Home /News /kutchh /દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા બાદ શંકરસિંહનું મૌન,સીએમ ઉમેદવાર અંગે ગેહલોત શું બોલ્યા જાણો
દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા બાદ શંકરસિંહનું મૌન,સીએમ ઉમેદવાર અંગે ગેહલોત શું બોલ્યા જાણો
ગુજરાતમાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા વિધાનસભા ચુંટણી પહેલા ચર્ચામાં છે. તેમને એક તરફ ભાજપ વારંવાર આમંત્રણ આપી રહ્યુ છે તો બીજી તરફ શંકરસિંહ કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચા વચ્ચે જો શંકરસિંહ કોંગ્રેસ છોડે અથવા તો નિષ્ક્રીય રહે તો તેનો સીધો ફાયદો ભાજપને થઇ શકે તેમ છે.

આ વચ્ચે વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા બે દિવસથી દિલ્હીની મુલાકાતે છે. શંકરસિંહ વાઘેલા અને રાહુલ ગાંધી વચ્ચે 40 મિનિટ સુધી બેઠક થઇ હતી. ગઈકાલે શંકરસિંહે વાઘેલાએ ગુજરાત પ્રભારી અશોક ગેહલોત સાથે પણ મુલાકાત કરી છે.રાહુલ ગાંધી સાથે મુલાકાત અંગે શંકરસિંહ વાઘેલાએ મીડિયા સામે મૌન સેવ્યું છે. દિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસ સ્થાને બેઠક થઇ હતી.
શંકરસિંહ-રાહુલ ગાંધીની મુલાકાત બાદ અશોક ગેહલોતે નિવેદનમાં કહ્યુ હતું કે,શંકરસિંહ વાઘેલા પાર્ટીથી નારાજ નથી.તેઓ પાર્ટીમાં જ રહેશે.ગુજરાતમાં કોઈને સીએમ ઉમેદવાર બનાવીને ચૂંટણી નહીં લડીએ.ચૂંટણી પછી હાઈકમાન્ડ સીએમ પદના ઉમેદવાર અંગે નિર્ણય લેશે.