Home /News /kutchh /Kutch: તમને ઘોડેસવારી પસંદ છે, તો પુરો થઇ જશે શોખ, જાણો કેવી રીતે!

Kutch: તમને ઘોડેસવારી પસંદ છે, તો પુરો થઇ જશે શોખ, જાણો કેવી રીતે!

X
ત્રણ

ત્રણ મહિનામાં લોકોને શીખવાડે છે ઘોડેસવારી

પ્રજા અને પોલીસ વચ્ચે સારી તાલમેલ રહે અને પ્રાણીઓ સાથે પણ સૌ કોઈ હળીમળીને રહેતા શીખે તે માટે શરૂ કરાયેલ પોલીસ હોર્સ રાઇડિંગ ક્લબ કોરોના બાદ ફરી એકવખત શરૂ થઈ ગયો છે

    Dhairya Gajara, Kutch: ઘોડાઓ સાથે પોલીસનો સંબંધ સદીઓથી ચાલતો આવે છે. જો કે હવે ઘોડાઓની જગ્યા ગાડીઓએ લઈ લીધી હોવા છતાંય ગુજરાત પોલીસમાં માઉન્ટેડ યુનિટ કાર્યરત છે. થોડા વર્ષો પહેલા જ આ માઉન્ટેડ યુનિટ થકી પ્રજા અને પોલીસ વચ્ચે સારો સંબંધ બંધાય તે માટે વિવિધ જિલ્લાઓમાં પોલીસ હોર્સ રાઇડિંગ ક્લબ શરૂ કરવામાં આવ્યો હતો. કચ્છમાં પણ શરૂ થયેલો આ ઘોડેસવાર ક્લબ કોરોનાના કારણે બંધ કરવાની ફરજ પડી હતી જે હવે ફરી એકવખત શરૂ થતાં જ ઘોડેસવારીમાં રસ ધરાવતા યુવાનો માટે આ કળા શીખવી તક ઊભી થઈ છે.

    રાજાશાહી સમયમાં જે કળાનો ખુબ જ મહત્વ હતું એવી આ ઘોડેસવારી આજે પણ યુવાનોમાં ખૂબ પ્રચલિત છે. પોલીસ વિભાગના માઉન્ટેડ યુનિટના કર્મચારીઓ પણ જ્યારે પોતાના ઘોડા પર સવાર થઈ પેટ્રોલિંગ પર જે મોભા સાથે નીકળે છે તે મોભો કરોડોની કિંમતની ગાડીમાં પણ ન મળી શકે. આ જ કારણે યુવાનો પણ ઘોડેસવારી તરફ ખૂબ આકર્ષિત થાય છે. અને તેમના આ આકર્ષણને યોગ્ય માર્ગદર્શન આપવાનું કામ પશ્ચિમ કચ્છ પોલીસના માઉન્ટેડ યુનિટના જવાનો કરી રહ્યા છે.



    કોરોના મહામારી સમયે રાજ્યભરમાં શરૂ થયેલા આ હોર્સ રાઇડિંગ ક્લબ બંધ રાખવાની ફરજ પડી હતી. જો કે, કોરોનાનો કહેર ઓછો થાય બાદ જ્યારે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં આ હોર્સ રાઇડિંગ ક્લબ પુનઃ શરૂ થયા હતા ત્યારે પશ્ચિમ કચ્છમાં ઘોડાઓ હજાર ન હોતાં ક્લબ શરૂ કરી શકાયું ન હતું. પરંતુ હવે સ્પર્ધાઓમાં ગયેલા ઘોડા તેમજ નવા ઘોડાઓ પણ આવી જતા આ હોતાં રાઇડિંગ ક્લબ ફરી એકવખત પોલીસ કર્મીઓ, વિદ્યાર્થીઓ તેમજ પ્રજા માટે ખુલ્લું મુકાયું છે.



    આ હોર્સ રાઇડિંગ ક્લબ ખાતે ખૂબ જ ઓછી ફી લઇ સવારે 6.30 થી 8 વાગ્યા સુધી લોકોને તાલીમ આપવામાં આવે છે. તેમાં બેઝિક કોર્સ માટે વિદ્યાર્થીઓ તેમજ પોલીસ કર્મચારીઓ માટે રૂ. 2250 અને સામાન્ય પ્રજા માટે રૂ. 4500 ફી નક્કી કરવામાં આવી છે. તો બેઝિક કોર્સ પૂરું કર્યા બાદ લોકો એડવાન્સ કોર્સ પણ પસંદ કરી શકે છે જેની માટે રૂ. 3000 અને 6000 નક્કી કરવામાં આવી છે. આ માટેનો ફોર્મ પશ્ચિમ કચ્છ પોલીસ હેડક્વાર્ટર મધ્યે માઉન્ટેડ યુનિટની ઓફીસથી મેળવી શકાશે.

    પશ્ચિમ કચ્છ પોલીસ હેડક્વાર્ટરના નાયબ પોલીસ અધિક્ષક એ. આર. ઝનકાતે News18 સાથે વાત કરતા જણાવ્યું હતું કે પ્રાણીઓ સાથે આપણે હળીમળીને રહીએ તે માટે આ એક શ્રેષ્ઠ રસ્તો છે. આ થકી લોકો ઘોડાઓની વિવિધ નસ્લ વિશે જાણી શકે છે. તો આ થકી પોલીસ અને પ્રજા વચ્ચે પણ સારો તાલમેલ ઊભો થાય છે જેથી કાયદો વ્યવસ્થા પણ જળવાઈ રહે છે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन