Home /News /kutchh /Kutch: સફેદ રણ જોવા જવું હોય તો વાંચી લો આ માહિતી, સ્પેશ્યલ ટ્રેનની જાહેરાત

Kutch: સફેદ રણ જોવા જવું હોય તો વાંચી લો આ માહિતી, સ્પેશ્યલ ટ્રેનની જાહેરાત

ચાર સપ્તાહ સુધી ચાલશે આ સ્પેશ્યલ ટ્રેન

રણોત્સવ વચ્ચે મુંબઈ અને કચ્છ વચ્ચે પ્રવાસીઓનો ધસારો વધ્યો છે ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીધામથી મુંબઈના બાંદ્રા ટર્મિનસ વચ્ચે ખાસ ટ્રેન શરૂ કરવામાં આવી છે

    Dhairy Gajera, Kutch:  સરહદી જિલ્લા કચ્છમાં રેલ સુવિધા વધારવા સતત માંગો થતી રહે છે. આ વચ્ચે જ પશ્ચિમ રેલવે દ્વારા કચ્છના ગાંધીધામથી મુંબઈના બાંદ્રા ટર્મિનસ સુધી વિન્ટર સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ મહિનાથી જ આ ટ્રેન શરૂ થશે અને હર સપ્તાહના ગુરુવારે આ ટ્રેન ગાંધીધામથી બાંદ્રા માટે ઉપડશે અને ગુરુવારના દિવસે જ બાંદ્રાથી ગાંધીધામ માટે પણ ઉપડશે.


    હાલ રણોત્સવ શરૂ થયા બાદ કચ્છમાં પ્રવાસીઓની આવ ખૂબ વધી છે. આ કારણે કચ્છ અને મુંબઈ વચ્ચે દોડતી બધી ટ્રેનોમાં ટિકિટ મળવી મુશ્કેલ થઈ ગઈ છે. આ ભીડને પહોંચી વળવા પશ્ચિમ ટેબલ દ્વારા ગાંધીધામ અને મુંબઈના બાંદ્રા ટર્મિનસ વચ્ચે એક સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવશે. ટ્રેન નંબર 09415/09416 બાંદ્રા ટર્મિનસ- ગાંધીધામ સુપરફસ્ત વિન્ટર સ્પેશ્યલ ચાર સપ્તાહ સુધી ચાલશે.


    ટ્રેન નંબર 09415 બાંદ્રા ટર્મિનસથી ગાંધીધામ સ્પેશ્યલ બાંદ્રાથી હર ગુરુવારે 19.25 વાગ્યે ઉઠશે અને બીજા દિવસે 08.40 વાગ્યે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન 15 ડિસેમ્બર 2022થી 5 જાન્યુઆરી સુધી ચાલશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09416 ગાંધીધામ- બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ હર ગુરુવારે 00.30 વાગ્યે ઉપડશે અને એ જ દિવસે 14.20 બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન પણ 15 ડિસેમ્બર 2022થી 5 જાન્યુઆરી સુધી ચાલશે. તો આ રૂટમાં બોરીવલી, બાપુ, સુરત, વડોદરા, અમદાવાદ, વિરમગામ, ધ્રાંગધ્રા, સામખિયાળી અને ભચાઉ સ્ટેશન પર ઊભી રહેશે.


    આ ટ્રેનમાં એસી 2 ટિયર, એસી 3 ટિયર, સ્લીપર ક્લાસ તેમજ સેકંડ સ્લીપર કોચ પ્રવાસીઓને મળશે. તો આ સ્પેશ્યલ ટ્રેન માટેનો ભાડો પણ સામાન્ય ટ્રેનો કરતા વિશેષ રહેશે. તારીખ 10 ડિસેમ્બરથી આ ટ્રેનની બુકિંગ રેલવે સ્ટેશન પરના ટિકિટ વિન્ડો પર શરૂ થશે અને સાથે જ IRCTC ની વેબસાઇટ પરથી પણ બુક કરી શકાશે. વધુ વિગતો ભારતીય રેલની વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર મેળવી શકાશે.
    First published:

    Tags: Indian railways, Kutch, Local 18