કચ્છ કલેકટર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો
દુર્ગા પૂજા પંડાલોમાં થયેલી હિન્દુઓની હત્યા.. વિશ્વ હિન્દુ પરિષદના કચ્છ વિભાગ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓને ન્યાય, સુરક્ષા અને વળતર મળે તેવી માંગ કરાઇ
કચ્છ: હાલમાં થોડા દિવસો અગાઉ બાંગ્લાદેશમાં ભીષણ હિંસાના બનાવો બની રહ્યા છે. દુર્ગા પૂજાના પંડાલોમાં હિંસા કરી અનેક હિન્દુઓની હત્યાના કેસ સામે આવી રહ્યા છે. આ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદના કચ્છ વિભાગ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓને ન્યાય, સુરક્ષા અને વળતર મળે તેવી માંગ કરાઇ હતી. માંગો નહીં સંતોષાય તો સંગઠનના કાર્યકરો કાયદો હાથમાં લેશે તેવી ચીમકી અપાઈ હતી.