કચ્છ : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ (gujarat legislative assembly speaker) બન્યા બાદ ડૉ. નીમાબેન આચાર્ય (dr nimaben acharya) પ્રથમ વખત જિલ્લામાં પધાર્યા હતા ત્યારે જિલ્લામાં ઠેર ઠેર તેમનું સ્વાગત કરાયું હતું. ભચાઉ શહેર (Bhachau), સામખિયાળી (Samakhiyali) તેમજ આડેસર (Adesar) ખાતે બુધવારે તેમના સ્વાગત માટે કાર્યક્રમ યોજાયા હતા. સાથે જ ભુજ શહેરમાં પણ તેમના સ્વાગત માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં 200થી વધારે સંસ્થાઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું.