Home /News /kutchh /Kutch: કોણ છે કચ્છનો કાનુડો? ગાયો વચ્ચે વાંસળી વગાડતા તરુણની વીડિયો વાયરલ!

Kutch: કોણ છે કચ્છનો કાનુડો? ગાયો વચ્ચે વાંસળી વગાડતા તરુણની વીડિયો વાયરલ!

X
કચ્છના

કચ્છના તરુણની વિડિયો વાયરલ

ગાયો વચ્ચે ઊભા રહી એક તરુણની વાંસળી વગાડવાની વિડિયો જોઈ સોશ્યલ મીડિયા પર લોકો તેને કચ્છનો કાનુડો કહેવા લાગ્યા છે

    Dhairya Gajara, Kutch: ગોકુળમાં ભગવાન કૃષ્ણ ગાયો વચ્ચે બેસી વાંસળીની મધુર ધૂન વગાડતા હોય તેવું તો સૌએ ક્યાંકને ક્યાંક વાંચ્યું હશે. પરંતુ આ વાયરલ વિડિયો જોઈ જાણે ભગવાન કૃષ્ણના તે જ પ્રસંગ સાક્ષાત નિર્માણ પામ્યા હોય તેવી વાતો સોશ્યલ મીડિયા પર વહેતી થઈ છે. સોશ્યલ મીડિયા પર કચ્છની આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહી છે અને લોકો આ તરુણની વાંસળી વગાડવાની કળા પર ફિદા થઈ તેને કચ્છનો કાનુડો કહી રહ્યા છે.

    અસલમાં આ વાયરલ થઈ રહેલી વીડિયોમાં દેખાતો તારું છે કચ્છના મુન્દ્રા શહેરમાં રહેતો 14 વર્ષીય જય રાજગોર. થોડા દિવસો પહેલા જય દ્વારા ગાયોની વચ્ચે ઊભા રહી વાંસળી વગાડી હતી જેનો વિડિયો બન્યા બાદ સોશ્યલ મીડિયા પર અપલોડ થયો હતો. જોતજોતામાં આ વીડિયો ખૂબ વાયરલ થયો અને ઠેર ઠેરથી લોકો જયની પ્રશંસા કરવા લાગ્યા. વાંસળી વગાડતા આ નાના છોકરાની આસપાસ ઊભી રહેલી ગાયો પણ જેમ તેનો આનંદ લેતી હોય તેવા દ્રશ્યો જોઈ સોશ્યલ મીડિયા યુઝર્સ તેને કચ્છનો કાનુડો કહી સંબોધવા લાગ્યા હતા.


    ધોરણ 9માં અભ્યાસ કરતા જયે જણાવ્યું હતું કે તેણે લોકડાઉન દરમિયાન ખાલી સમયનો સદુપયોગ કરવા વાંસળી વગાડવાનું શીખ્યો હતો. ફક્ત ઓનલાઇન વિડિયો કોઈ તેણે વાંસળી વગાડવાની તાલીમ લીધી અને આજે તેની વાંસળીથી રેલાતી મધુર ધૂને સોશ્યલ મીડિયા પર સૌને મોહિત કર્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ યોજાયેલ પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવમાં પણ જયે વાંસળી વગાડી પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું અને શતાબ્દી મહોત્સવમાં સેવા પણ આપી હતી.
    First published:

    Tags: Kutch, Local 18, વાયરલ વીડિયો

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો