ્રેજી શાળાએ પહોંચ્યા હતા તો ત્યાં વ્હીલચેરની સુવિધા જ ઉપલબ્ધ ન હતી. જાતે ટ્રાઈવ્હીલર મોપેડ પર આવેલા કાંતાબેન ને મત આપ્યા વગર જ પરત ફરવું પડ્યું હતું. તો ત્યારબાદ ફરજ પરના અધિકારીએ વ્હીલચેર મંગાવતા કાંતાબેન ફરી પોતાનું સ્કૂટર લઈને પહોંચ્યા હતા અને વ્હીલચેરનો ઉપયોગ કર્યો હતો.

    જો કે, વ્હીલચેર પણ તેમના કોઈ કામ આવી શકી નહીં કારણ કે શાળાના પગથિયાં પર બનાવાયેલો રેમ્પ એટલો સાંકડો હતો કે તેના વળાંક પરથી ભ્ચેર પસાર જ થઈ શકતી ન હતી. પણ મક્કમ મનના કાંતાબેનને મત તો આપવું જ હતું એટલે આસપાસના અન્ય લોકોએ તેમને વ્હીલચેર સહિત ઊંચકી મતદાન મથક સુધી પહોંચાડયા હતા.
    First published:

    Tags: Kutch, Local 18, ગુજરાત ચૂંટણી

    विज्ञापन
    विज्ञापन